SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ર૪] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ આ ગાળામાં વધુ કવિત્વશક્તિ દાખવતા કવિ છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ (૧૮૮૮). “નવાં ગીત' ભા. ૧-૨(૧૯૨૫)નાં કાવ્યો તાજગી અનુભવ કરાવે છે. ગીત સરળ, મધુર અને કલાના ચમત્કારયુક્ત બન્યાં છે. કવિની શક્તિને ઉત્તમ પરિચય વર્ણનાત્મક કાવ્યોમાં થાય છે. તાદશ વર્ણને, આછી પણ ઉચિત અલંકારો અને અસરકારક રજૂઆતથી વર્ણનાત્મક કા સારાં બન્યાં છે. આમાં ઋતુવર્ણને ખરેખર સારાં બન્યાં છે. કવિની ઉત્તમ રચના “રતનબાને ગરબ” છે. જલિયાંવાલા બાગની કથની આલેખતું આ કાવ્ય નવા યુગની ભાવનાને જૂની શલીએ રજૂ કરે છે. આજની કેળવણી અને શહેરી જીવન ઉપર કટાક્ષ કરતાં બેએક કાવ્ય આ યુગમાં આ વિષય પર લખાયાં હાઈ નોંધપાત્ર બને છે. કવિને બીજે સંગ્રહ બે દેશગીતો (૧૯૨૮)માં ભીમરાવ અને બેટાદકરનાં અનુક્રમે ભારતી” અને “સૌરાષ્ટ્ર' કાવ્યનું અનુસરણ છે. દર્શનના અભાવે કૃતિઓ સામાન્ય કાટિથી આગળ વધતી નથી. “નવી ગરબાવળીમાં કેટલાક સારા રાસ મળે છે, જેમાં લેકવાણીનું બળ પ્રગટ થયું છે. “મેઘદૂતને ઝૂલણા છંદમાં કરેલ તેમ જ કાલિદાસને “ઋતુસંહારને અનુવાદ પ્રગટ થયા છે. મૂળ છંદબદ્ધ રચનાનું સૌન્દર્ય માત્રામેળ છંદમાં લુપ્ત થઈ જાય છે. તેમણે આપેલાં બાળકાવ્યો તેમાંની કેમળતાને કારણે કવિનું વિશિષ્ટ અર્પણ ગણાશે. કેશવ હ. શેઠ (૧૮૮૮–૧૯૪૭): પિતાના બાર કાવ્યસંગ્રહોના વિપુલ કાવ્યસર્જનથી અને ન્હાનાલાલની કાવ્યશૈલીને અનુકરણથી, તેમને પગલે જઈ પિતાની સ્વકીય મીઠાશ સાધનારા કવિઓમાં કેશવ હ. શેઠનું સ્થાન પહેલું આવે છે. અનુકરણશીલ માનસ ધરાવતા આ કવિને પ્રગટ થયેલા આટલા સંગ્રહો છેઃ “લગ્નગીત' (૧૯૧૬), “સ્નેહસંગીત', “પ્રભુચરણે, “સ્વદેશગીતાવલિ', (૧૯૧૮), રાસ' (૧૯૨૨), “અંજલિ' (૧૯૨૬), “મહાગુજરાતને મહાકવિ” (૧૯૨૭), રાસમંજરી' (૧૯૨૯), કેસરિયાં', “રણના રાસ' (૧૯૩૦), “રાસનલિની' (૧૯૩૨), વીરપસલી' (૧૯૩૩), બાળગીતાવલી' (૧૯૩૮). આરંભમાં દલપતયુગની, પછી લલિત, કાન્ત અને પ્રધાનપણે હાનાલાલની કવિતાનું અનુસરણ તેમનાં કાવ્યમાં સ્પષ્ટ વરતાય છે. ધીરે ધીરે તે અનુકરણમાંથી નીકળી પિતાનું સ્વતંત્ર કાવ્યપત તેઓ પ્રગટ કરે છે છતાં શિલી અને રાસ જેવા સ્વરૂપમાં ન્હાનાલાલનું અનુસરણ તરત પકડાઈ જાય છે. કવિમાં કલ્પના અને કલાતત્ત્વને વિવેકની ઓછપ હોવાથી તેમની કવિતા ઝડઝમક અને આભાસી ઉન્નત પદાવલિમાં અટવાઈ જાય છે. તરંગો તથા અતિવ્યાપ્તિઓને લીધે તેમ જ લાગણીને રસત્વની ઊંચી કક્ષાએ ન પહોંચાડી શકવાથી તેમની કવિતા મંદ પડી જાય છે.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy