SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ કાલેલકર [ ૩૨૯ % ૭ ] ચાલશે તેની ભૂમિકામાં મુખ્યત્વે ભારતીય સંસ્કૃતિ જ રહી હશે એવી તેમની શ્રદ્ધા રહી છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ અને સમાજવ્યવસ્થા, ત્યાગ તપ સહિષ્ણુતા અને ઉદારતાનાં મૂલ્યા પર ઊભી હતી, અને એ કારણે જ ઇતિહાસને જુદેજુદે તા પેાતાનુ સ્વત્વ ખેાયા વિના પરદેશી સંસ્કારા તે આત્મસાત્ કરી શકી છે. અને એવા સમન્વયની ક્ષમતા હજીય તેના સત્ત્વમાં પડી છે. હિંદની ધવૃત્તિ હજીય સતેજ રહી છે એવી સમજથી કાકાસાહેબ એવી કલ્પના કરવા પ્રેરાય છે કે એશિયામાં નવા જગદ્ગુરુ તરીકેનું તે સ્થાન લેશે. કાકાસાહેબની સંસ્કૃતિવિચારણામાં આ રીતે તેમની સ્વપ્નિલતા વારવાર છતી થઈ જાય છે. ગાંધીજીની જેમ કાકાસાહેબ પણ પાશ્ચાત્ય સામ્રાજ્યવાદના મૂળથી જ વિરાધ કરે છે. એ જ રીતે પશ્ચિમની ભેગપ્રધાન સંસ્કૃતિનાં ભયસ્થાને પણ તેએ બરાબર ઓળખે છે. અને એટલે જ ગાંધીજીએ રજૂ કરેલા ગ્રામસંસ્કૃતિના ખ્યાલને તેઓ સમજપૂર્વÖક આવકારે છે. નવી જીવનવ્યવસ્થા અંગે તેમણે જે જે વિચારણા કરી છે તેમાં આ રીતે ગાંધીજીની પ્રેરણા જ મુખ્યત્વે પડેલી છે, એમ જોઈ શકાશે. સમાજ અને સંસ્કૃતિના સંવર્ધન અને પોષણ અથે ઋષિએ તેનાં ‘સાધના' અને સાધના' એ બંને વસ્તુએનુ સતત ચિંતનમનન કરતા રહેવું જોઈએ એમ કાકાસાહેબ કહે છે. માત્ર સ્થૂળ સાધના'ની વિપુલતા સંસ્કૃતિના પ્રાણુને રૂંધનારી જ નીવડે, જ્યારે ‘સાધના'ના અભાવમાં ‘સાધના' વધ્યું જ નીવડે. સંસ્કૃતિના સંપૂર્ણ વિકાસ અર્થે આમ ‘સાધને!' અને ‘સાધના' વચ્ચે ચેાગ્ય સંતુલન રચાવું જોઈએ, એમ તેએ માને છે. આ સંદર્ભમાં ગીતાએ પ્રતિપાદિત કરેલી યજ્ઞ દાન અને તપ, એ ત્રણ ધર્મભાવનાઓને વ્યાપક સ્વીકાર કરવાને તેઓ સૂચવે છે. તેમની સ ંસ્કૃતિમીમાંસામાં આ ત્રણ મૂલ્યે પાયામાં રહ્યાં છે. તેમનુ કેટલુંક ચિંતન આ ત્રણ મૂલ્યાના પ્રતિપાદનમાં રાકાયેલું છે. અન્ય પ્રસંગે સÖભૂતદયા, ક્ષાંતિ અનસૂયતા, શૌચ, અનાયાસ, માંગલ્યમ, અકાણ્યમ્ અને અસ્પૃહા એ આઠ આત્મિક ગુણાને સમાજવ્યવસ્થાના આધારસ્તંભેા લેખવ્યા છે. ગીતા, સમાજ અને સંસ્કૃતિના નવધડતર માટે સતત પ્રેરણારૂપ બની શકે એવા સમ" ગ્રંથ છે એમ તેઓ કહે છે, અને એ રીતે ગીતાના આદર્શોને સંસ્કૃતિવિકાસ અર્થે તેએ પ્રતિષ્ઠિત કરે છે. પાશ્ચાત્ય દેશેામાં આ સદીમાં વ્યક્તિ ચડિયાતી કે સમાજ એવે ઉગ્ર વિવાદ ચાલ્યા હતા. તેના ઉત્તર રૂપે તે એ વિચાર મૂકે છે કે વ્યક્તિ સમાજ પ્રત્યેની પેાતાની ફરજો અદા કરે, તે સાથે પેાતાનું ‘મુખ્ય સ્વાતંત્ર્ય' તે જાળવી રાખી શકે : ખીજી
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy