SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧૮] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ ચં. ૪ બક્ષી (૧૮૮૬–૧૯૬૬), ગૌરીશંકર ઓઝાનું જીવનચરિત્ર આપનાર અને બાળકે માટેની વાર્તાઓ અને અન્ય લેખ લખનાર કૌશિકરામ વિ. મહેતા (૧૮૭૪), સ્વામી વિવેકાનંદનાં ચરિત્ર આપનાર નાજુકલાલ ચોક્સી (૧૮૯૧) અને રામપ્રસાદ દેસાઈ, “આત્મકથાનક'ના લેખક, “કુમાર”ના આદ્યતંત્રી અને કલાકારની સંસ્કારયાત્રા”ની પ્રવાસકૃતિ આપનાર રવિશંકર મ. રાવળ (૧૮૯૨), “જયાકુંવર' (૧૮૯૬) ચરિત્રને લેખક પ્રભુલાલ વૈદ્ય, એડિસનનું જીવનવૃત્તાંત આપનાર રેવાશંકર સોમપુરા (૧૮૯૫), “આપવીતી' આત્મકથાના લેખક અને ‘તવારીખની તેજછાયા'ને અનુવાદ આપનાર વેણીલાલ છે, બૂચ (૧૮૮૯-૧૯૪૪), શ્રી આદ્ય શંકરાચાર્યની જીવનકથા આપનાર પુરુષોત્તમ શિ. ભટ્ટ (૧૮૯૮), દયારામની જીવનકથા આપનાર ત્રિભુવનદાસ જ, શેઠ (૧૯૯૯), “દેશબંધુનું ચરિત્ર આપનાર જયન્તકુમાર મ. ભટ્ટ (૧૯૦૨), “બુદ્ધચરિત્ર'ના લેખક મણિલાલ દોશી, પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું જીવનચરિત્ર (૧૯૧૧) ઉપરાંત બંગાળી લેખકેની ટૂંકી વાર્તાઓ, ‘ભારતના સંતપુરુષે’, ‘ભારતનાં સ્ત્રીરને (ત્રણ ભાગ ૧૯૧૧-૧૩), ‘આદર્શ દષ્ટાંતમાળા' (બે ભાગ ૧૯૨૫–૨૮) વગેરેના લેખક શિવપ્રસાદ દ. પંડિત, વડોદરામાં ચાલીસ વર્ષના લેખક ગોવિંદભાઈ દેસાઈ, “મારી જીવન સ્મૃતિ' તથા નેધથી આપનાર કનુબહેન દવે, રાનડેનું ચરિત્ર લખનાર સૂર્યરામ દેવાશ્રયી વગેરેનું પણ આપણું ચરિત્ર-સાહિત્યમાં અર્પણ છે. સ્ત્રી-લેખકે વિદ્યાગૌરી રમણભાઈ નીલકંઠ (૧૮૭૬-૧૯૫૮) : હાસ્યરસના નિબંધ સાહિત્યમાં, રમણભાઈ નીલકંઠ સાથે ‘હાસ્યમંદિર'માં નર્મમર્મયુક્ત કેટલાક હળવા નિબંધો આપનાર ઉલ્લેખપાત્ર લેખિકા વિદ્યાગૌરીને જન્મ અમદાવાદમાં વડનગરા. નાગર ગૃહસ્થ પરિવારમાં ૧૮૭૬ના જૂનની પહેલી તારીખે થયે હતો. પ્રાથમિકમાધ્યમિક-ઉચ્ચ શિક્ષણ એમણે અમદાવાદમાં લીધું હતું અને બી.એ. થઈ ગુજરાતમાં પ્રથમ સ્ત્રી-સ્નાતક બન્યાં હતાં. ૧૮૮૯માં સાક્ષર રમણભાઈ નીલકંઠ સાથે તેમનું લગ્ન થયું હતું. તેઓ ૧૯૨૮થી પિતાના મૃત્યુ સુધી ગુજરાત, વિદ્યાસભાનાં મંત્રી રહ્યાં હતાં. વડોદરા ખાતે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૫મા સંમેલનનાં તેઓ પ્રમુખ વરાયાં હતાં. ૧૯૪૭થી નિધનપર્યત એમણે ગુજરાત સાહિત્ય સભાનાં પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી હતી. આ ઉપરાંત પ્રાર્થનાસમાજ અને અનાથાશ્રમમાં પણ તેઓ સક્રિય હતાં. ગુજરાતી સ્ત્રીઉન્નતિની પ્રવૃત્તિમાં એમનો હિસ્સો નોંધપાત્ર છે. સાહિત્યમાં એમણે રોજબરોજના. પ્રસંગમાંથી હાસ્ય નિષ્પન્ન કરતા, ક્યારેક નિર્દોષ કટાક્ષનો આશ્રય લઈ, હળવા.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy