SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૭] કાલેલકર [ ૩૧૫. વૃત્તિ જોઈ શકાય. પ્રકૃતિમાં પ્રત્યક્ષ થતી લીલા એ પરમ ચૈતન્યનેા જ આંશિક આવિષ્કાર છે, એવી તેમની પ્રતીતિ રહી છે. આવી પ્રતીતિ ન હેાય તા, પ્રકૃતિનાં રમ્યરુક્ષ સુરૂ૫કુરૂપ એવાં સત્ત્વા જોડે આટલી આત્મીયતા સાધવાનું પણ શક ન બને. જીવનના આનંદ'ના ખીજા ખંડ ‘અનંત વિસ્તાર'માં કાકાસાહેબના આકાશદર્શનના લેખા રજૂ થયા છે. મૂળ તા સત્યાગ્રહ આશ્રમના વિદ્યાથી આને, અને ખીજા આકાશપ્રેમી લેાકેાને માટે પણુ, આ વિષયના પ્રાથમિક ખ્યાલ આપી એમાં તેમને રસ લેતા કરવાને એ લખાયા હતા. એ પૈકી ‘અધમણુ’થી ‘રાત્રિની સમૃદ્ધિ–૧' સુધીના છ નિબંધે વિશેષતઃ માહિતીલક્ષી છે, જ્યારે ખીજા લેખે તારાદર્શનના આટ્લાદમાંથી જન્મ્યા હાઈ લલિત નિબંધા બન્યા છે. તારાનક્ષેત્રા અને નિહારિકાનું દર્શન કાકાસાહેબમાં અજબ ઉલ્લાસ જગાડે છે. રાત્રિની એ જાતિય સૃષ્ટિને તેમણે 'દેવાનું કાવ્ય' કહીને એળખાવી છે. એક પ્રસંગે તેમણે એમ કહ્યું છે કે દિવસના ‘કાળા પ્રકાશ' કરતાં રાત્રિનેા ઊજળા અંધકાર' તેમને વધુ ગમે છે ! કેમ કે, આ અનંત બ્રહ્માંડનું વધુ યથાર્થ દર્શન ‘ઊજળા અંધકાર’માં જ થઈ શકે. સાચું છે કે તારાનક્ષેત્રાની રહસ્યભરી સૃષ્ટિ તેમના અંતરના વિસ્મયને સકારતી રહી છે, તેમના ભક્તિભાવને પેાષતી રહી છે. ખગાળશાસ્ત્રના તે ઊંડા અભ્યાસી રહ્યા છે, એટલે તારાનક્ષત્રાના ઉદયઅસ્તની માહિતી તેમની પાસે હાય જ. એટલે જેલની સાંકડી ખરાકમાં પડચા હાય, કે દક્ષિણ છેડે કન્યા કુમારીના સાગરતટે ઊભા હાય, — કાઈ પણ સ્થાનેથી પેાતાના સ્વજન સમાં તારાનક્ષત્રોની તેએ અચૂક ભાળ મેળવી લેવાના. આ રીતે આકાશદર્શન એ તેમની અતિપ્રિય પ્રવૃત્તિ રહી છે. આ વિષયના તેમના લલિત નિબંધે, માત્ર વિષયની નવીનતાને કારણે જ નહિ, ચારુ ગદ્યશૈલીને કારણે પણ એટલા જ હ્રદ્ય બન્યા છે.. તારાનક્ષત્રાની સતત ચાલતી રહેતી વણાર તેમની સ ંવેદનાને તીવ્રતાથી સ`કારી આપે છે અને તેમની કલ્પનાને તરલચંચલ બનાવી દે છે. તારાઓની વૈવિધ્યભરી આકૃતિઓનું ચેતાહર અલંકારાની સહાયથી તેઓ વર્ણન કરે છે. વેદઉપનિષદના સંદર્ભો સહજ રીતે તેમના અલંકારામાં પ્રવેશી જાય છે. પ્રસ ંગેપ્રસંગે તારાનક્ષત્રામાં માનવભા વેાનું આરેાપણ કરી સજીવારાપણ અલંકારા રચે છે, તેા એમાં હાસ્ય-વિમેદની નિર્દોષ ક્ષણેાય તેએ ોધી લે છે. આકાશદર્શનની પ્રસન્નતા જાણે કે તેમની સર્જ કલ્પનાને પ્રેરી રહે છે, એટલે જ‘દેવેનુ” એ ‘કાવ્ય’ આપણા સાહિત્યમાં હૃદયંગમ એવા ગદ્યકાવ્યના ઉન્મેષા નિપજાવી આપે છે. ખડવાના આન” (ઈ. ૧૯૫૩) : આ ગ્રંથમાં આપણા દેશનાં જુદાં-જુદાં તીર્થંધામા કલાધામેા વગેરે સ્થળવિશેષને લગતા લેખેા ગ્રંથસ્થ થયાં.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy