SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો પદ્યસાહિત્ય) ૬૧ છે. વિશ્વનાથ જાનીએ “ગનીમનો પવાડો' લખ્યો છે. પરંતુ પવાડો' વ્યક્તિનાં વિશિષ્ટ કાર્યોના વર્ણન માટે હતો તે પાછળથી વીરકાવ્ય માટે રૂઢ થયેલો છે. વિવાહલ', “વિવાહ”, “વેલિ'-“વેલ' જેવા પ્રકારો, સામાન્યપણે, જૈન કવિઓએ વિશેષ ખેડ્યા છે. વિવાહલમાં તત્ત્વજ્ઞાનદષ્ટિએ વિવાહનું રૂપક ઘટાવાયું હોયછે જૈનેતર કવિઓમાં ભાલણ, નાકર, દીવાળીબાઈ, રાધાબાઈ, રણછોડ, ગિરધર, દયારામ આદિ અનેક કવિઓએ સીતા, શિવ, રામ, કૃષ્ણ, વગેરેનાં વિવાહ-કાવ્યો લખ્યાં છે. વેલિ’, ‘વેલ' સંજ્ઞા પણ વિવાહના અર્થમાં પ્રયોજાઈ છે. વજિયાની “સીતાવેલમાં રામસીતાના વિવાહની કથા નિરૂપાઈ છે. દયારામની “ભક્તવેલ” પણ એ જ ઢબની છે. “વલ્લભવેલમાં વેલ' શબ્દ વંશ-વેલના અર્થમાં ચરિત્રકૃતિ રૂપે આવે છે. માંગલિક પ્રસંગોએ ગવાતાં ધવલમંગલ ગીતો ધવલ–ધોળ' તરીકે જાણીતાં છે. નેમિનાથ, ઋષભદેવ વિશે આવાં અનેક ધોળપદ લખાયાં છે. રૂપક કાવ્યમાં જુદાં જુદાં રૂપકો દ્વારા નિરાકારભાવમાં સજીવારોપણ દ્વારા વસ્તુનું નિરૂપણ થતું હોય છે, ‘ત્રિભુવનદીપકપ્રબંધમાં પરમહંસ રાજા અને ચેતના રાણીનું, ‘વિવેકવણઝારો’-પ્રેમાનંદમાં વિવેકરૂપી વણઝારનું, “જીવરાજ શેઠની મુસાફરી (જીવરામ ભટ્ટ) વગેરે અનેક દીર્ધ રૂપકકાવ્યો જાણીતાં છે. નરસિંહ, મીરાં, ધીરો, દયારામ વગેરે અનેકનાં કેટલાંક પદોમાં પણ સળંગ વાણિજ્ય આદિનાં રૂપકો ગૂંથાયેલાં છે. - બારમાસીનો કાવ્યપ્રકાર, ફાગુની જેમ, મધ્યકાળમાં ખૂબ ખેડાયો છે. એક એક મહિનાનું એક એક પદમાં વર્ણન કરી બારે માસના વિશિષ્ટ વર્ણન સાથે, નાયિકાવિરહ આલેખતા આ પ્રકારમાં, મુખ્યપણે વિપ્રલંભ શૃંગાર સાથે કરુણનું નિરૂપણ હોય છે. અંત મિલનથી આવે છે. રત્નાના અને રાજેના મહિના પ્રસિદ્ધ છે. તત્કાલીન સમાજજીવનમાં પરદેશ જતા પુરુષોના દીર્ઘ પ્રવાસો સાથે આ પ્રકારને નજીકનો સંબંધ છે. કૃષ્ણ-રાધાનું જૈનેતર માટે તેમ નેમિ-રાજુલનું વિરહગાન જૈન કવિઓ માટે અવલંબનરૂપ હતું. જૈન કવિઓએ આ પ્રકારનાં પદ, વાર, તિથિઓ, મહિનાઓની રચના કરી છે. નેમિનાથ ચતુષ્યદિકા” નેમિનાથ રાજિમતી બારમાસ' તેમજ અનેક અપ્રગટ બારમાસીઓ આનાં ઉદાહરણો છે. જુદા જુદા કવિઓએ અસાડ, ચૈત્ર એમ જુદાજુદા મહિનાથી કાવ્યનો આરંભ કર્યો છે. બારમાસનું ચક્ર કેટલાક કવિઓએ જ્ઞાનોપદેશ માટે પણ નિરૂપ્યું છે. અખો, પ્રીતમ જેવાના “જ્ઞાનમાસ' એનાં ઉદાહરણો છે. લોકસાહિત્યમાં આવતાં ઋતુગીતો, લોકકથાની બારમાસીઓ પણ સુખ્યાત છે ‘માધવાનલ-કામકંદલાપ્રબંધમાં વિરહની તેમ ભોગની બારમાસી વણી લીધી છે. આ ઉપરાંત મૃત સ્વજનનું સ્મરણ ગાતાં મરશિયાનાં ઋતુકાવ્ય, કણબીના બારમાસ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy