SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ર ]. ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ચ. ૪ સ્મૃતિ એમને રહી ગઈ. આ જ અરસામાં શરૂ થયેલી ખેડાની આનાવારી વિરુદ્ધની લડતથી ગુજરાતના ખેડૂતવર્ગની જાગૃતિને આરંભ થયો, પણ થાકેલાનું સમાધાન સ્વીકારવાની સ્થિતિ આવી તેથી સત્યાગ્રહને અંતે પ્રજાનું તેજ વધ્યું નહીં. આ પછી અહિંસાના પિતાના વિચારે નિશ્ચિત થઈ ચૂક્યા હોવા છતાં સરકાર તરફની વફાદારી દર્શાવવા લશ્કરમાં ભરતીનું કામ ગાંધીજીએ ઉપાડયું ત્યારે પણ પ્રજામાં નિર્ભયતાનું દર્શન થયું નહીં અને ખેડાની જનતાએ સત્યાગ્રહ દરમ્યાન પાળેલી અહિંસા વીરની નહિ પણ કાયરની અહિંસા હતી તેવી પ્રતીતિએ ગાંધીજીને ઘણી વ્યથા ઉપજાવી. ખેડાની પ્રજાએ આપેલો આઘાત શમતાં જ બીજે, તેનાથી પણ વધુ તીવ્ર, આઘાત આવીને ઊભો રહ્યો. ૧૯૧૯ના ફેબ્રુઆરી માસમાં રેલેટ બિલ પ્રસિદ્ધ થયાં તેની વિરુદ્ધ ગાંધીજીએ શરૂ કરેલા આંદોલનના પરિણામે એપ્રિલ માસમાં જલિયાનવાળા બાગ હત્યાકાંડ થે. તેની તપાસ માટે સરકારે નીમેલા હંટર કમિટીના હેવાલે અને તે હેવાલનું સમર્થન કરતી બ્રિટિશ સરકારની નીતિઓ તેમજ ખિલાફતના પ્રશ્ન અંગે મહાયુદ્ધ દરમ્યાન ભારતના મુસલમાનને આપેલા વચનને બ્રિટિશ સરકારે કરેલા અંગે બ્રિટિશ પ્રજાની ન્યાયપ્રિયતા ઉપરની ગાંધીજીની શ્રદ્ધાને મૂળમાંથી ડગાવી દીધી. હવે તેઓ બ્રિટિશ શાસનને દેશની આર્થિક તારાજી અને નૈતિક અધઃપતન માટે જવાબદાર ગણી તેને જેમ બને તેમ વહેલે અંત લાવવા અધીરા બન્યા. ૧૯૨૦માં એમણે અસહકારનું આંદોલન શરૂ કર્યું, અને તુરત તેઓ ભારતની રાષ્ટ્રીય લડતના નેતા બની ગયા. આ આંદોલનમાં ધારાસભાઓ, અદાલતે, સરકારી શાળા-કોલેજો ને પરદેશી કાપડનો બહિષ્કારના કાર્યક્રમની સાથે રાષ્ટ્રીય કેળવણી, હિંદુમુસ્લિમ એકતા, ખાદી પ્રચાર ને અસ્પૃશ્યતાનિવારણને રચનાત્મક કાર્યક્રમ તેમણે આયે. બહિષ્કારને નકારાત્મક કાર્યક્રમ કંઈક અંશે સફળ થયો અને રચનાત્મક કાર્યક્રમમાં ખિલાફતના આંદોલનને કારણે દેખાવ પૂરતી હિંદુમુસ્લિમ એકતા સિદ્ધ થઈ હોય એમ લાગી, પરંતુ ખાદી ને અસ્પૃશ્યતાનિવારણના, આર્થિક ને સામાજિક નવરચનાના પાયાના કાર્યક્રમમાં પ્રજાએ નહીંવત રસ બતાવ્યો. છેવટે ૧૯૨૨માં ચૌરી ચૌરાને હત્યાકાંડથી પ્રજાના હિંસાત્મક મિજાજની પ્રતીતિ થતાં એમણે લડત થંભાવી દીધી અને પિતાની જવાબદારી સ્વીકારી જેલ વહોરી લીધી. અત્યાર સુધી સત્યાગ્રહના પ્રયોગોમાં ક્યારેય સંપૂર્ણ નિષ્ફળ નહીં થયેલા ગાંધીજીને અસહકારની નિષ્ફળતા અસહ્ય થઈ પડી. પણ ધરપકડ પછી એમનું હૃદય શાંત થયું, પિતાની અલ્પતાના ભાને નમ્ર અને મૃદુ બન્યું, અને રામનું
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy