SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૫] અન્ય ગદ્યલેખકે-૧ [૨૩૭ રાંદેરી, પ્રવાસગ્રંથો આપનાર સુલેમાન લેધિયા, શબ્દકેશ આપનાર મુહમ્મદ કાઝિમ, શરીફ સાલેહ મુહમ્મદ, અબ્દુલ સતારખાન પઠાણ, ગુલામ રસૂલ શયખ, મુહમ્મદ કાસિમ, મુહમ્મદહુસેન બલસારવી નાનજીઆણું વગેરેએ ગુજરાતી. ભાષાની સેવા કરી છે. ઈસ્લામી ધર્મ-તત્વજ્ઞાન તથા અન્ય ધર્મોની ચર્ચાવિષયક ૪૦૦ ઉપરાંત કૃતિઓ, ૭૫ ઉપરાંત ચરિત્રો, ૬૫ જેટલા કાવ્યસંગ્રહો, અમીરમિયાં હ. ફારૂકીના ફારસી-અરબી શબ્દકોષના બે ભાગ, નિઝામુદ્દીન – રુદ્દીનના ઉદ્ગમિશ્ર ગુજરાતી કાશ અને અનેક બાલે પગી, રાજ્યપદ્ધતિકાયદે તથા સંગીત, લલિત કલાનાં અને નવલકથાનાટક-ઈતિહાસ-સફરનામા વિશેનાં ૯૨ જેટલાં પુસ્તક, હાસ્યલેખો નિબંધો એમણે આપ્યા છે, અને માસિક, સાપ્તાહિકે, વર્તમાનપત્રો પણ એમણે ચલાવ્યાં છે. પ્રકીર્ણ : આ સિવાય ગુજરાતના અનેક વિદ્યોપાસકોએ પિતાની વિવિધ પ્રવૃત્તિઓ અને શબ્દોપાસના દ્વારા ગુજરાતી ભાષા-સાહિત્યની સેવા કરી છે. દુર્લભ શ્યામ ધ્રુવ, “નીતિવિચાર', “સત્ય”, “જનસ્વભાવ” (૧૮૭૯), “વિવાહસંસ્કાર', વૈદિક કાલનું ભારતીય યુદ્ધ અથવા વાશરાદિ વિગ્રહ' (૧૯૨૦), “મેવાડના ગુહિલો' (૧૯૨૮) વગેરે વિવિધ વિષયોનાં અભ્યાસયુક્ત પ્રકાશનેના લેખક માન. શંકર પીતાંબરદાસ મહેતા (૧૮૬૩), ૫૬ ભાગમાં દુઃખને વિસામો' (૧૯૧૪-- ૨૨), કેટલાંક ચરિત્ર, નાટયકૃતિ, પારસી અટક-નામ વગેરેના લેખક સોરાબજી મં. દેશાઈ (૧૮૬૫), સસ્તા ભાવે ઉત્તમ પુસ્તક આપવાની યોજના અને એ માટેની “સસ્તું સાહિત્યની સમૃદ્ધ સંસ્થા સ્થાપી, વિવિધ પ્રકારની ગ્રંથમાળાઓ દ્વારા લેકઘડતરનું નોંધપાત્ર કાર્ય કરનાર, પ્રેરક જીવનચરિત્રો, આપણી પ્રાચીનમધ્યકાલીન કૃતિઓના સંચય અને જીવનલક્ષી સાહિત્યના પ્રકાશન દ્વારા ગુજરાતનું ઘડતર કરનાર ભિક્ષુ અખંડાનંદ (૧૮૭૪-૧૯૪૨), વીરરસના નિર્વહણ માટે રામ” છંદની રચના કરનાર, પરશુરામ વિજય' (૧૯૨૩) નાટક, “શિવાજી ને અફઝલખાનનું યુદ્ધ' (૧૯૧૧) અને વાલ્મીકિ રામાયણના “બાલકાંડ' (૧૯૧૬)ના અનુવાદથી જાણીતા થયેલા મનહરરામ હરિહરરામ મહેતા (૧૮૭૭-૧૯૫૦), છેલ્લી ત્રણચાર પેઢીઓનાં ચિત્રો, રેખાંકનો અને પ્રસંગનિરૂપણે સમાજદર્પણ(૧૯૬૪)માં અને “આત્મકથા' (૧૯૭૧) આપનાર સુમન્ત મહેતા (૧૮૭૭), બોધક સાહિત્યના લેખક મગનલાલ શં. પટેલ (૧૮૭૮), વૈદક-આરોગ્યનાં પુસ્તકે, ટેસ્ટયની કૃતિ “પાપની દશાને અનુવાદ તેમજ “કલાને ચરણે” તથા “સાહિત્યને ચરણે નામના લેખસંગ્રહો આપનાર અમદાવાદના સંસ્કાર-સેવક હરિપ્રસાદ 9.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy