SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ]. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ ધર્મસંપ્રદાય નહિ “પણ એ બધા ધર્મમાં જે ધર્મ રહ્યો છે તે..” (પૃ. ૩૨). એવા સનાતન ધર્મનું સ્વરૂપ કેવું હોય તેની ગાંધીજીએ ચર્ચા કરી નથી, પણ તેની સ્પષ્ટ ઝાંખી તેમને થઈ ગઈ છે અને તેમાં જ “હિંદ સ્વરાજ'ની પ્રેરણું રહેલી છે. “ધર્મ કેળવણી”ને “નીતિકેળવણીને ગાંધીજીએ પર્યાય શબ્દ તરીકે વાપર્યા છે (પૃ. ૯૩), એટલે એમની દષ્ટિએ ધર્મ એટલે નીતિ. પરંતુ નીતિ એટલે માત્ર સામાજિક આચારનું પાલન નહિ. “સુધારા”ની વ્યાખ્યા કરતાં તેઓ લખે છેઃ “સુધારો એ વતન છે કે જેથી માણસ પિતાની ફરજ બજાવે. ફરજ બજાવવી તે નીતિ પાળવી એ છે. નીતિ પાળવી એ આપણા મનને તથા ઈદ્રિયોને વશ રાખવી એ છે. એમ કરતાં આપણે આપણને ઓળખીએ છીએ” (પૃ. ૫૬). એટલે કે ગાંધીજીની દષ્ટિએ જે પ્રકારના જીવનવ્યવહારથી આત્મજ્ઞાન થાય, માણસને પિતાનામાં રહેલા દૈવી અંશનું જ્ઞાન થાય, તે નીતિ અથવા તેમની કલ્પનાને સાર્વત્રિક, જાગતિક કે સનાતન ધર્મી. “આત્મકથાની પ્રસ્તાવનામાં પણ તેઓ લખે છેઃ “આત્માની દષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ.” ભારતીય સંસ્કૃતિ ઉપર ગાંધીજીને પક્ષપાત છે કારણ તેણે હંમેશાં માનવજીવનના આ આધ્યાત્મિક ધ્યેયને દૃષ્ટિ સમક્ષ રાખ્યું છે, અને “હિંદ સ્વરાજ'માં ગાંધીજીને ઉદ્દેશ પશ્ચિમમાંથી ભૌતિકતાને પવન વાઈ રહ્યો હતે તેને અટકાવી દેશને આ પરંપરાગત જીવનઆદર્શની પુનઃપ્રતિષ્ઠા કરવાને હતે. સાધનશુદ્ધિને આગ્રહ : સાધન-સાધ્યની ચર્ચામાં આ વાત સ્પષ્ટ થઈ જાય છે. આતંકવાદીઓ ટાંછવાયાં ખૂન કરી પહેલાં ત્રાસ ફેલાવવાની અને પછી ગેરીલા લડાઈ ચલાવી અંગ્રેજોને મારી હઠાવવાની ઉમેદ રાખતા. તેમને ઉત્તર આપતાં ગાંધીજી કહે છે: “તમારો વિચાર હિંદની પવિત્ર ભૂમિને રાક્ષસી બનાવવાને લાગે છે” (પૃ. ૬૬). સાધન, ગાંધીજી કહે છે, બીજ છે, સાધ્ય એ વૃક્ષ છે, અને સંતાનને ભજીને ઈશ્વરભજનનું ફળ મેળવવું એ ન બને (પૃ. ૮). એટલે કે હિંસારૂપી બીજમાં આત્મજ્ઞાનનું વૃક્ષ ન ઊગી શકે. “આપણી ઉપર આપણે રાજ્ય ભોગવીએ” – ઉપનિષદના ઉપદેશ પ્રમાણે વિવેકબુદ્ધિરૂપી સારથિ દ્વારા ઇંદ્રિરૂપી ઘેડાને અને મનરૂપી લગામને વશમાં રાખીએ – “તે જ સ્વરાજ છે.” અને તે સ્વરાજ એવું છે કે “તમે ચાખ્યા પછી બીજાને તેને સ્વાદ આપવા તરફ તમારી જિંદગી પર્યત યત્ન કરશે” (પૃ. ૬૧). એવું સ્વરાજ સિદ્ધ કરવું હોય તે અંગ્રેજો સાથેના વ્યવહારમાં પણ ભારતની પ્રજાએ એ આદર્શને અમલ કરવો જોઈએ. એટલે કે અંગ્રેજો સાથે યુદ્ધ કરવાને બદલે તેમની સાથે અસહકાર કરવો, તેમને કહી દેવું: “તમે નહીં આપે તે અમે તમારા અરજદાર નહીં રહીએ. અમે અરજદાર હોઈશું તે તમે બાદશાહ રહેશે. અમે તમારી સાથે
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy