SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર• હું ] ગાંધીજી [ ૩૦૫ આપણે...શરીર છે ત્યાં લગી તેના ઉપયાગ કેવળ સેવાને અર્થે કરતાં શીખીએ છીએ, તે એટલે લગી કે તેનેા ખરા ખારાક સેવા થઈ પડે છે. તે ખાય છે, પીએ છે, બેસે છે, સૂએ છે, જાગે છે, ઊંઘે છે, તે બધું સેવાને જ અં.” એ જ રીતે “અભય અમૂર્ખ સ્થિતિની પરાકાષ્ઠા છે. ....પૈસામાંથી, કુટુંબમાંથી, શરીરમાંથી ‘મારા’પણું કાઢી નાખીએ એટલે ભય કયાં છે?'' અસ્પૃશ્યતાનિવારણુ ને સ્વદેશીવ્રત જેવાં પહેલી નજરે સામાજિક કે રાજકીય દેખાતાં વ્રતામાં પણ ગાંધીજી એવું આધ્યાત્મિક રહસ્ય જુએ છે. “અસ્પૃશ્યતા નિવારવી એટલે જગતમાત્રની સાથે મૈત્રી રાખવી, તેના સેવક થવું' અને સ્વદેશી “આત્માના ધ છે... ... ... ... આત્માને સારુ સ્વદેશીના અંતિમ અર્થ સ્થૂળ સંબંધામાત્રથી આત્યંતિક મુક્તિ છે.” તેથી આત્માથી એ સની પ્રત્યે આસક્તિ છેાડી પેાતાની પાસે રહેલાંની સેવામાં એતપ્રાત થઈ રહેવુ.... જાતમહેનતમાં ગાંધીજી યજ્ઞનું રૂપ જુએ છે. અને સર્વધર્મ ભાવમાં પેાતાના ધર્મની અપૂર્ણતાના સ્વીકાર આવી જ જાય છે.... સત્યની આરાધના, અહિંસાની કસેાટી એ જ શીખવે” ૧૦. ૧૯૩૦ પછીનાં લખાણા મંગળપ્રભાત'ના લેખા સાથે ગાંધીજીની લેખનપ્રવૃત્તિના ૧૯૨૪ની સાલથી શરૂ થયેલા સર્જનાત્મક ગાળા પૂરા થાય છે. પેાતાની આધ્યાત્મિક ઝ ંખનાનુ સ્વરૂપ એમની આંતરદૃષ્ટિને હવે સ્પષ્ટ થઈ ગયું અને તેથી ૧૯૨૪થી ૧૯૩૦ સુધીનાં લખાણામાં દર્શનની નવીનતાને જે ભાવ અનુભવાય છે તે હવે પછીનાં લખાણામાં દેખાતા નથી. ગાંધીજીનાં ગુજરાતી લખાણાનું પ્રમાણ પણ ઘટી જાય છે. ૧૯૩૨માં તેમણે યરવડા જેલમાં ‘સત્યાગ્રહાશ્રમનેા ઇતિહાસ' લખ્યા, અસ્પૃ શ્યતાનિવારણના આંદેાલન અંગે તેમણે ૧૯૩૩માં પ્રથમ અંગ્રેજીમાં ‘હરિજન' પછી હિંદીમાં ‘હરિજનસેવક’ અને પછી ગુજરાતીમાં ‘હરિજનબંધુ' સાપ્તાહિક શરૂ કર્યાં. ૧૯૩૬માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાનેથી વ્યાખ્યાન આપ્યુ’, ૧૯૪૧માં ‘રચનાત્મક કાર્ય ક્રમ – તેનું રહસ્ય અને સ્થાન' એ નામની એક નાની પુસ્તિકા લખી, અને ૧૯૪૨ના જેલનિવાસ દરમિયાન આરોગ્યના વિષય ઉપર ટૂંકાં પ્રકરણા લખ્યાં, જે એમના મૃત્યુ પછી ‘આરાગ્યની ચાવી' નામની પુસ્તિકા રૂપે પ્રસિદ્ધ કરવામાં આવ્યાં. આ સ` લખાણામાં ગાંધીજીની આંતરદૃષ્ટિને પ્રાપ્ત થયેલા સૌમ્ય અને સ્થિર પ્રકાશની મૃદુ આદ્લાદકતા છે, પણ ૧૯૩૧ની સાલ પછીનું ગાંધીજીનુ ગદ્ય તેમનામાં જે આત્મતત્ત્વ પ્રગટ થઈ રહ્યું હતુ. તેની ભવ્યતાના વાચકને અનુભવ કરાવતું નથી. પેાતાના સર્વ ભાવેશને આચરણમાં ગુ. સા. ૨૦
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy