SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪]. કનૈયાલાલ મુનશી [૧૯૧ વગેવાયેલ વિચ્છેદ મુનશીની કૃતિમાં દૂર થયેલે જણાશે. રંગભૂમિ સાથેના તેમના શોખપૂર્વકના સંપર્કને કારણે જ, રંગભૂમિનું સ્વરૂપ બદલાતાં તે અર્વાચીન રંગભૂમિને અનુરૂપ “છીએ તે જ ઠીક જેવી રંગમંચ પર સફળ કૃતિ સર્જી શક્યા છે. સાહિત્યમાં અને રંગમંચ પર ઉભયક્ષેત્રે આવકાર્ય એવી કૃતિઓ આપનારા મુનશી, ચંદ્રવદન ઉપરાંત આપણે ત્યાં અન્ય જૂજ ગુજરાતી નાટકક્ષેત્રે મુનશીનું પ્રદાન ઓછું ન અંકાય. અન્ય કૃતિઓ મુનશી પ્રધાનતઃ વાર્તાકાર. પરંતુ તેમની અન્ય ગદ્યકૃતિઓ પણ તેમની વ્યક્તિત્વમુદ્રાના પ્રભાવે આપણું સાહિત્યમાં નોંધપાત્ર મહત્વ ભગવે તે સ્વાભાવિક છે. નવલિકા, નવલકથા, નાટક ઉપરાંત મુનશીએ ખેડેલા ગદ્યપ્રકારોમાં આત્મકથા, જીવનચરિત્ર, નિબંધ, વિવેચન તથા ઇતિહાસવિષયક અને ચિંતનપ્રધાન લખાણને સમાવેશ થાય છે. પદ્ય તેમણે રચ્યું જ નથી. આત્મકથા-જીવનચરિત્ર: “અડધે રસ્તે' (૧૯૪૩), “સીધાં ચઢાણ (૧૯૪૩) અને “સ્વપ્નસિદ્ધિની શોધમાં' (૧૯૫૩) એ મુનશીની આત્મકથાના ખંડો છે. “મારી બિનજવાબદાર કહાણી' (૧૯૪૩) એ પ્રવાસવર્ણન છતાં આત્મકથાનું જ પ્રકરણ ગણી શકાય. તેમ જ “શિશુ અને સખી' (૧૯૩૨) એ વાર્તા સ્વરૂપે હોવા છતાં આત્મનિવેદન જ છે. અડધે રસ્તે'માં કુલપરંપરા, પૂર્વજપરિચય અને જન્મકાલીન સામાજિક પરિવેશ તથા કુટુંબકથા સહિત, જન્મથી માંડીને સ્નાતક થવા સુધીને કાળનું આલેખન છે, “સીધાં ચઢાણમાં સ્નાતક થયા પછી મુંબઈમાં મુકામ કરવાથી માંડીને તે અનેક મથામણ-સંકડામણને અંતે પોતે વ્યવસાયમાં અગ્રણી ધારાશાસ્ત્રી તરીકે, સાહિત્યમાં અગ્રિમ સાહિત્યકાર તરીકે અને સામાજિક ક્ષેત્રે આગેવાન કાર્યકર તરીકે પ્રતિષ્ઠિત થાય છે ત્યાં સુધીની કથા રજૂ થઈ છે, અને “સ્વનિસિદ્ધિની શોધમાંમાં ૧૯૨૩થી ૧૯૨૬ના ટૂંકા ગાળા દરમ્યાન, પણ સૌ. લીલાવતી સાથેના સ્નેહસંબંધની ઘટનાનું તેમ જ અગત્યની સામાજિકરાજકીય ઘટનાઓને કારણે જીવનને અત્યંત મહત્ત્વને વળાંક આપતી હકીકતે અને અનુભવોનું નિરૂપણ થયું છે. આ ત્રણે મળીને પણ તેમના ખાસ્સા દીધું જીવનનાં માત્ર ૩૦ વર્ષનું જ બયાન આપે છે અને જે જાહેર રાષ્ટ્રીય ક્ષેત્રે કરેલી પ્રવૃત્તિઓએ મુનશીને રાષ્ટ્રીય મહત્વ આપ્યું તેના તો પ્રવેશઉંબર સુધી જ અવાયું છે અનેકવિધ ક્ષેત્રમાં એકસાથે અત્યંત પ્રવૃત્તિશીલ રહેનાર અને બધાંમાં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy