SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય ગદ્યલેખકો-૧ [ ૨૨૭ માહનલાલ પાવ તીશંકર દવે (૧૮૮૩–૧૯૭૫)ઃ માહનલાલ પાવ તીશંકર હવે પ ંડિતયુગના પ્રતિનિધિ હતા અને જીવનકાળ ગાંધીયુગ અને સ્વાતંત્ર્યાત્તર કાળ સુધી લંબાયા પરંતુ એ બંને યુગના સાહિત્યપ્રવાહમાં તેમણે ખાસ કશું અણુ કર્યું... નથી. તેઓ સ ંસ્કૃતના વિદ્વાન અધ્યાપક હતા. પ્રાચીન સંસ્કૃત સાહિત્યના અને પશ્ચિમના સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના તેઓ અભ્યાસી હતા. પશ્ચિમની કલાલક્ષી અને જીવનલક્ષી વિવેચનપદ્ધતિને સમન્વય એમની વિવેચનામાં થયેા હતા પરંતુ એમનું લક્ષ સાહિત્યના આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે દર્શાવવાનું રહ્યું. ગદ્યશૈલીની પ્રવાહિતા અને રસિકતા એમના વિવેચનને આસ્વાદ્ય બનાવે છે. ‘કાવ્યકળા' (૧૯૩૮) અને સાહિત્યકલા'ના એમના લેખા સાહિત્યતત્ત્વની મૂળભૂત સમજ સરળતાથી આપે છે. પંડિતયુગમાં યુરોપ તથા અમેરિકાના સારસ્વતપ્રવાહને અનુવાદ કે લેખા દ્વારા પરિચય કરાવવામાં આવતા હતા. લેન્ડારના કાલ્પનિક સંવાદો, ભાગ ૧, ભાગ ૨ (૧૯૧૧, ૧૯૧૨) દ્વારા મેાહનલાલ દવેએ એ કાર્ય કર્યું; એને ઉપેદ્ઘાત કૃતિના વિચારતત્ત્વને વિસ્તારથી અને સરળતાથી સમજાવે છે. મૅકડાનેલ કૃત સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ’ (૧૯૨૪)નું તેમણે શ્રમપૂર્વક ભાષાંતર કર્યું". ‘મહાભારતની સમાલાચના' (૧૯૧૩) તેમની વિવેચનસૂઝ અને અભ્યાસવૃત્તિના પરિણામરૂપ છે. ‘હાસ્યરસ’, ગ્રંથાવલોકન કલા' વગેરે લેખામાં એમની માર્મિક રસિકતા પ્રગટ થઈ છે. ‘સાહિત્યકલા' અને ‘કાવ્યકળાનાં પુસ્તકા આજે ભુલાઈ ગયાં છે પરંતુ વિદ્વત્તા અને રસિકતાનેા એમાં સરસ સમન્વય થયા છે. સાહિત્યતત્ત્વના જિજ્ઞાસુઓને સરળતાથી વિષયપ્રવેશ કરાવે એવા એ ગ્રંથા છે. એમણે કેટલાંક કાવ્યેા પણુ પ્રગટ કર્યાં છે. (ભૂ.) પ્ર. ૫] . ચદ્રશંકર ન દાશંકર પ‘ડયા (૧૮૮૪-૧૯૩૭) : ચંદ્રશંકર ન. પંડવા નિડયાદના નાગર અને પંડિતયુગના સાક્ષરોના મિત્ર, પ્રશંસક અને પ્રચારક હાવાથી સાહિત્યપ્રવૃત્તિમાં સક્રિય બન્યા હતા. એમનું વક્તૃત્વ છટાદાર અને પ્રભાવશાળી હતું. ગેાવનરામ, મનઃસુખરામ વગેરે સાક્ષરોના નિકટના સંપર્કમાં તેઓ આવ્યા હતા. એ કારણે સાહિત્યરચના તરફ એ વળ્યા. તેમણે નિબધા અને કાવ્યની રચના કરી હતી પરંતુ વક્તા તરીકે એમની સફળતા અને ખ્યાતિ એટલાં બધાં વધ્યાં એમની કવિ તરીકેની પ્રવ્રુત્તિ વ્યાપક બની શકી નહિ. સામયિક પત્રામાં પ્રસિદ્ધ થયેલા લેખાને સંગ્રહ બહુ પાછળથી થયા પરંતુ તે પહેલાં ‘સ્નેહાંકુર' (૧૯૧૫), ‘પાંચ પ્રેમકથાઓ' (૧૯૧૬), ‘પૉંડિત ગુરુદત્ત વિદ્યાથી'નું જીવનચરિત્ર’ (૧૯૧૭) અને ‘કાવ્યકુસુમાંજલિ’ (૧૯૭૦) એટલી કૃતિઓ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy