SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૬] ગાંધીજી [૨૫૯ જાહેર કરી દીધી – એ બધા પ્રસંગે પણ ગાંધીજીના આ વ્યક્તિત્વવિકાસની સાક્ષી પૂરે છે. ઈંગ્લેંડનિવાસ દરમ્યાન ગીતા પહેલી વાર વાંચી. એની અમૂલ્યતા પ્રતીત થઈ અને “ધ્યાયત વિષયાન' એ શ્લોકની મન પર ઊંડી અસર પડી. એડવિન આર્નલ્ડનું “બુદ્ધચરિત' અને બાઈબલ પણ વાંચ્યાં. બાઇબલના “નવા કરાર' અને ગિરિપ્રવચનથી મને સંતોષાયું. ત્યાગમાં ધર્મ છે એ વાત અનુકૂળ આવી. થિયોસોફીનું પણ કેટલુંક વાંચ્યું અને હિંદુધર્મ પ્રત્યે આસ્થા પ્રગટી. નાસ્તિક મતને પરિચય કર્યો પણ મનમાં કંઈ ન ઊતર્યું. આમ, આ સમયમાં ગાંધીજીના મનમાં ધર્મોના પરિચયની એક ઝંખના રોપાય છે, જે પછીથી ફલવતી બને છે. અભ્યાસ પૂરો કરીને ગાંધીજી સ્વદેશ પાછા ફર્યા ત્યારે બૅરિસ્ટર તરીકે પોતે સફળ થશે કે કેમ એ વિશે ઊંડી મૂંઝવણ અનુભવી રહ્યા હતા, કદાચ એ કારકિર્દી એમના હૃદયને આકર્ષતી જ નહતી. વકીલાતમાં એ સફળ ન થયા. લંડનવાસ દરમ્યાન એમનામાં જે સ્વમાનભાવના કેળવાઈ હતી તેનું રક્ષણ કરી શકાય એવું વાતાવરણ તેમણે રાજકેટ કે મુંબઈ શહેરોમાં અનુભવ્યું નહીં અને વકીલાત માટે જરૂરી આત્મશ્રદ્ધા પણ આવી નહીં. આ કારણે જ એક કેસમાં મદદ કરવા માટે દક્ષિણ આફ્રિકા જવાનું નિમંત્રણ આવ્યું તે તેમણે બહુ વિચાર કર્યા વિના સ્વીકારી લીધું. ગાંધીજી બૅરિસ્ટર તરીકે સફળ થયા હતા તે પણ એવી લૌકિક સફળતાથી એમનું અંતર સંતુષ્ટ થયું હોત એ અસંભવ જણાય છે. કેમકે એમના હૃદયમાં કાઈ ઊંડી ત્યાગની, આત્મસમર્પણ ને સેવાની ભાવના ફુરી ચૂકી હતી. પિતાની સેવા નિર્મળ રહી શકી નહોતી અને માતાની સેવા કરવાની અભિલાષા એના મૃત્યુથી અતૃપ્ત રહી હતી. હદયની એ અતૃપ્ત રહેલી ઝંખના સ્વદેશસેવાનું રૂપ લઈ રહી હતી. આ તક ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં અણધારી રીતે મળી ગઈ. ત્યાં પહોંચ્યા પછી એકાદ અઠવાડિયામાં જ નાતાલની રાજધાની પીટરમેરિત્સબર્ગ સ્ટેશને ગાંધીજીનું અપમાન થયું તે પ્રસંગે એમનાં સ્વમાનભાવના અને સ્વદેશપ્રેમને ઉત્તજી તેમને હિંદી કેમ વતી ગોરાઓના રંગદ્વેષને સામને કરવા કૃતસંકલ્પ કર્યા : “એ ઊંડે રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરે. તેમ કરતાં જાત ઉપર દુઃખ આવી પડે તે બધાં સહન કરવાં”, “આત્મકથા'માં તેઓ લખે છે (પૃ. ૧૧૩). આ નિર્ણય સાથે ગાંધીજીને પોતાના જીવનકાર્યને સ્પષ્ટ બંધ થઈ ગયા અને એમના સ્વભાવનું શરમાળપણું ચમત્કારી રીતે અદશ્ય થઈ ગયું. પ્રિટોરિયાના હિંદીઓ સમક્ષ કામની સ્થિતિ સમજાવતું જિંદગીનું પહેલું ભાષણ એમણે અસરકારક રીતે અને આત્મશ્રદ્ધાથી કર્યું. ઈતિહાસના એક
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy