SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [દૃ.૪ નથી એ હેલો કે અકળ પ્રીતિને પંથ જબરો ગતિ ના હારી ત્યાં અખિલ જગમાં કોક જ જતો. – બાલાશંકરના શિખરિણુનું સ્થળથળે સ્મરણ થાય છે. કવિએ કહ્યું જ છેઃ કવિતાની રીત્યે અતિ નીરસ આ કાવ્ય થયું છે.' સંગ્રહનું બીજું કાવ્ય “પ્રેમનિમજ્જન પણ “ગલિત મનને સેવક બની' “મહામાયા'નાં ગુણગાન ગાય છે. કરું દષ્ટિ જ્યાં ત્યાં પુનિત તવ આભા વસી રહીને અનુભવ કરનાર “પવનદૂતને પિતાની દિલદરદ વાર્તા એ જ્યાં હોય ત્યાં પહોંચાડવા વીનવે છે. પવનને થયેલાં સંબધ અને કથનરીતિ આકર્ષક કહી શકાય એવાં છે. શ્રીકૃષ્ણ શર્મા : “શ્રીમધુપદૂતકાવ્ય' (૧૮૮૮)થી ખ્યાતિ પામેલા આ કવિએ ગુજરાતીમાં મેઘદૂત-શૈલીની આ પ્રથમ દૂત-રચના કરી છે. વિવિધ છંદમાં આલેખાયેલી, બાર સર્ગોમાં વહેંચાયેલી આ કૃતિમાં કવિને કશો શક્તિવિશેષ પ્રગટ દેખાતું નથી; કારણ, કવિ પાસે સબળ નિરૂપણશક્તિ કે સૂઝભરી સૌન્દર્ય દષ્ટિ નથી. કાવ્યને અંતે વિરહની પ્રિયા પિયરથી ઘેર આવી પતિને અનેક સાહિત્યકૃતિઓ આપે છે એ પ્રસંગ ધ્યાન ખેંચે છે. આ ઉપરાંત “સુબોધચંદ્રિકા અને કવિરવિ’ નામની બે પદ્યકૃતિઓ પણ એમણે આપી છે. નવલરામે આ કવિને નમ્રતા રાખ, અભ્યાસ વધારે, શબ્દના સૌંદર્ય કરતાં અર્થના સૌંદર્ય ઉપર વધારે લક્ષ આપવાની સલાહ આપી હતી. (“નવલગ્રંથાવલિ', તારણ, પૃ. ૭૫) લલભાઈ નાનાભાઈ ભટ્ટ આ કવિનું ભગવતી ભાગવત ઉપરથી વસ્તુ લઈને રચેલું “શશિકળા” નામે નાટક (૧૮૮૯) પ્રસિદ્ધ થયું હતું. એ પરથી કલ્પના આગળ ચલાવીને કેયલને મધુર સ્વરશ્રવણથી કાવ્યનાયક સુદર્શનને પિતાની વિરહી પ્રિયા શશિકળાનું સ્મરણ થાય છે અને જેમ યક્ષે મેઘદૂત' મોકલ્યો હતો તેમ “પાઠવું પત્રદૂત'નો તે સંકલ્પ કરે છે. ઈ. ૧૮૯૬માં મંદાક્રાંતાના ૩૦૧ માં રચાયેલું આ “પત્રદૂત કાવ્યદૃષ્ટિએ ઊંચી કેટિનું નથી. તારથી. સંદેશો મોકલતાં “મનતણું ઉભરા” પૂરેપૂરા ન કાઢી શકાય એ કારણે પત્રને “લીફાફાનું બખતર રૂડું પહેરાવીને દક્ષિણમાંથી ઉત્તર તરફ મોકલે છે. રસ્તામાં તારનાં દેરડાં છે', “ઈસ્પિતાલે વળી બહુ રૂડી', “ગરમ મીઠડી ચાહ ત્યાં દૂધવાળી’ એમ કવિ વર્ણનને આગળ વધારે છે એ બધું વિચિત્ર લાગે છે. વચમાં આવતું નર્મદાતટનું વર્ણન સ્નારૂપી રજતધવલા સાડી જે ભૂમિ પેરે, અછાબુના અમલસરમાં બાળ વારીજ ખીલે અબુલડેર વિરમતિ નહીં ઘાસમાં ફીણવાળી જાણે હોએ ભુવિ પર પડી વ્યોમ ગંગા રૂપાળી. (૪૪)
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy