SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [ચ. ૪ રાસ તરફ વળ્યા છે. કલ્પનાશક્તિ અને રસદષ્ટિ હેાઈ રાસ માટે ઉત્સાહ હાવા છતાં રાસલેખનમાં તેની મર્યાતિ શક્તિનું દર્શન થાય છે. રાસનિક જ’ (૧૯૩૪), ‘ફૂલ વેણી' (૧૯૩૬), ‘રાસપદ્મ' અને ‘રાસકૌમુદી'માં તેમનેા રાસ પ્રત્યેના ઉમળકા દેખાય છે. ‘સ્મૃતિનિકુ ંજ'(૧૯૩૯)માં તેએ રાસક્ષેત્રથી નીકળી ઊર્મિ કાવ્ય લખવા વળ્યા છે. ભાષા પ્રાસાદિક છતાં ઊર્મિતત્ત્વ પાંખું હાઈ ઝાઝી સિદ્ધિ તે પામી શકયા નથી. આર્યસમાજી મહારાણીશંકર અંબાશંકર શર્માના ત્રણ સંગ્રહ ‘સતી સંગીતાવલિ' (૧૯૧૨) ‘શંકરસ’ગીતાલિ’ (૧૯૧૩), ‘સંધ્યાસ્તવનાંજલિ’(૧૯૨૦)માં કેટલાંક સારાં ગીતા મળે છે. સુધારકપિત્ત તેમનાં કાન્યામાં ડાકાયા કરે છે. કલ્પનાશક્તિ ઓછી છે અને યમકના શેાખ વધુ છે. દયાનંદનુ... શિવપૂજન' કૃતિ કાન્તની ઢબે ખંડકાવ્ય રચવાના પ્રયત્ન છે. ત્રીજ સ ંગ્રહનું ‘તુ ંહિ, તુ હિ' તેમની સારી કૃતિ છે. ‘પ્રેમનાં ઝરણાં’ (૧૯૧૫)ના લેખક મણિલાલ હરગાવિ’દ ‘પ્રેમવિલાસી’એ ન્હાનાલાલની ડેાલનશૈલી અને રાસનું તુચ્છ અનુકરણ કરેલું છે. તુરંગેાવિદ કાનજી ભટ્ટે રામાયણને રસાત્મક સાર’(૧૯૧૫)માં રામાયણની કથાના સાર વૃત્તવૈવિધ્યથી આપ્યા છે; જેમાં લેખકની શક્તિના કરશે! સ્પર્શ થતા નથી. મણિભાઈ ખંડુભાઈ દેસાઈએ રામાયણના વસ્તુને પદ્યમાં મૂકી ‘અનુક્રમણ રામાયણ’ (૧૯૧૫) પ્રગટ કરેલ છે. લાંબામાં લાંબું ખંડકાવ્ય લખવાના પ્રયત્નરૂપે લખાયું હેાય તેવું ૧૩૫ કડીનું ‘કાવ્યદેવી અને તેના પ્રિયતમ’ (૧૯૧૫) આપનાર મનસુખરામ કાશીરામ પડયા છે. ખંડકાવ્ય માટે આવશ્યક શક્તિના અભાવને કારણે તેએ કશું જ સિદ્ધ કરી શકયા નથી. નર્મદયુગની સુધારકવૃત્તિથી લખાયેલું ‘કુલીનની કન્યા’ (૧૯૩૭) બુલાખીરામ રણછેડ પ ́ડયાનું, લેખક જણાવે છે તેમ, એક દુઃખી તરુણીની હૃદયદ્રાવક આત્મકથા' નિરૂપતું કાવ્ય છે. મણિભાઈ હરિભાઈ દેસાઈ ‘મસ્તમણિ’ના ‘હૃદયપુષ્પાંજલિ’(૧૯૧૭)માં કલાવિહીન રચનાએ છે. રાષ્ટ્રીય ગીત યાને દેશભક્તિનાં કાવ્યા'(૧૯૧૮)માંનાં દેશભક્તિનાં ગીતા ઉપર હ. હ. ધ્રુવ અને ટાગારની છાયા વરતાય છે. ‘સ’ગીતધ્વનિ’ (૧૯૧૯) એ તેમનું ‘સ્નેહમુદ્રા’ના સ્વરૂપે અને શૈલીએ લખાયેલું કાવ્ય છે. કાવ્યના અંત ભાગમાં નરસિંહરાવની અસર છે. શિથિલ નિરૂપણુ, ખાટા છંદપ્રયાગાથી કાવ્ય દૂષિત બને છે. ભાનુનંદ પ્રાણજીવનદાસ રજૂરે ‘ગઝલે રજૂર'(૧૯૧૮)માં આપેલી ગઝલા કલાપી અને સાગરની ઢખે લખાયેલી હાવા છતાં તેમના પ્રયત્ન નિષ્ફળ ગયા છે. વસંતવિહાર’(૧૯૧૮)એ વસનજી દૈયાળજી ગણાત્રા · વસંત 'ને! સંગ્રહ છે. તેમાં ગઝલ :
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy