SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૬] ગાંધીજી * [૨૮૫. ‘નવજીવનના ૫-૬-૧૯૨૪ના અંકમાં “પ્રેમનો અભાવ કે ઊભરો' એ નામના લેખમાં પહેલી વાર એ પુષ્પની મધુરતા અનુભવાય છે. “રામ તો,” ગાંધીજી લખે છે, “મારે ઘેર આવ્યા છે અને એ “રામને હું ભંગીમાં ને બ્રાહ્મણમાં જોઉં છું, તેથી બંનેને વંદન કરું છું.” ૫૬ એક વર્ષ પછી લખેલા “રામનામ મહિમા” લેખમાં પતે પહેલી વાર રામનામને પ્રભાવ અનુભવ્યો હતો એ પ્રસંગનું ગાંધીજીએ ભક્તિભર્યું વર્ણન કર્યું છે. રામનામથી એમનું હૃદય કેવું પ્રફુલ્લિત થઈ ઊઠતું એના કેટલાય ઉલેખ આ પછીનાં ગાંધીજીનાં ગુજરાતી ને અંગ્રેજી લખાણે ને ભાષામાં મળે છે. ગુજરાતી કરતાંય અંગ્રેજીમાં એ ઉલ્લેખો વધુ કવિત્વમય છે.પ૮ સન ૧૯૨૫માં કન્યાકુમારીના સૌંદર્યદર્શનમાંથી ગાંધીજીએ ધર્મભાવનાની પ્રેરણ મેળવી હતી તે પણ રામકથાના સંસ્કારને આભારી હશે અને એ જ સંસ્કારે, કદાચ, ગાંધીજી ત્યાગશીલ સ્ત્રીઓ પ્રત્યે ઊંડી ભક્તિ અનુભવતા અને સ્વૈચ્છિક વૈધવ્યને હિંદુધર્મનો શણગાર માનતા, ત્યાગમૂર્તિપ, અને “ગં.સ્વ. વાસંતીદેવી”૦ એ બે લેખે ગાંધીજીની આ સંસ્કારદષ્ટિનાં ઉત્તમ ઉદાહરણ છે. જોકે ગાંધીજીના હિંદુસંસ્કારમાં અર્વાચીન મૂલ્યો પણ ભળ્યાં છે અને તેથી તેમની સ્ત્રીભક્તિ એમને બળાત્કારે પળાવેલા વૈધવ્યની આકરી ટીકા કરવા પ્રેરે છે. ૬૧ ગાંધીજીની નવપલ્લવિત સર્જકતાનાં સાહિત્યિક દષ્ટિએ ઉત્તમ ફળ આવ્યાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઇતિહાસ” અને “આત્મકથામાં. એ બે કૃતિઓમાં એમણે સત્યાગ્રહના પ્રથમ પ્રયોગની અને એમની સત્યદષ્ટિ તથા અહિંસાભાવનાના વિકાસની કથા આલેખી છે. એ કથાના આલેખનમાં ઇતિહાસકારની સ્વસ્થતા ને તટસ્થતાની સાથે એક મહાન સત્યના દર્શનનો ઉલ્લાસ ભળ્યો છે. વઝવર્થ કહે છે તેમ કાવ્યસર્જનની પ્રેરણા કવિના ઊર્મિવેગોની એના સ્વસ્થ ચિત્તમાં થતી સ્મૃતિમાં – emotion recollected in tranquilityમાં – હેય છે. કાવ્યના એ અર્થમાં ગાંધીજીની બને કૃતિઓ કાવ્ય છે. બાળપણમાં ચોરીની કબૂલાત કરતી ચિઠ્ઠી પિતાના હાથમાં મૂકી હતી તે પ્રસંગે પિતાને થયેલા દુઃખનું વર્ણન કરતાં ગાંધીજી “આત્મકથામાં લખે છે: “હું ચિતારો હોઉં તે એ ચિત્ર આજે સંપૂર્ણતાએ આલેખી શકું"(પૃ. ૨૪). તેમના આ દાવામાં કઈ અતિશયોક્તિ નથી. ભૂતકાળની સ્મૃતિને શબ્દબદ્ધ કરવાની ગાંધીજીમાં અસાધારણ શક્તિ છે એની દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ અને “આત્મકથા' એ બને કૃતિઓ સાક્ષી પૂરે છે. પરંતુ ભારતીય પરંપરામાં દ્રષ્ટા કરતાં દર્શનનું વધારે મહત્વ છે અને એ પરંપરામાં ઘડાયેલા ગાંધીજીના માનસને ભૂતકાળની કથામાં એ કથા માટે, અભિવ્યક્તિના આનંદ માટે, રસ નથી. જે સત્યની એમણે ઝાંખી કરી છે તે
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy