________________
૨૨ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[ચ ૪.
રાખ્યું તેણે જ ગુજરાતને સંપડાવ્યાં બાદશાહનામાનાં બે તથા ખીન્ન છસાત નાટકા, શાકુન્તલ'ના તથા ‘શિક્ષાપત્રી,' ‘વૈષ્ણવી પેડશ ગ્રંથા' તથા પાંચ ઉપનિષદેાના અનુવાદ, મહત્ત્વાકાંક્ષી કૃતિ ‘વિશ્વગીતા,' કુરુક્ષેત્ર'નું મહાકાવ્ય અને હરિસંહિતા'નું એથીય માટા કદનું પુરાણકાવ્ય, ચાર ગ્રંથમાં વિસ્તરતું પિતૃચરિત્ર ‘કવીશ્વર દલપતરામ’, કેટલાક નાના કાવ્યસંગ્રહાની કાવ્યરચના, તેમ જ રાજકીય નવલકથા અને ટૂંકી વાર્તાના પ્રયાગા જેવાં ‘સારથી’ અને ‘પાંખડીએ’ તથા આઠેક વ્યાખ્યાનસંગ્રહા. સાહિત્યસર્જન આ કવિને માટે, જેમ ગાંધીજીને માટે રેટિયા બન્યા હતા તેમ, ઉત્પાદક શ્રમ અને જીવનરસ બની ગયેલ. કવિ ન્હાનાલાલની સ્વેચ્છાસ્વીકૃત નિવૃત્તિ કે શારદ સંન્યાસ ગુજરાતી સાહિત્ય માટે તે! આમ લદાયી નીવડયો છે. રાજકાનિવાસનાં વર્ષા જો આ કવિના ઉલ્લાસકાળ હતા, તેા આ અમદાવાદને નિવૃત્તિનિવાસ એમના જીવનનેા તપસ્યાકાળ બન્યા હતા. ન્હાનાલાલની નિવૃત્તિને નર્મદના શારદા-શરણ અને ગેાવર્ધનરામની સ્વેચ્છાનિવૃત્તિની સાથે જ સરખાવાય તે મુલવાય.
૧૯૨૧થી આરંભાયેલા અમદાવાદ ખાતેના નિવૃત્તિનિવાસનું પચીસમુ વ પૂરું કરી ઈ. સ. ૧૯૪૬ના વર્ષનું ખાતું કૃષ્ણકનૈયાના આગમન-દર્શનના એક ગીતથી ખાલી, તે પછી સાત દિવસની મૂર્છા-માંદગી ભાગવી, નવમી જાન્યુઆરીના રાજ કવિએ પેાતાના ક્ષર દેહ છેાડી દીધા અને પેાતે પેાતાના અક્ષર દેહ અહી મૂકતા ગયા.
સાહિત્યસર્જન : [૧] કવિતા
દલપતરામપુત્રન્હાનાલાલને ઈસુની વીસમી સદીના નવવિ તરીકે રાશન કરતા ૧૯૦૩માં પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ધેટલાંક કાવ્યા'માં પાંચ કાવ્યા અંગ્રેજીમાંથી કરેલા કાવ્યાનુવાદ છે, અને કેટલાંક ‘કલાપી', ‘કાન્ત', ગેાવનરામ અને નરસિંહરાવની કવિતાની અનુકરણ કે અનુરણનના પ્રકારની અસર દેખાડી આપે છે, તેમ છતાં કાવ્યક્ષેત્રે નવી પ્રતિભાના ઉદયની આનંદદાયક ઝાંખી પણ તેણે ગુજરાતને અવસ્ય કરાવી. મુરિત બનેલી આત્મલક્ષિતા અને પત્નીપ્રેમ, કુટુ બ સ્નેહ, પ્રકૃતિસૌંદર્ય, પ્રભુ તથા મૃત્યુના તેમાં કવિ-સંવેદન અને કવનનું વસ્તુ બનેલા વિષયેા ન્હાનાલાલના નજીકના પુરોગામી કવિએ કરતાં એમને બહુ નિરાળા કે અલગ ચેાકાના દેખાડે એવાં ન હતાં, પણ એમનું નિરાળાપણું અને એમની કવિપ્રતિભાના વિશિષ્ટ ચમકાર અવિલ બે પ્રગટ થતાં દેખાયાં એમની કાવ્યખાનીમાં. તત્ત્વમાં કવિતા વાણીની કલા હેાઈ, સર્જકની પ્રતિભાના મૂર્ત આવિષ્કાર તેની ભાષા અને લખાવટની અપૂર્વ તામાં પ્રથમ જોવાય. પ્રત્યેક પ્રતિભાશાળી કવિ