SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ 31.4] અન્ય ગદ્યલેખકો-૧ [ ૨૩૫ જોડણી, ભાષા, ચરિત્ર-વિષયમાં પણ પ્રદાન કરનાર ભરતરામ ભા. મહેતા (૧૮૯૪), ‘અંબડચરિત્ર', ‘પ’ચાખ્યાન'ના અનુવાદસપાદન દ્વારા અને ગુજરાતી-હિંદીઅંગ્રેજીમાં અનેક લેખા દ્વારા સાહિત્યસેવા કરનાર જન વિદુષી ચાલેટિ ક્રીઝે ઉ સુભદ્રાદેવી (૧૮૯૫), ‘જૈન ચિત્ર કપદ્રુમ’ના સંપાદક સારાભાઈ નવાબ (૧૯૦૭), આનંદકાવ્યમહેાદધિ’ (ભા. ૧થી ૮; ૧૯૧૩થી ૧૯૨૭ દરમ્યાન)ના સંપાદક જીવણચંદ સાકરચંદ ઝવેરી, ‘જૈન ગુર્જર કવિએ’ના ચાર ગ્રંથા (૧૯૨૬–૪૪)ના સંગ્રાહક-સંપ્રયાજક મેાહનલાલ દલીચંદ મહેતા, ‘જૈન કાવ્યસંગ્રહ’(૧૮૭૬)નું પ્રકાશન કરનાર કીકાભાઈ પરભુદાસ વગેરેનુ' અપ`ણ ઉલ્લેખપાત્ર છે. અનુવાદ : બંગાળી, પ્રાકૃત, અંગ્રેજી-જર્માંનીમાંથી અનુવાદે। આપનાર નરસિંહભાઈ ઈ. પટેલ (૧૮૭૪), સ ંસ્કૃત ઋગ્વેદસહિતા અને ઉપનિષદોના અનુવાદ આપનાર મેાતીલાલ ૨. ઘેાડા (૧૮૭૫), ગીતા, મનુસ્મૃતિના અનુવાદો, એરેબિયન નાઇટ્સ'નું ભાષાંતર અને ‘ગુજરાતી' પત્ર અને ‘ગુજરાતી પ્રેસ' દ્વારા સાહિત્ય અને મુદ્રણક્ષેત્રે ઉલ્લેખપાત્ર ફાળા આપનાર મણિલાલ ઇચ્છારામ દેસાઈ (૧૮૮૦); રમણીકરાય અ. મહેતા (૧૮૮૧), રંગીલદાસ સુતરિયા (૧૮૮૧), પાલિ-સ`સ્કૃતની કૃતિએ તેમ જ કૃષ્ણમૂર્તિનાં વ્યાખ્યાનાને ‘જીવનસ દેશ’માં સુલભ કરી આપનાર મણિલાલ ન. દોશી (૧૮૮૨), ધર્મના જય', ‘વિકૃત બુદ્ધિના વિવાહ’ના અનુવાદે, ‘ગુજરાતી શબ્દાર્થ ચિંતામણિ’ કાશ (૧૯૨૬), ‘સંવાદમાલા’ (સંપાદન) જેવી કૃતિએ આપનાર જીવનલાલ અમરશી મહેતા (૧૮૮૩), બેઈનનાં પુસ્તકાના ‘અનંગભસ્મ’ (૧૯૧૬) અને ‘નીલનેની' (૧૯૧૭) તેમ જ ટોલ્સ્ટોયના પુસ્તકના ‘જીવનસિદ્ધિ’ અનુવાદ આપનાર સાકરલાલ અ. દવે (૧૮૮૬), કીથકૃત સંસ્કૃત નાટ’કને। અનુવાદ આપનાર ન`દાશ ંકર ભેા. પુરહિત (૧૮૮૭), ‘મારી વીસ વાર્તા' અને અન્ય અનુવાદકૃતિએ આપનાર કેશવલાલ છે. દેસાઈ (૧૮૮૮), અનુવાદ અને બાલસાહિત્યમાં અપણુ કરનાર નટવરલાલ વીમાવાળા, ‘નાગાનંદ” આદિ નાટકાના અનુવાદક અને જૂની રંગભૂમિના અભ્યાસી રમણીકલાલ જ. દલાલ (૧૯૦૧) અને અંગ્રેજી-સંસ્કૃતમાંથી અનુવાદ આપનાર પ્રસન્નવદન દીક્ષિત (૧૯૦૬) વગેરે લેખકાએ અનુવાદક્ષેત્રે કાર્ય કર્યું છે. h મુસ્લિમ લેખકેાનુ... પ્રદાન : મુસલમાન લેખકાએ પણ ગુજરાતી ભાષાની ધ્યાનપાત્ર સેવા કરી છે; અનેક પીરેાએ ધાર્મિક સાહિત્ય તૈયાર કર્યું" હતું. પીર હજરત સૈયદ પીર મશાયખ કાસિમશાહ(હીજરી સ. ૧૦૬૦)એ ગુજરાતી લિપિ અને ઉર્દૂ -ગુજરાતી મિશ્ર ભાષામાં તેર જેટલાં પુસ્તકે અઢી સદી પહેલાં પ્રગટ કર્યાં હતાં, કવિતા, નાટક, નવલકથા, જીવનચરિત્ર,
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy