SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ રર૦ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ ચં. ૪ છે. “રેખાચિત્રો અને બીજા લેખો' (૧૯૨૫) તથા કુમારદેવી' (૧૯૨૯) એ ગુજરાતી સાહિત્યને એમનાં અપણે છે. “જીવનની વાટેથી'(૧૯૭૭)માં એમની વાર્તાઓ અને નાટિકાઓ અને “સંચય' (૧૯૭૫)માં એમના લેખો સંઘરાયા છે. જીવનના વિવિધ ક્ષેત્રોમાંથી પસંદ કરેલી વ્યક્તિઓનાં એમણે સધન શૈલીમાં સુંદર રેખાચિત્રો આપ્યાં છે. એમનાં આ રેખાચિત્રો ગુજરાતીના રેખાચિત્ર-સાહિત્યમાં સીમાસ્તંભ સમાં છે. સંક્ષિપ્ત વાક્યોવાળી એમની કાવ્યમય શૈલી એમનાં રેખાચિત્રોને સર્જનાત્મક સાહિત્યના સ્તરે પહોંચાડે છે. એમણે રેખાચિત્રો અને બીજા લેખો'માં કેટલાક વિનોદપ્રધાન શૈલીએ લખાયેલા નિબંધો પણ આપ્યા છે. આ નિબંધ એની સરસતાને લીધે ચટસાધક બની શક્યા છે. એમનું સ્મૃતિમંત ગદ્ય આ પ્રકારના નિબંધમાં સવિશેષ આસ્વાદ્ય બની શક્યું છે. આ રીતે તે આપણા . નિબંધકારોમાં પણ ગણનાપાત્ર નિબંધલેખિકા ઠરે છે. (ધી.) વિમળાગૌરી મ. સેતલવાડ (૧૮૯૩)એ પ્રસિદ્ધ કૃતિ “અંકલ ટમ્સ કેબિનીને ગુલામગીરીને વિજય' (૧૯૧૮) નામે અને ઑટની કૃતિને “આઈવેન્હો–૧, ૨ (૧૯૨૬-૨૭) નામે અનુવાદ પ્રગટ કર્યો હતો. અન્ય લેખકે (નિબંધ, વિવેચન, સંશોધન-સંપાદન આદિ) અમૃતલાલ સુંદરજી પઢિયાર (૧૮૭૦-૧૯૧૯) : સાહિત્યસર્જન કે અભ્યાસપરાયણ નિબંધને બદલે અમૃતલાલ પઢિયારનું લેખનકાર્ય જુદું પડી આવે છે. સાદા સાત્વિક ધર્માચરણ તરફ એમનું જીવન અને લેખન વળેલાં છે. સંત-સાધુ તરીકેના તેમના વ્યક્તિત્વને સૌરાષ્ટ્રને સાધુ' કાવ્યમાં ન્હાનાલાલે પરિચય આપ્યો છે. તત્ત્વજ્ઞાન અને આધ્યાત્મિકતાને બદલે પરિચિત ધર્મની ભૂમિકા લઈ જીવનશુદ્ધિ તરફ જનસમાજને લઈ જવાનો આગ્રહ એમનો પુસ્તકમાં જણાય છે. “સરસ્વતીચન્દ્ર” કે “ગુલાબસિંહ' જેવી ભારેખમ નવલકથાઓ કે વેદાત કે તત્વજ્ઞાનના કઠિન ગ્રંથોનું વાચન નહિ કરી શકનારા વાચકને ધર્મતત્વજ્ઞાનથી પરિચિત કરતા એમના ગ્રંથોએ અલ્પશિક્ષિતોને સારી સામગ્રી આપી. ‘નવા યુગની વાતો દ્વારા ઉચ્ચ વર્ગમાં પ્રવેશેલાં જુગાર જેવાં દૂષણે ખુલેલાં કરી તેનાં અનિષ્ટથી તેઓ પ્રજાને ચેતવે છે. “સ્વર્ગોના એમના ગ્રંથે વિચારોની પરિચિતતા તથા શૈલીની સરળતા, સુંદરતા અને સ્વાભાવિકતાથી લોકપ્રિય થયા. “સંસારમાં સ્વર્ગ (૧૯૦૨) “વર્ગની કૂંચી' (૧૯૦૩), “સ્વર્ગનો ખજાનો' (૧૯૦૮), “સાચું સ્વર્ગ (૧૯૦૯), “સ્વર્ગની સીડી' (૧૯૦૯), “સ્વર્ગની સડક' (૧૯૧૪) એવા “સ્વર્ગોનાં પંદરેક પુસ્તકે તેમણે રચ્યાં. એ ઉપરાંત “આ વિધવા” (૧૮૯૧) અને “નસીબ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy