SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨] ન્હાનાલાલ [૧ છંદબદ્ધ અને “વિલાસની શેભા” જેવાં સહેજ લાંબાં કાબેને તે ખરાં જ, પણ ફૂલ જેવાં હળવાં અને ચિંતનભાર બહુ ખમી ન શકે એવાં નાનાં માપનાં ગીતાને પણ કવિએ આમ ઘણું વાર અર્થસભર બનાવ્યાં છે. “શરદપૂનમ'માં પૂનમના ચંદ્રના આકાશારોહણની ગતિનું ચિત્ર વાચ્યામાં જ પૂરું આસ્વાદ્ય છે, પણ ચંદ્રોદય સાથે સ્નેહદય ને દાંપત્યનેહની સમકાળે ફુરતી વ્યંજના એ. કાવ્યને માણું મૂલ્યવાન બનાવે છે. “તાજમહાલ'માં પણ સ્નેહ ને દાંપત્યની ભાવનાનું પ્રગટ ઉચ્ચારણ આવે છે અને તે સાથે “સૌંદર્યને સ્નેહ અજિત મૃત્યુથી” જેવો વિચાર પણ વણાયે છે. મોટાં સત્યોને સરળ અને સુભગ વાણીમાં મૂકવાની કવિની ‘કાન્ત’પ્રશંસિત ફાવટને પરિણામે યાદ રહી જાય અને જીભે ચડી વારંવાર ટંકાય-ઉતારાય એવી અર્થાન્તરન્યાસી પંક્તિઓ કવિની કવિતામાંથી તેમ અન્ય કૃતિઓમાંથી અનેક મળી શકે. એમનાં ઊર્મિકાવ્યની ઉત્કર્ષ સાધક અન્ય સામગ્રીમાં અવનવી તાજગીવાળી અને અપૂર્વ માધુર્યભરી કાવ્યબાની અને તળપદા લોકસંગીત વિશે આગળ થોડુંક કહેવાઈ ગયું છે. “ચંદ્રી' (“ફૂલડાંકટેરી”), “કુમળાતા સૂર્યતેજમાં, પરિલિત અનિલ', હિન્ડાલવા લાગ્યાં' (‘વસંતોત્સવ'), “રસતીલી મીટ' (વિગ–“કેટલાંક કાવ્યો'–૧), “સુઝુલતી” (“શરદપૂનમ'), “સુસુંદર” (“પધરામણું'), “ઘાસલવિંગ”. શીળ” (“ધણ”), “ચંદેરી', “ચંપેરી” વગેરે જેવા પ્રયોગો, સંખ્યાબંધ શબ્દસમાસો. અને કેટલાય શબ્દોને કરેલું લાડ ન્હાનાલાલને શબ્દને સમર્પિત અનન્ય ઉપાસક કે બંદા કહેવા આપણને પ્રેરે તેવાં છે. પ્રગ૯ભ છૂટ લઈ પરિશુદ્ધ, “સંક્રાન્ત છે, “પરિસમાપ્તતી” જેવા અસુભગ પ્રયોગ પણ કરી નાખ્યાના દાખલા તેમના સર્જનમાંથી મળે. વાગ્મિતાપ્રિયતાને લીધે વિશેષણભક્તિ તેમનામાં વિશેષ દેખાય, પણ તેમની કવિતામાં ક્રિયાપદની માવજત ઘણી ઓછી થઈ હોવાના મત૩૯ સામે ચીંધી શકાય તેવી ભીજ્યાં, વીંઝવ્યાં, હિંડોળ્યાં, અલકલટ સમાં (કેટલાંક કાવ્યો'-૧) બ્રહ્માંડે પ્રગટે, બે યુગ, યુગે ઊગે અને આથમે. (“ઇતિહાસની અમૃતાક્ષરી) ગુશબ્દ થયો, ઢળી ઢળી ગયો, થંભ્યો; વળી નિગો હેરી લહેરખડ હસી, ઉર વસી, ડોલી દિગન્તો ભરી આ આંગણિયે, રમ્ય, શમી ગયો ભધિ અંભધિમાં. મહેર્યો, ફર્યો, વિહાર્યો, હરિવર ફુલસ્યો કોડકેડામણે ત્યહાં. (“વેણુવિહાર) ગવગર મહાસાગર, ઘેરતો, ઘૂમતો, છીંકાર, ફેંફાડત, દૂઘવતો ને પ્રદક્ષિણા કરીને પછડાતો. (દ્વારિકાપ્રલય')
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy