SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [ શ્ર'. ૪ ઈ. ૧૯૦૩માં કાકાસાહેબ, મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, પૂનાની ફર્ગ્યુસન કૅાલેજમાં જોડાયા. તેમના વ્યક્તિત્વધડતરને આ એક મહત્ત્વનેા તબક્કો હતા. એ સમયે આખાયે દેશમાં રાષ્ટ્રીય અસ્મિતાનું પ્રચંડ મેાજુ ફરી વળ્યું હતું. સહજ જ જુદીજુદી રાષ્ટ્રીય ચળવળા તેમનું ધ્યાન ખેંચી રહી. રવીન્દ્રનાથ ટાગાર અને અરિવંદ દ્વેષની ‘નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન', આર્યસમાજ, ૐાન સેાસાયટી, થિયોસોફિકલ સેાસાયટી, બ્રહ્મોસમાજ, રામકૃષ્ણ મિશન અને બંગાળને નૂતન કળાસંપ્રદાય જેવી રાષ્ટ્રીય ચેતનાથી પ્રેરાયેલી જુદીજુદી અનેક સંસ્થાએ ત્યારે સક્રિય બની હતી, એ સૌની ભાવના પ્રાચીન ધમ' અને સ ંસ્કૃતિનું ઉજ્જવલ રૂપ પ્રગટ કરી નવા યુગના સ ંદર્ભોમાં તેની પ્રાણપ્રતિષ્ઠા કરવાની હતી, સ્વામી વિવેકાનંદ અને ભગિની નિવેદિતાએ પ્રાચીન વેદાંતનું રહસ્ય સમજાવતાં તેમાં જનસેવાનુ` મૂલ્ય પણ સાંકળી આપ્યું. તરુણુ કાકાસાહેબના મન પર આ બધી પ્રવૃત્તિ અને વિચારણાના પ્રભાવ પડયો હશે. આ વયે કાકાસાહેબે પેાતાના જીવનકાર્ય (mission) વિશે ઘણા સ’કલ્પવિકલ્પે કર્યા દેખાય છે. જીવનની દિશા સ્પષ્ટ થતી નહેાતી. થોડા સમય લાક માન્ય ટિળકના નેતૃત્વ હેઠળ ચાલતી સ્વદેશી અને કારૂબંધીની ચળવળમાં કામ કર્યું, થાડા સમય ક્રાંતિવીર ખાપટ અને વીર સાવરકરની મંડળીમાંયે જોડાયા. આમ એક બાજુ રાષ્ટ્રીય વહેણેામાં તેએ ખેંચાઈ રહ્યા હતા ત્યારે, બીજી બાજુ તેમના અંતરમાં આધ્યાત્મિક કટાકટી ચાલી રહી હતી. બાળપણની ભેળા ધશ્રદ્ધા કઠાર બુદ્ધિની એરણ પર ખંડિત થઈ ગઈ હતી. તેમનું મન સંશયવાદથી ઘેરાયેલુ રહેતું હતું. એવે સમયે વિવેકાનંદનાં વચનાએ તેમને ઉગારી લીધા. તેમના અંતરમાં નવી આસ્થા જન્મી કે ભારતના પુનરુદ્વારનેા એકમાત્ર માર્ગ તે કેળવણીનેા છે. અને મનેામન જ તેમણે કેળવણીના કામની દીક્ષા અંગીકાર કરી લીધી. ઈ. ૧૯૦૭થી ૧૯૧૫ના ગાળા કાકાસાહેબના જીવનમાં ઝડપી વળાંકા આણે છે. આ ગાળામાં ચેડા સમય ખેલગામના ગણેશ વિદ્યાલયમાં અને પછી થોડા સમય વડાદરાના ગંગનાથ ભારતી સવવદ્યાલયમાં શિક્ષક તરીકે કામ કર્યું, વચમાં ગંગાધરરાવના નેતૃત્વ હેઠળ શરૂ થયેલા પત્ર ‘રાષ્ટ્રમત'માંય કામ કર્યું. અહીં તેમને દત્તોપંત આપટે, વીર વામનરાવ,ગાપાળરાવ આગલે, હિરભાઉ ફાટક અને સ્વામી આનદ જેવા રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓને સંપ થયા. ઈ. ૧૯૧૩માં નિકટના સાથી અનંત જીવા મઢેકર અને સ્વામી આનંદ સાથે તેમણે હિમાલયની પગયાત્રા કરી. ત્યાંથી પાછા ફરતાં થાડા સમય હરદ્વારના ઋષિકુળમાં શકાયા અને જપતપ કર્યાં. પછી ઉત્તર ભારતમાં આસમાનુ` કાંગડી
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy