SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪] કનૈયાલાલ મુનશી [ ૧૮૯ ચારે કૃતિમાં સંધ છે જ, અને ઉત્કટ છે. તેથી નાટ્યાત્મક પ્રભાવ અસરકારક બને છે, ઉપરાંત સંધ પણ એક જ સ્તરે પ્રગટતા નથી તેથી નાટકમાં એકથી વધુ સ્તરા એકસાથે પ્રગટ થઈ કૃતિને અનેકપરિમાણી બનાવે છે.સુકન્યા, સગર, અરુંધતી-વસિષ્ઠ, દેવયાની બધાં એક પાસથી બાહ્યભૂમિકાના સંધ માં સક્રિય છે તા ખીજી પાસથી માનસિક ભૂમિકાએ, ઊર્મિઓના — લાગણીઓના સંધમાં પણ વ્યસ્ત છે. નિરૂપણની આ શક્તિ, ર ંગક્ષમતાની દૃષ્ટિએ મર્યાદાવાળાં છતાં નાટયાનુભૂતિની દૃષ્ટિએ તીવ્ર એવાં આ નાટકાને ગુજરાતી સાહિત્યની મૂલ્યવાન સમૃદ્ધિ બના વે છે. મુનશીને ન ઐતિહાસિક તેમ ન પૌરાણિક તથ્યાની જાળવણીની ચિંતા છે.. એમનું લક્ષ્ય એક મૂલ્યને વ્યક્ત કરવા ભણી છે, તે એમના પ્રયત્ન તે માટે અનુકૂળ નાટટ્યાત્મક પરિસ્થિતિ ઉત્પન્ન કરવા તરફ છે. બાકીનું બધું નિમિત્ત. છે. પણ આ કારણે, આ અજ્ઞાત ‘પૌરાણિક’ સંસારને ‘ભાવના' દૃષ્ટિએ આલેખતાં તે ચ્યવન, ભાવ, ઔવ` કે ઉશનસને આરાધે છે, તેા કયારેક આ ઇતિહાસને ઉગમકાળ હતા, આદિમ સમાજના કાળ હતા તે યાદ આવતાં તે સામાન્ય માન્યતાઓને આધાત આપે તેવાં ચિત્રા પણ આલેખે છે. ઋષિઓ, અને હિંસાનાં ચિત્રા આવાં છે, તેા ચ્યવનના ભૃગુકુળનાં સામાન્યજન વગેરેમાં જાણે આપણા જ જમાનાની સાધારણ વસ્તીનાં ચિત્રા જણાય છે. પાત્રા-પ્રસંગા પણુ કેવળ પેાશાકાદિથી પૌરાણિક બનતાં નથી, તેમનાં વિચાર-વન પણ જે તે સમયને અનુકૂળ હેાય એવી અપેક્ષા રહે જ. મુનશીનાં ‘પૌરાણિક નાટકો'માં, આ દિષ્ટએ જેટલી પૌરાણિકતા છે તેટલી જ અર્વાચીનતા પણુ જણાય છે. સુકન્યાના વિદ્રોહ, વસિષ્ઠ-અરુંધતીની પ્રેમભાવના, દેવયાની અને શુક્રાચાર્યની સ્વાતંત્ર્યભાવના—આ બધામાં આપણને અર્વાચીનતાને સ્પષ્ટ પરચા થાય છે. આ નાટકામાં—ખાસ કરીને ‘તણુ’ વ.માં નિરૂપણની કેટલીક વિગતા નાટકાના રંગાવતારને લગભગ અશકય બનાવે છે (‘તણુ' ભજવાયું છે છતાં) પણ ‘ફિલ્મ’ જેવા અર્વાચીન માધ્યમને પ્રયેાજતાં તે અત્યંત અસરકારક નીવડી શકે. એકંદરે, આ નાટકા વહેંચાતાં, નાટચાત્મક અનુભવ અને કૌતુકપૂર્ણ કથા-પ્રસંગ-રસ સાથે સંવાદભાષાની છટાને વિશિષ્ટ આસ્વાદ આપી જાય છે. મુનશીની આ કૃતિએ આપણા અલ્પધન નાટ્યસાહિત્યમાં તેમનું મહત્ત્વનું પ્રદાન ગણાય. આ સિવાય મુનશી પાસેથી લાપામુદ્રા ખંડ ૨-૩-૪ સિવાય અન્ય પૌરાણિક નાટકા મળતાં નથી. લાપામુદ્રા' ચાર ખંડમાં વિસ્તરેલી મુનશીની મહત્ત્વાકાંક્ષી કૃતિ છે. પહેલે
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy