SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [, ૪ ૧૯૧૯માં તેએ ખી.એ. થયા હતા. એમના રસના વિષયા સમાજશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન અને ચિત્ત-માનસશાસ્ત્ર. એમની આ રસિક પ્રવ્રુત્તિને પેાષવા એમણે ‘મિજલસે ફિલસુફાન' નામક નાનકડી સંસ્થાની સ્થાપના પણ કરી હતી. કવિવર ટાગોરના ભાવનાપ્રધાન સાહિત્યસેવનની અસર નીચે એમણે રચેલુ ૧૫ પ્રવેશનુ સ...કુલ નાટક ‘અનેતા’ ૧૯૨૪માં પ્રકટ થયું હતું. આ ઉપરાંત એમનાં અગ્રંથસ્થ લઘુ નાટકા ‘હિમકાન્ત', ‘અનુપમ અને ગૌરી’, ‘રૂદ્ર અને રંજના', ‘દીપક' તથા ‘વિમળ અને જયાતિ' રા. વિ. પાઠકના ‘પ્રસ્થાન' માસિકમાં પ્રકટ થયાં હતાં ત્યારે એમની શિષ્ટ ભાષાશૈલી અને પરિષ્કૃત સવાદોથી એ નાટકાએ થાડું આકર્ષણુ જમાવ્યું હતું. એમનાં નાટકામાં દૃશ્યબાહુલ્ય અને કથાવસ્તુની સંકુલતા રસવિઘ્ન ઊભાં કરે છે. ક્રિયાવેગની મંદતા અને પ્રસંગગૂ ંથણીનું શૈથિલ્ય પણ એ નાટકાને કલાકૃતિઓની ઊ'ચાઇએ પહેાંચવા દેતાં નથી. આમ છતાંય આ નાટકો તત્કાલીન નૂતન સાહિત્યિક પરિબળાની આખેાડવામાં ઊછર્યાં છે એ પ્રતીત થયા વગર રહેશે નહિ. સ્વતંત્ર નાટયસન ઉપરાંત એમણે શ્વસનના નાટક ‘ડૉલ્સ હાઉસ'ના ‘ઢી‘ગલી' નામે અનુવાદ ૧૯૨૫માં પ્રકટ કરેલા ત્યારે તેની સરળતા અને સરસતાએ ઘણાનું ધ્યાન ખેંચ્યું હતું. એમણે પ્લેટાના પ્રસિદ્ધ ગ્રથને પ્લેટનું આદર્શો નગર' એ શીર્ષકથી અનુવાદ કર્યા હતા. (ધી.) યશવંત પંડથા ( ૧૯૦૬-૧૯૫૫ ) : ગુજરાતી એકાંકીના ઉગમકાળે આશાસ્પદ એકાંકીસ નથી વાચક-વિવેચકાનું ધ્યાન ખેંચનાર યશવંત સવાઈલાલ પડયાનેા જન્મ સૌરાષ્ટ્રમાં પચ્છેગામમાં પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિમાં ઇજનેર પિતાને ત્યાં ઈ. ૧૯૦૬માં થયા હતા. ભાવનગરમાં તેમણે એમ.એ. સુધીને અભ્યાસ કર્યો હતા અને વ્યવસાયે તેઓ દિલ્હી ખાતે બોમ્બે લાઇફ એસ્યોરન્સ ક ંપનીના સંચાલક હતા. એમનું અવસાન ઈ. ૧૯૫૫ના નવેમ્બરની ૧૪મી તારીખે થયું હતું. યશવંત પંડયાનું નામ આપણા ઊગતા એકાંકીના યુગમાં ધ્યાના બન્યું હતુ. એમણે ‘પડદા પાછળ' (૧૯૨૭) અને ‘અ. સૌ. કુમારી' નામે ખે અનેકાંકી નાટકા આપ્યાં છે તા ‘મદનમંદિર’ (૧૯૩૧), ‘રસજીવન’ (૧૯૩૬) અને ‘શરતના ઘેાડા' એ ત્રણ સંગ્રહેામાં બાર એકાંકીએ આપ્યાં છે. ‘ઝાકળનું મેાતી', ઊંચાં અમારાં ઊડવાં', 'શરતના ધાડા', 'પ્રજાના પ્રતિનિધિ', ‘ઝાંઝવાં' જેવાં એકાંકીઓમાં એમની કલાકારની પ્રતિભાનાં દર્શન થાય છે. ‘મદનમંદિર’નાં એકાંકીએમાં પૌરાણિક પાત્રાની સહાયથી ાતીયતાની વિડ ંબના કરવામાં આવી છે. તા ખીજો સંગ્રહ 'રસજીવન' લગ્નજીવન કરતાં કેવળ પ્રણયજીવન વધુ સારું છે એવું ચર્ચતાં સંવાદપ્રધાન એકાંકીએ છે, જેની તખ્તાલાયકી ઘણી એછી છે. આથી
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy