SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ -ર૬૮ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ 1 ચ. ૪ કેઈમાં રસ ન હોય એવી સ્વસ્થતાથી અને એકાગ્રતાથી તેઓ એ પત્ર લખતા. વ્યક્તિમાત્રમાં રસ લેવાની ગાંધીજીની આ શક્તિ અત્યંત નેધપાત્ર હતી. એમને માટે કોઈ માણસ બુદ્ધિથી સમજવાની કે બૌદ્ધિક વગીકરણના એકઠામાં ગોઠવવાની વસ્તુ નહોતી. દરેક વ્યક્તિ વિશે તેઓ માતા બાળક વિશે અથવા કળાકાર પિતાની કલ્પનામાં આકાર લઈ રહેલા પાત્ર વિશે અનુભવે છે એવો જીવનતત્વના એક અદ્વિતીય (unique) આવિષ્કારને ભાવ અનુભવતા અને હૃદયની સમગ્રતાથી તે વ્યક્તિ પ્રત્યે અભિમુખ બનતા. પ્રેમપ્રેરિત સેવાદીક્ષાને આનંદ: ગાંધીજીની પ્રેમશક્તિ પણ કવિહૃદયની એક બક્ષિસ જેવી હતી. ઈ. ૧૯૧૮ના મે માસમાં મગનલાલ ગાંધીને લખેલા એક પત્રમાં ગાંધીજી પ્રેમની શક્તિનું વર્ણન કરતાં લખે છેઃ “તમારો પ્રેમ ટપકે છેપણ ટીપકે ટીપકે આવતે વરસાદ જેમ વ્યર્થ જાય છે, તેમ ઘણું પ્રેમને વિશે હું જોઉં છું. ધારાબંધ પડતા વરસાદ જ જેમ ખેતરે રસતરબોળ કરે તેમ ધારાબંધ છૂટતો પ્રેમ જ વેરભાવને જીતશે.”૧૧ પ્રેમ વરસાવવાની હૃદયની આવી શિક્તિની કલ્પના ગાંધીજીને કદાચ એમના પિતાના અનુભવમાંથી આવી હશે. માતા પૂતળીબા ઉપર એમને બાળકહદયે એવો પ્રેમ વરસાવ્યો હતો, અને એમની સેવા કરવાની અભિલાષા અતૃપ્ત રહેતાં ગાંધીજીએ એ પ્રેમ ભારતભૂમિને અને ભારતની જનતાને આપ્યો. ગાંધીજીનું સેવાવ્રત તે આ પ્રેમવૃત્તિનું પરિણામ જ હતું. દક્ષિણ આફ્રિકા છોડતાં પહેલાં નાતાલના ખાણમજૂરોની હડતાળ દરમિયાન ગાંધીજી ગરીબ, અશિક્ષિત જનતામાં ઈશ્વરનાં દર્શન કરે છે અને એમની સેવાનું વ્રત લેતાં કહે છે: “હું તે તમારે માટે કામ કરીશ જ. તમારી ગિરમીટ એક માણસ સાથે પાંચ વરસની છે, પણ મારી ગિરમીટ ૩૦ કરેડ માણસ સાથેની જીવનપર્યત છે.'૧૨ પ્રેમપ્રેરિત આ સેવાદીક્ષા ગાંધીજી માટે સૌદર્યાનંદના અનુભવ જેવી બની રહી. અંગ્રેજ કવિ કીટ્રસે લખ્યું છેઃ “A thing of beauty is a joy for ever.” શ્રીનિવાસ શાસ્ત્રી ઉપરના એક પત્રમાં એ પંક્તિને પડઘા પાડતાં ગાંધીજી લખે છે: “Performance of duty I have held always to be a thing of beauty and a joy for ever.”૧૩ યરવડા જેલમાંથી લખેલા એક ગીતા પ્રવચનમાં પણ ગાંધીજી લખે છેઃ “યજ્ઞમય જીવન કળાની પરાકાષ્ઠા છે. તેમાંથી રસનાં નિત્ય નવાં ઝરણું ફૂટે છે. માણસ તે પીતાં થાકતો. નથી. ઝરણાં કદી સુકાતાં નથી.”૧૪ » ગદ્ય : ભાષા: ગાંધીજીનું ગદ્ય આવી કવિચેતનાનું સર્જન છે. એમનાં લખાણોમાં, કાનૂની કે રાજકીય મુસદ્દાઓમાં પણ, વિચારે બુદ્ધિથી પ્રયત્નપૂર્વક
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy