SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય -૧ (ઈ.સ. ૧૪૫૦ -૧૬૦૦) ૭૭ છે. છંદો પણ ઘણા સાફસૂથરા છે. છંદની જેમ કવિનું ભાષાપ્રભુત્વ પણ પ્રશંસનીય છે. છંદ ભાગ્યે જ કૃત્રિમ બને એ રીતે શબ્દો સહજતાથી પ્રયોજાયા છે. સમગ્ર કૃતિ શબ્દલાલિત્યથી ઓપે છે. પ્રાસાનુપ્રાસ, ખાસ તો આન્તર્યમક અને અંત્યાનુપ્રાસ સહજ રીતે છતાં દૃઢપણે જળવાયા છે. (એથી છંદના નાદસૌન્દર્યની સારી પ્રતીતિ થાય છે). મૌલિક અલંકારોના વિનિયોગથી નિષ્પન્ન થતી કાવ્યાત્મકતાની બાબતમાં આ કૃતિ આગળ પડતી છે એમ કહી શકાતું નથી. એટલું જ નહીં, પરંપરાગત ઉપાદાનો અલંકારોનો પણ કવિ ઓછો ઉપયોગ કરે છે એથી એક પ્રકારની સાદગીનો અનુભવ થાય છે. અન્ય મધ્યકાલીન કૃતિઓ જેમ આ કૃતિમાં પણ તત્કાલીન સમાજસંદર્ભ વણાઈ ગયો હોય તેવાં ઘણાં સ્થાનો છે. જન્મ, ઉછેર, લગ્ન, આભૂષણો, પહેરવેશ, રીતિરિવાજ, માન્યતાઓ, ઉત્સવો, પ્રથા-પરંપરાઓ વગેરેને લગતા કેટલાક ઉલ્લેખો કૃતિની સમૃદ્ધિમાં વધારો કરે છે. નેમિનાથ હમચડી- કવિએ ૮૪ કડીની એ વિષય ૫૨ હમચડીના સ્વરૂપની એક લઘુકૃતિની રચના ઈ.સ.૧૫૦૮માં કરી છે. આ કૃતિ સામૂહિક નૃત્ય સાથે ગાવા માટે ખાસ લખાયેલી હોઈ તેના હિરગીતિકા છંદની સંગીતની છટા પણ અનુભવી શકાય એમ છે. કવિએ આ નાનકડી કૃતિને મનોરમ ભાવચિત્રો, પ્રસંગચિત્રો તથા મનોહર અલંકારો અને ભાષામાધુર્યથી મંડિત કરી છે. તત્કાલીન લોકાચાર પર સુંદર પ્રકાશ પાડતી આ કૃતિ છે. સ્થૂલભદ્ર એકવીસો - જૈનોમાં પ્રાતઃસ્મરણી મનાતા આચાર્ય સ્થૂલિભદ્રની સ્તુતિ રૂપે કવિએ વારાફરતી યોજેલી એવી દેશી અને હિરગીતની એકવીસ કડીની આ રચના કરી છે. ઈ.સ. ૧૪૯૭માં દિવાળીમાં રચાયેલી આ કૃતિમાં પોતાની પૂર્વપ્રિયા ગણિકા કોશાને ત્યાં સાધુ થયા પછી તરત ચાતુર્માસ રહેવાની ગુરુની આજ્ઞા થતાં સ્થૂલિભદ્ર કોશાને ત્યાં એ પ્રમાણે સંપૂર્ણપણે કામજિતા બનીને રહેવા ઉપરાંત કામવિજેતા થઈ કોશાને પણ સંયમ માટે પ્રતિબોધ પમાડે છે. એ ઘટનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અંતર્યમકની ચમત્કૃતિવાળી તથા પ્રાસની સંકલનાવાળી તથા દેશીની કડીના છેલ્લા અર્ધા ચરણના ત્યાર પછીની કડીમાં આવર્તનવાળી આ લઘુકૃતિ એના પ્રસંગનિરૂપણની છટા તથા શબ્દમાધુર્યને લીધે આસ્વાદ્ય બની છે. નવપલ્લવ પાર્શ્વનાથ સ્તવ અને સેરિસા પાર્શ્વનાથ સ્તવ - કવિ લાવણ્યસમયે પોતાની કૃતિઓમાં પોતે જ નિર્દેશ કર્યો છે તે પ્રમાણે ઈ.સ. ૧૫૦૨માં નવપલ્લવ પાર્શ્વનાથ નાના તીર્થની તથા ઈ.સ. ૧૫૦૬માં સેરિસા પાર્શ્વનાથ નામના તીર્થની એમણે યાત્રા
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy