SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ ગ્રં. ૪ શરૂઆત ઈ. સ. ૧૯૦૦ પહેલાં થઈ ચૂકેલી તે ખબરદાર, બેટાદકર, લલિત આદિની ખરી કવિતાપ્રવૃત્તિને કાળ પણ આ. પંડિતયુગના ‘કાન્ત’ની કવિતા પૂર્વાલાપરૂપે સાહિત્યરસિકેના હાથમાં આવી તે આ જ કાળમાં. આ કાળમાં રણજિતરામ, ચંદ્રશંકર પંડ્યા, ઉત્તમલાલ ત્રિવેદી, કાન્તિલાલ પંડયા, અંબાલાલ જાની આદિએ પંડિતયુગની પ્રણાલીને પિતાપિતાની શક્તિ ને રીત મુજબ ચાલુ રાખી, તે ૧૯૨૦ પછી શરૂ થયેલા ગાંધીયુગે પણ પંડિત સુખલાલ, મુનિ જિનવિજય, કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, રામનારાયણ પાઠક, રસિકલાલ પરીખ, દુર્ગાશંકર શાસ્ત્રી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિશ્વનાથ ભટ્ટ, વિજયરાય વૈદ્ય, રામલાલ મોદી, ઉમાશંકર જોશી, ભોગીલાલ સાંડેસરા, કેશવરામ શાસ્ત્રી આદિ જેવા વિદ્વાને દેખાડ્યા છે. ભારતમાં અંગ્રેજોના આગમન પછીને બીજે મહત્ત્વને બનાવ આ સમયવધિમાં ભારતના વિચારક્ષેત્ર તથા કાર્યક્ષેત્રમાં થયેલું ગાંધીજીનું આગમન છે. તેઓ દક્ષિણ આફ્રિકામાં વિજયી સત્યાગ્રહથી ભારતનું ગૌરવ વધારીને સ્વદેશને પિતાની કર્મભૂમિ બનાવવા ૧૯૧૫માં ભારત આવ્યા ત્યારથી તેમના ૧૯૪૮માં થયેલા અવસાન સુધીને ત્રણ દાયકા ઉપરને ગાળો ૧૯૨૦-૨૨, ૧૯૩૦-૩૨ અને ૧૯૪રની રાષ્ટ્રના મુક્તિસંગ્રામની તેમના નેતૃત્વ નીચે લડાયેલી પ્રજાની ત્રણ સત્યાગ્રહ-લડતો અને તેના ફલસ્વરૂપ સ્વરાજપ્રાપ્તિથી તેમ એમના વિચારોના પ્રભાવથી એવો ભર્યોભર્યો છે કે તેને ગાંધીયુગ નામથી નિસંકેચ નવાજી શકાય, ઈતિહાસ તેમ સાહિત્ય બંનેમાં. ગુજરાત માટે એ આનંદ અને ગૌરવને વિષય છે કે ગાંધીજીનું ઘણું કામ ગુજરાતમાં અને ગુજરાતી ભાષામાં થયેલું, છે. હિંદ સ્વરાજ' પુસ્તિકામાં સ્વરાજની પિતાની ભાવના પ્રગટ કરી તેના છેલ્લા વાક્યમાં એને ખાતર આ દેહ અર્પણ છે એવા સંકલ્પ કે પ્રતિજ્ઞા સાથે ભારતમાં આવતાં પિતાને પ્રજને કંઈક કહેવું છે એવા આત્મવિશ્વાસથી એમણે ‘નવજીવન’ શરૂ કર્યું તેમાં ભાષાનું ધારણ અલ્પશિક્ષિત અને અશિક્ષિત માણસ પણ તે સમજી શકે એવું તેમણે રાખ્યું. એમના શીલને પ્રતિબિંબતી સીંધી, સાદી, અનાડંબરી, મિતાક્ષરી અને છતાં ચોટ ને ભાવવાહિતામાં જરાય ઊણી ન ઊતરતી એવી એમની ગદ્યશૈલીએ ભાષાની સાદાઈને ન જ આદર્શ પૂરો પાડી શબ્દવિલાસી, આડંબરી અને ભારેખમ પાંડિત્યશૈલીને મોહ દૂર કરવાનું કાર્ય સાહિત્યક્ષેત્રે બજાવ્યું છે. એ શૈલીમાં લખાયેલ એમની “સત્યના પ્રયોગો' નામક આત્મકથા અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ” એ બે સર્જનાત્મક અંશથી દીપતી કૃતિઓ ઉપરાંત જીવનની સર્વક્ષેત્રી વિચારણા કરતા ચિંતનાત્મક લેખો અને પાનું તેમનું વિપુલ સાહિત્ય પણ ગુજરાતી વાડ્મયને તેમનું સ્મરણીય.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy