SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૬] ગાંધીજી [૨૮ ગાંધીજી રાલેંટ ઍકટ વિરુદ્ધના રાષ્ટ્રીય આંદોલનના નેતા બની ગયા ત્યારે સત્યાગ્રહના સિદ્ધાંતા અનુસાર પ્રામત કેળવવા તેમણે તા. ૭-૯-૧૯૧૯થી ‘નવજીવન’ અને ૮-૧૦-૧૯૧૯થી ‘ય’ગ ઇન્ડિયા' પેાતાના તંત્રીપદે શરૂ કર્યાં, સાપ્તાહિકાના ઉદ્દેશ માત્ર રાજકીય નહોતા. રાજકીય પ્રશ્નોની ચર્ચા દ્વારા ગાંધીજી પ્રજાને સત્ય ને અહિંસાના સિદ્ધાંતામાં કેળવવા ઇચ્છતા હતા. આ સિદ્ધાંતા માત્ર તર્ક બુદ્ધિના નિર્ણયા નહી' પણ હૃદયના સંસ્કાર હતા, અને તેથી ગાંધીજી અંગ્રેજીમાં સિદ્ધહસ્ત લેખક હાવા છતાં પહેલેથી જ જોઈ શકયા હતા કે અંગ્રેજી કરતાં માતૃભાષા ગુજરાતી દ્વારા તેઓ એ સિદ્ધાન્તા પ્રજા સમક્ષ વધુ સાચા સ્વરૂપમાં મૂકી શકશે. ગુજરાતીમાં લખવાનું પસંદ કરવાનું કારણ સમજાવતાં તેઓ કહે છે: “મારે હિન્દની સેવા કરવી છે તા. હું ઈંગ્રેજી ભાષામાં જ મારા આત્મા કેમ ન રેડ. એવા કાઈ પ્રશ્ન ઉઠાવે તા હું કહેવા ઇચ્છું છું કે જન્મ અને કર્મથી ગુજરાતી હાઈ હું ગુજરાતના જીવનમાં આતાત થઈ જાઉં તા જ હું હિન્દની શુદ્ધ સેવા કરી શકું.” .”૪૯ ગુજરાતી દ્વારા પેાતાના આત્મા રેડવામાં ગાંધીજી એટલા સફળ રહ્યા કે અંગ્રેજી કરતાં ગુજરાતીમાં તેઓ હમેશાં હૃદયના વધુ ઊંડા સ્તરથી ને વાચકની સાથે વધુ આત્મીયભાવથી લખતા જણાય છે, અને રાજકીય ઝંઝાવાતાની વચ્ચે કાઈ કાઈ વાર એમનાં અંગ્રેજી લખાણેામાં પુણ્યપ્રદેાપના આવેગે ઊછળી આવે છે અથવા વ્યગ્રતા કે નિરાશાના સૂર સંભળાય છે ત્યારે ગુજરાતીમાં એમની કલમ ભાગ્યે જ ક્ષુબ્ધ બને છે. આકાર લેતા વિચારાનુ આલેખન લેખક તરીકે ગાંધીજીનું બધું ધ્યાન એમને જે કહેવાનુ હોય છે તેના પર કેન્દ્રિત થયેલુ હાય છે. એટલે સામાન્ય રીતે એમનાં લખાણેામાં આપણે જે જોઈએ છીએ તે એમના પૂરા ઘડાયેલા, બંધાયેલા વિચારા. પરંતુ કેાઈ પ્રસંગ કે દૃશ્યમાંથી વિચારો ઊગતા હેાય અને આકાર લઈ રહ્યા હોય એવા અનુભવેાનું પણ ગાંધીજી વર્ણન કરી શકે છે. ૧૯૧૯ થી ૧૯૨૨ના ગાળાના, ‘પંજાબને પત્ર’ લેખમાળા૫૦, ‘વિચારમય જીવન’૫૧, ‘ગુજરાતીઓનેપર, ‘મધુરી ને પુષ્પાપ, આસામના અનુભવ' લેખમાળા૫૪, પતિત બહેનેાપપ, વગેરે લેખાને આ પ્રકાર ના ગણાવી શકાય. ‘પંજાબને પત્ર’ લેખમાળામાં ગાંધીજીએ જલિયાનવાળા બાગના હત્યાકાંડ પછી તે પજાબની મુસાફરીએ ગયા હતા ત્યાં જનતાએ – વિશેષે સ્ત્રીએએ – એમના પર જે પ્રેમ વરસાવ્યા હતા તેનું ઉત્સાહભર્યું" વર્ણન કર્યું છે અને એ પ્રેમના અનુભવે પ્રેરેલી શુદ્ધ નમ્રતાની લાગણી પ્રગટ કરી છે. વિચારમય જીવન' એક નાનાસરખા નિબંધ બન્યા છે. તેમાં જે ગાડામાં પેાતે મુસાફરી કરી
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy