________________
૨૯૬ ]
ગુજરાતી સાહિત્યના ઇતિહાસ
[2. ૪
વિષે આસક્ત પણ હશે” (પૃ. ૩), એમના લગ્નસમયે પિતાજી કયે કયે પ્રસંગે કઈ કઈ જગ્યાએ બેઠા હતા એ બધું મને જેવુ' ને તેવું હજી યાદ છે” (પૃ. ૧૦) એ હકીકત, પિતાના મૃત્યુના “અવળા પ્રસંગ'', જે “ કેમ જાણે મારે...ભાગેચ્છાની શિક્ષા જ ભાગવવાની હેાય નહીં તેવી રીતે મારી જિંદગીમાં...બન્યા’” (પૃ. ૧૦) અને જેની શરમનેા કાળા ડાઘ હું આજ સુધી ઘસી શકયો નથી'' (પૃ. ૧૦), ચારીની કબૂલાત કરતી ગાંધીજીએ આપેલી ચિઠ્ઠી વાંચીને પિતાની આંખમાંથી ટપકેલાં માતાનાં બિંદુ' (પૃ. ૨૮) – ગાંધીજીની કલમે પિતાપુત્ર સખ ધનુ આ, મનાવૈજ્ઞાનિક દષ્ટિને કેવુ. પારદર્શક ચિત્ર આપ્યું છે !
એકાદ વિગત દ્વારા કાઈ પ્રસંગને તાદશ કરી આપવાની કે ટૂંકા સ ંવાદ દ્વારા પાત્રને જીવતું કરી આપવાની ગાંધીજીની શક્તિ વાચકની કલ્પનાને થકવ્યા વિના સતત જાગ્રત રાખે છે. બાપુ બહુ બીમાર છે” સાંભળી બિછાનામાંથી એકદમ કૂદી પડયો’’ (પૃ. ૩૧), ચાર્લ્સ ટાઉનથી સ્ટેન્ડરટન જતાં સિગરામમાં ‘આટલું હું માંડ કહી રહું તેટલામાં તા મારા ઉપર તમાચાના વરસાદ વરસ્યા” (પૃ. ૧૧૫), એશિયાટિક અમલદારાથી અપમાનિત ની “કસાણે મેઢે સાથીઓ આવ્યા' (પૃ. ૨૫૭),–વ્યવહારુ વાણીના સચોટ ઉપયાગ કરવાની ગાંધીજીની શક્તિનાં આવાં અસ`ખ્ય ઉદાહરણ ‘સત્યના પ્રયાગા'માંથી મળશે. એવી જ કળાથી ગાંધીજી ટ્રે કા સંવાદો દ્વારા વ્યક્તિઓનાં ચિત્ર ઉપસાવે છે. મુંબઈમાં એમની સાથે રહેતા
*
શ ધ્યેાતપણુ શાંતીડું, કાદાળી ખટકરમ” વાળા રસેાઇયા રવિશંકરનું વાચકને યાદ રહી જાય એવું એક રમૂજી ચિત્ર છે (પૃ. ૯૩), તા દક્ષિણ આફ્રિકાના પ્રશ્ન અ ંગે મુંબઈમાં સભા ગાઠવી હતી તેમાં ગાંધીજીએ કરવાના ભાષણ વિશે ગાંધી, તમારુ ભાષણ તૈયાર છે કે ?” અને “ત્યારે મુનશી તમારી પાસે ભાષણ લેવા કયારે આવે ?” (પૃ. ૧૭૬-૭), એ પ્રશ્નોમાં ફ઼િાજશા મહેતાનેા સત્તાવાહી અવાજ સ્પષ્ટ સભળાય છે. માંસાહારની નિર્દોષતા ઉપર વ્યાખ્યાન આપતા સ્વામીજીને કસ્તૂરબા સંભળાવે છે: “સ્વામીજી, હવે તમે મારું માથુ ન દુખા તા તમારા પાડ, બાકી વાતા તમે છેકરાના બાપની સાથે પાછળથી કરવી હેાય તે કરજો” (પૃ. ૩૩૦). વાચક જોઈ શકે છે કે નાતાલમાં મળેલી ભેટા પાછી આપવા વિશેની ચર્ચા દરમિયાન ગાંધીજીને “અણિયાળાં” વાગ્માણુ મારનાર (પૃ. ૨૨૧–૨) કસ્તૂરબા જ અહી ખેાલી રહ્યાં છે.
સર્જકતાનું સર્વોત્તમ ફળ — પેાતાનું પાત્ર: પરંતુ ગાંધીજીની સર્જકતાનું સર્વોત્તમ ફળ એમનુ` પેાતાનું પાત્ર છે. ગંભીર નિર્ણયના પ્રસ ંગાએ વિચારગ્રસ્ત મનઃસ્થિતિનાં એમણે આપેલાં ચિત્રો વાચકને એમની અંતરસૃષ્ટિમાં અવારનવાર ડાકિયું કરાવી જાય છે. પ્રિટારિયા જતાં થયેલા અણુધાર્યા અનુભવાને પચાવી,