SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૭૩ પ્ર. ૬] ગાંધીજી. ઠરાવની યાદ આપતા લેખનું એમણે શીર્ષક રાખ્યું, “શરા શું કરે ?” અને “પગલાં ભરવા માંડે રે, હવે નવ વાર લગાડો રે” એ નર્મદાશંકરના કાવ્યમાંથી થોડી પંક્તિઓ લેખના મથાળે આપી.૨૨ છેક ૧૯૦૮ના જાન્યુઆરી માસમાં નેતાઓની ધરપકડ શરૂ થઈ અને લડતમાં “હવે રંગ જામ્યો”૨ ૩ ત્યાં સુધીના સાત માસ દરમિયાન “ઈન્ડિયન ઓપિનિયનમાં પ્રસિદ્ધ થયેલા ગાંધીજીના ગુજરાતી લેખો એક કુશળ પત્રકાર ને નિભ ક લોકનેતાની છાપ મૂકી જાય છે. નવા કાયદાની વિગતે સમજ આપતા, અઠવાડિયે અઠવાડિયે પલટાતી પરિસ્થિતિનું સામાન્ય વાચકને રસ પડે એવી પત્રકારત્વની શિલીની પણ શિષ્ટ ભાષામાં વર્ણન કરતા, કામને જરૂરી સૂચનાઓ તથા કવચિત્ ચેતવણી આપતા અને તેને જુસ્સો તથા સ્વમાનભાવના ટકાવી રાખવા વાચકનાં બુદ્ધિ ને હૃદયને સ્પર્શે એવી દલીલ કરતા આ લેખેની બાની વ્યવહારું લેકબોલીની એટલી નજીક છે કે વાચકવર્ગમાં મુસલમાનોની મેટી સંખ્યા હોવાથી એમાં મુસ્લિમ ગુજરાતીની સ્પષ્ટ છાપ પડી છે. વળી લોકબોલીના રૂઢિપ્રયોગોને પણ ગાંધીજી અસરકારક ઉપયોગ કરી જાણે છેઃ કરણી તેવી ભરણી જગવિખ્યાત કહેવત છે. આવો જે કાયદે છે તે કંઈ હિંદી કોમને સારુ બદલાવાને નથી. કડવીના વેલામાં મેગરો થનાર નથી..જ્યાં સૌ સૌનું ફેડી લે છે ત્યાં સૌનું ફૂટી જાય છે.”૨૪ કેઈન તુંબડાથી તરવાનું નથી. પણ આપણું પોતીકા બળ વડે તરવાનું છે. હું ધૂળ ખાઈશ તેથી શું વાંચનાર ખાશે? હું ખાડામાં પડીશ તેથી વાંચનાર તેમાં પડશે ૨૨૫ “.એ કાયદો ઘડીને ગેારા લોકે એમ બતાવવા માગે છે કે એશિયાટિક તે માણસ નથી, હેવાન છે; સ્વતંત્ર નથી, ગુલામ છે; ગરાના સરખા નથી, તેનાથી ઊતરતા છે; તેની ઉપર જે થાય તે સહન કરવા જન્મેલા છે, સામે થવાને હક નથી; મરદ નથી, બાયલા છે...અમને કોઈ પૂછે કે આ બધું કાયદાની કઈ કલમમાં આવ્યું છે તો તે બતાવવું ભારે થઈ પડે. ધંતુરાનાં ફૂલ જોઈને કોઈ બતાવી શકશે નહીં કે તેમાં કઈ જગ્યાએ ઝેર વસેલું છે. તેનું પારખું જેમ ખાધાથી થાય છે તેમ આ કાયદાનું સમજવું. એ કાયદે આખે વાંચનાર તથા સમજનાર મરદ હોય તે તેનાં રૂંવેરૂંવાં ઊભાં થાય જ. તે હિંદીનું પાણી લઈ લે છે અને પાણી વિનાની તલવાર જેમ નકામી થઈ પડે છે તેમ કાયદાની નીચે આવેલ હિંદી માણસજાતમાંથી જાય છે.”૨૬ સાદી ભાષામાં પણ કેટલું બળ હોઈ શકે તેના આ લેખે સચોટ નમૂના છે. ગાંધીજી ભારત પાછા ફર્યા ત્યાર પછીનાં તેમનાં ગુજરાતી લખાણોનું ગદ્ય વધારે પ્રવાહી ને સૂક્ષમ બને છે, પરંતુ દક્ષિણ આફ્રિકાની લડત વેળાના લેખમાં જોવા મળે છે એવું લેકવાણીનું તેજ એમાં નથી. કેટલાક લેખમાં તો ગાંધીજી વાણીની અહિંસાની મર્યાદા પણ વટાવી જતા લાગે છે. કેમના આદેશને અનાદર ગુ. સા. ૧૮
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy