SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨] ન્હાનાલાલ હતા તેમ છતાં અસહકાર આંદોલનના પ્રારંભકાળે બ્રિટિશ સત્તાનું વરવું રૂપ જતાં પોતે “સરનો ખિતાબ પરદેશી સરકારને પરત કરી દીધા હતા). ન્હાનાલાલે પણ ઊંચી સરકારી નોકરીને તે આંદોલનની હવામાં ત્યાગ કરી દીધું હતું, પણ પછી પિતાની પ્રકૃતિને માફક આવે એવું વાતાવરણ ન ભાળતાં કોરે ખસી જઈ તેઓ નિત્યના ધર્મ-કર્મ જેવા શારદા-યજ્ઞમાં જ લાગી ગયા હતા. પણ આવા સામ્યને કારણે ન્હાનાલાલને જેમ રવીન્દ્રનાથના શિષ્ય કે નકલકાર કહી શકાય તેમ નથી, તેમ એમને દલપતરામ કે ગોવર્ધનરામ પણ કહેવાય એમ નથી. એમનું સત્વ અને કવિવ્યક્તિત્વ તથા એનું પિત એ બધાથી નિરાળાં, એમનાં પિતાનાં જ છે. એમની વિશિષ્ટતાઓ તેમ મર્યાદાઓ એમની જ પોતાની છે. રવીન્દ્રનાથના કવિ તરીકેના ઘડતરમાં ઉપનિષદે, કબીરનાં પદ અને બાઉલવાણની અસર હોવા છતાં તેમની કવિતા એટલે આ ત્રણ વાનાંને સરવાળે એમ કહી શકાય એમ નથી, રવીન્દ્રનાથની નિજી સંપત્તિ ઓછી નથી. એ રીતે બહાનાલાલ એટલે દલપતરામ, ગોવર્ધનરામ અને ટેનિસનનો સરવાળો જ, એમ કહી શકાય તેમ નથી. તેમનું નિજત્વ પણ કમ નથી. એ એમને ગુજરાતી કવિતાના ઈતિહાસમાં એક મહત્વના પ્રકરણના અધિકારી બનાવે એવા સમર્થ પ્રતિભાશાળી કવિનું છે. એવી સમર્થ પ્રતિભા પિતાને સમય સુધીની પરંપરાને વારસો પૂરો ઝીલી-પચાવી આત્મસાત કરે, પોતાના જમાનાને પોતાની તરફથી કશુંક નવું વિશિષ્ટ પ્રદાન કરે, અને તે એવું કરે કે અનુગામી સહધમી-સહકમીએ પર તે અમુક કાળ પર્યન્ત પ્રભાવક અસર પણ પાડે. ન્હાનાલાલ આ ત્રણે આવશ્યકતાઓ સંતોષે છે. જમાનાજને કાવ્યવારસો પચાવી નરસિંહ, મીરાં, દયારામ, આદિ મધ્યકાલીન કવિઓનાં પદે, ભજનિકનાં ભજન, ગરબીઓ, રાસડા તથા લોકગીતોના તેમ જ સમકાલીન ગુજરાતી રંગભૂમિનાં લોકપ્રિય ગીત-ગરબાના ઢાળોના સંગીતને ઉપયોગ એમના જેટલો એમના સમકાલીને કે નજીકના અનુગામી ગુજરાતી કવિઓમાંથી કોઈએ કર્યો નથી. આમ જૂની પરંપરાને પિતાની કરી લેવામાં જૂનાં ભાવપ્રતીકનાય સુભગ વિનિયોગથી જૂની લોકકવિતા અને તેની સાંસ્કૃતિક હવા પોતાની ગીતરચનાઓમાં ન્હાનાલાલ લહેરાવી શકે છે. ધીમે ધીમે રાજવળાં ! પધારો', “એવાં શાં આળ રાજ ! માયા ઉતારી ?', “હું તો જેગણું બની છું હારા હાલમની”, “જાવા દ્યો જોગીરાજ', “નાવ્યા એ નણદલના વીરા, જેઠ હારા મહાજનના મહેડવિયા જે !”, “એ રત આવી, ને રાજ! આવજે, રમવાને હાં રૂડું ચાલ, મારા હાલમાં !”, “ખમ્મા ! વીરાને જાઉં વારણે રે ગુ, સા ૭
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy