SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૫] અન્ય ગદ્યલેખકે-૧ [ ર૫૩. મૂંઝવણમાં મૂકતી એમ કહેવાય છે. “કવિતાકલાપ' (૧૯૧૮) એમને કાવ્યસંગ્રહ છે. એમાંનાં ગીતે બેધાત્મક છે. કેટલાક સંવાદ' (૧૯૧૯), ‘જંજીરને ઝણકારે (૧૯૨૬) “તાતી તલવારે (૧૯૨૯) એમની અન્ય પ્રકાશિત કૃતિઓ છે. સ્મૃતિસંવેદન' (૧૯૫૪) નામની એમની આત્મકથા પણ પ્રગટ થઈ છે. અંબાલાલ પંડિતઃ વર્ષો સુધી કલકત્તામાં હિંદી ઉર્દૂ તખ્તા સાથે સંકળાઈ તેમણે કલકત્તાના હિંદી તખ્તા પર સારી એવી અસર ટકાવી રાખી હતી, અને ગુજરાતમાં વારંવાર આવીને “આર્યનૈતિક નાટક સમાજદ્વારા ગીતો અને. કાવ્યની રચના તથા ડાંક મૌલિક નાટકો પણ તેમણે આપ્યાં. “હસ્તમેળાપ, “અનીતિ કે નીતિ', “વરકન્યા' તેમનાં પ્રખ્યાત ગુજરાતી નાટકે છે. તેમના વિષય ખાસ કરીને સામાજિક રૂઢિઓ અને કુરિવાજો વિશે છે. અને તેમાંથી પરિણમતી. કરુણ ઘટનાઓ વિશે તેઓ આલેખન કરે છે. પરમાણુદ મણિશંકર ત્રાપજકર (ઈ. ૧૯૦૨): ભાવનગર પાસેના ત્રાપજ ગામના વતની. પુરુષાર્થ કરીને અને રંગભૂમિના કપરા દિવસોમાં આગળ આવી ખ્યાતનામ નાટ્યકાર બન્યા. તેમનાં નાટકોમાં અન્ય નાટયકારોથી અલગ પડી આવે તેવું એક તત્વ હતું તે રાષ્ટ્રીય ભાવનાનું, અને ગાંધીજી દ્વારા ચાલતી રાષ્ટ્રીય ભાવનાના સમર્થનનું. સમકાલીન પરિસ્થિતિમાં તેમણે જે જે વિષયે પસંદ કર્યા તેમાં ઐતિહાસિક વિષયોમાં પણ તેમણે રાષ્ટ્રીય નજર સ્પષ્ટ રીતે વ્યક્ત કરી છે. દેશદાઝ, પરદેશીના આક્રમણ સામે રાષ્ટ્રનું રક્ષણ, રાજાને સુનીતિને ધર્મ, સાહસની શક્તિ વગેરે તેમનાં પાત્રમાં તરવરતાં. સામાજિક નાટકમાં સ્ત્રીને પ્રશ્નોને આગવું સ્થાન આપતા. એતિહાસિક નાટકમાં અમરસિંહ, રાઠેડી, “રણગર્જના', “સમ્રાટ હર્ષ, “જય ચિત્તોડ', “અમર હાક’, વીર જગડુશા', અનારકલી', “સોરઠને સિંહ' “વીરહાક”, “મહારાજ મુંજ', વીર અભિમન્યુ” બાજીરાવ પેશ્વા” “જીલો મહારાજ' વગેરે ઘણું પ્રખ્યાતિ પામેલાં નાટકે છે. અને તેમનાં સામાજિક નાટકમાં સુખી કે દુખી', “વીરપસલી, પરભવની પ્રીત', પડી પટોળે ભાત', “ગરવી ગુજરાત”, “અધૂરાં લગ્ન વગેરે આકર્ષક સામાજિક નાટકે. હતાં. પોરાણિક નાટકમાં “ભક્ત પ્રહૂલાદે, “મહાત્મા ભીષ્મ' વગેરે હતાં. ત્રાપજકરના. નાટકમાં હાસ્યનું તત્ત્વ ઘણું ગૌણ રહેતું. પરંતુ તેમનાં ગીતે આકર્ષક ગણાતાં. આતમવાણી” જેવી કેટલીક કાવ્યકૃતિઓ પણ એમણે આપી છે. કેશવલાલ અધ્યાપકઃ “સંગીત લીલાવતી' નામના નાટકના લેખક એક સારી એવી નાટકમંડળીના સંચાલક તરીકે વધારે જાણીતા થયેલા. “સંગીત લીલાવતી'માં અંગ્રેજી એપેરાની સ્પષ્ટ અસર વરતાય છે, અને આખું નાટક
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy