SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ . ૨] ન્હાનાલાલ [ ૧૯ પ્રાર્થનાસમાજ સ્થપાઈ હતી. થેાડાક માસ આઠ-દસેકના Students' Brotherhood ને ટેનિસનનું Akbar's Dream ભણાવ્યું હતું...' '૧૭ રજાઓમાં પાતે ‘કાન્ત’, ત્રિભુવનદાસ ગજ્જર આદિ મિત્રોને ત્યાં જાય, એમને ત્યાં મિત્રો આવે. ૧૯૧૪માં શિંદેની સાથે બ્રહ્મસ'પ્રદાયના પ્રચારાર્થે સૌરાષ્ટ્રનાં મુખ્ય મુખ્ય શહેરામાં ફરી તેમનું વક્તવ્ય ગુજરાતીમાં તેમણે સમજાવ્યું. ૧૯૩૭માં વડાદરામાં ચંદ્રજયંતીમાં પ્રમુખ થઈ આવ્યા; ૧૯૧૮માં ‘કાઠિયાવાડ સેવા સમાજના પ્રથમ પ્રમુખ થયા; રવીન્દ્રનાથ ટાગારને નિમંત્રી તેમની સાથે સૌરાષ્ટ્રના પ્રવાસ કર્યો; ૧૯૧૯માં ઢસા ખાતે તેમની જ પ્રેરણાથી યેાાયેલ કાઠિયાવાડ અંત્યજ પરિષદના પ્રમુખ બન્યા; ૧૯૨૦માં પાલિતાણા ખાતે જૈન સાહિત્ય પરિષદના પ્રમુખ થયા; ૧૯૧૯માં કાઠિયાવાડના દુષ્કાળના વર્ષમાં રાહત-સહાયતા અર્થે` મુ`બઈથી આવેલ સન્નારી મંડળ તથા તેના આગેવાનને પેાતાને ત્યાં મુકામ રખાવી તેમને તેમના પ્રવાસમાં ઉતારા ને વાહનાની સગવડ બધે લખી કરાવી આપી; પહેલી કાઠિયાવાડ રાજકીય પરિષદમાં નેપથ્યમાં રહી માદક બન્યા ઃ આમ સામાજિક સેવાને તે રાજકોટનિવાસ દરમિયાન સારે। સમય આપતા. એમને આતિથ્યપ્રેમ એમનાં પત્નીને પણ ઠીક રાકી રાખતા. એ મેટા પ્રવાસ પણ તેમણે આ વર્ષમાં કરેલા : એક ૧૯૦૯માં સિલેાનના, ખીજો ૧૯૧૪માં કાશ્મીરના. ૧૯૨૦માં શેઠ સુરજી વલ્લભદાસ સાથે ઇંગ્લાંડ જવાનું થતું થતું રહી ગયું. એમને સાફાવાળા ફાટે! એ માટેના પાસપોર્ટને છે. આ બે દાયકાએ આમ બહારથી ન્હાનાલાલને પ્રવૃત્તિરત રાખ્યા તા તેની સાથે સાહિત્યસર્જનમાં પણ પૂરા સક્રિય રાખ્યા, એ ખાસ નેાંધપાત્ર છે. નેકરી-ધંધા તા સ્થૂલ આજીવિકા અથે જ ખપના, બાકી જીવનનેા પ્રધાન આનંદ કે કૃતાર્થતા તે। સાહિત્યસર્જનમાંથી જ મેળવવાના પુણ્ય સંકલ્પ વિદ્યાથીકાળમાં સને ૧૮૯૬માં એમણે કરી લીધેલેા, એવું જ આ પરિણામ. નિત્ય રાતના પાલૢા પ્રહરાનો બ્રાહ્મમુના સમય એમણે પોતાના જીવનકાર્ય ( mission ) જેવી આ નિજાનદી કાવ્યેાપાસના માટે અઘ્યાતિપણે અનામત રાખ્યા હતા. આથી નિષ્ઠાભરી નેાકરી અને ઉત્સાહભરી જાહેર પ્રવૃત્તિઓની સાથેાસાથ તેમનું સાહિત્યસર્જન અજબ સ્ફૂર્તિથી અવિરામ ચાલ્યાં કર્યું. લંકા અને કાશ્મીરના પ્રવાસેા વેળા પણ એને માટે સમય મેળવી લેવા પોતે ચૂકેલા નહિ. એમનું ‘કુલયેાગિની' ક્રાવ્ય લંકામાં અને પ્રેમકથા ઉષા' કાશ્મીરની સહેલગાહમાં વીસ દિવસમાં, એમના કહેવા પ્રમાણે stolen hoursમાં લખાયેલાં. પરિણામે, નાકરીના બે દાયકા દરમિયાન એમની કવિપ્રતિભા અને કાવ્યસિદ્ધિના ગુજરાતને આનદાશ્ચર્યજનક
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy