SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ .૪ પણિક નવલકથાઓ | મુનશી કહે છે તેમ તેમને વેદ-પુરાણકાળને નિરૂપ હત એક મહાનાટક સ્વરૂપે–એક સંસ્કૃતિકથા રચવી હતી. પણ નાટકનું સ્વરૂપ ગુજરાતી પ્રજાને (અને કદાચ આ પ્રકારનાં નિરૂપણે માટે લેખકને પણ !) અનુકૂળ ન લાગતાં, તેમણે નવલકથાઓ લખી. પૌરાણિક નાટકે, લોપામુદ્રા ખંડ ૨-૩-૪-એ નાટકે આ મહાનાટકના જ ખંડો છે. “લોપામુદ્રા ખંડ ૧ (૧૯૩૩) નાનકડી નવલકથા રૂપે રચાયો – બલકે નવલકથાના એક ખંડ તરીકે – બાકીની વાર્તા નાટમાં. વસિષ્ઠ, વિશ્વામિત્ર, જમદગ્નિ વ. બાળકે છે ત્યાંથી આરંભાતી એ કથા વિશ્વરથ ઋષિ વિશ્વામિત્ર બને છે ત્યાં સુધી જાય છે. પુરાણપ્રસિદ્ધ વસિષ્ઠ-વિશ્વામિત્રને સિદ્ધાંતવિરોધ અહીંથી પ્રગટ થાય છે, શંબરકન્યાની સ્વીકૃતિ, લે પામુદ્રા-અગત્ય સંબંધ, વ. આ કથાનાં મુખ્ય પ્રકરણો બની રહે છે, તે શુનઃશેપના કથાનકને કલ્પના દ્વારા નવું પરિમાણ અપાયું છે. મહર્ષિણી અને ભગવાન પરશુરામમાં જાણે આ જ કથાપ્રવાહ આગળ ચાલે છે, ને મહાભારતના યુદ્ધ પહેલાંના મહાયુદ્ધ – દાદરાયુદ્ધ તથા સહસ્ત્રાર્જુન સંહાર સુધી એ વિસ્તરે છે. “લે મહર્ષિણીમાં લેમા અને રામના કૌમારકાળની અને “ભગવાન પરશુરામમાં તેમના યૌવનકાળની કથા છે, પરંતુ રામનાં પરાક્રમો જોતાં તે તે અત્યંત પુખ્ત લાગે ! “પૌરાણિક નાટક'માં ચ્યવન, ઔર્વ, ઉશનસ્ અને આ કથાઓમાં પરશુરામ... ભૃગુઓની આ ગૌરવગાથા છે– મુનશીની પિતૃઓને એ અંજલિ ! પરંતુ મુનશીની કલ્પનાના મહામાનવને જે પૂર્ણપણે સાકાર કરી શકે છે તે તે છે શ્રીકૃષ્ણ. જીવનના અંતિમ અધ્યાયમાં મુનશી “કૃષ્ણાવતારમાં શ્રીકૃષ્ણની કથા માંડે છે. ક્યારેક ભક્તિ ક્યારેક આદર, ક્યારેક અવતાર ક્યારેક મુત્સદ્દી માનવનું આલેખન, એમ રંગો બદલી, શ્રીકૃષ્ણને આરાધવાને અને “મનુષ્ય” તરીકે ઓળખવાનો બેવડો પ્રયત્ન કરતી આ નવલકથા શ્રીકૃષ્ણને ભક્તિપૂર્વક છતાં વિશિષ્ટ દૃષ્ટિકોણથી રજૂ કરવાને પ્રયત્ન છે. મુનશીના જીવનને તેમ સર્જકતાને અહીં ઉત્તરાવસ્થા વરતાય છે. ઊતરતી સંધ્યાના અણસાર પારખી શકાય છે. પણ આથમતો તોય સૂર્ય તેમ ઉત્તરાવસ્થાનું આલેખન તોય મુનશીનું ! આરંભની કલ્પનાશીલતા અને મધ્યની પ્રૌઢતા નહિ, અ-પૂર્વતાનો આવિર્ભાવ નહિ, છતાં પાત્રો-પ્રસંગે-વણને આલેખવાને ટેવાઈ ગયેલી કલમમાંથી અમથો લસરકે નીકળે તોય તે રેખાંકન બની જાય તેવું “કૃષ્ણાવતારમાં બને છે. આઠ ભાગેય, મુનશીના
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy