SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧ જનની કુતૂહલપ્રિયતા જન્માવવા માટે યોજાયેલો ચમત્કાર છે. આ પ્રમાણે ગુજરાતી વાર્તાકારો વસ્તુ અને રીતિ દષ્ટિએ જે પરંપરાને અનુસરતા તે અતિ પ્રાચીન છે. બૃહત્કથામંજરી, કથાસરિત્સાગર, એની પણ પહેલાંથી વિક્રમની કથાઓ ચાલી આવે છે. એ જ પરંપરા લોકમુખે વહેતી ગુજરાતના કથાસાહિત્યમાં આવે છે. એમાંની કેટલીય કથાઓ રાસામાં જુદું રૂપ લે છે, કેટલાક કવિઓને હાથે એને છંદોબદ્ધ રૂપ મળે છે. અને કેટલીક લોકવાર્તા કંઠસ્થ સાહિત્યમાં ચાલી જાય છે. જ્ઞાનમૂલક ખંડકાવ્યો આધ્યાત્મિક જ્ઞાનનાં કડવાંબદ્ધ કાવ્યો જેવાં કે, અખાકૃત “અખેગીતા', બેહદેવકૃત “ભ્રમરગીતા', પ્રીતમકૃત “સરસગીતા', ભાણદાસકૃત હસ્તામલક, દયારામકૃત રસિકવલ્લભ' વગેરે આ પ્રકારનાં કાવ્યો છે. એમાં “અખેગીતામાં છે તેમ અદ્વૈતના સિદ્ધાંતોને દાંતો દ્વારા નિરૂપ્યો છે, તો “રસિકવલ્લભમાં છે તેમ પુષ્ટિ સંપ્રદાયના સિદ્ધાંતને વિસ્તારથી સમજાવ્યો હોય છે. આમાં મોટેભાગે અમુક સિદ્ધાંતનું પ્રતિપાદન કરીને “અખેગીતામાં કે “રસિકવલ્લભમાં છે તેમ અન્ય સિદ્ધાંતોનું ખંડન કર્યું હોય છે. આ બધી કૃતિઓને ગીતા નામ અપાયું હોય છે. અને એ અર્થમાં એમાં ગુરુશિષ્યના સંવાદરૂપે આધ્યાત્મિક સિદ્ધાંતનું પ્રતિપાદન થતું. એનો આરંભ પરબ્રહ્મની કે આદ્યનિરંજન કે એવા કોઈ અમૂર્ત તત્ત્વની સ્તુતિથી થતો. એમાં ફળશ્રુતિ ‘અખેગીતામાં છે તેમ કાં તો આવતી જ નથી, અથવા તો “આંતરદષ્ટિ ઉઘડશે અહંકાર ટળશે એ પ્રકારની હોય છે. એમાં શાન્તરસનું જ સાદ્યન્ત નિરૂપણ હોય છે. એ શાંતરસ પણ ઉમાશંકર જોશી કહે છે તેમ, જેમાં બધા રસો વિવર્ત છે એવો સ્થાયી રસ હોય છે. આ કૃતિઓ કડવાબદ્ધ છે. એમાં સિદ્ધાંતના વિશદીકરણ અર્થે દષ્ટાંતો સારા પ્રમાણમાં આવતાં હોય છે. એમાં જ્ઞાનનું પ્રતિપાદન થયું હોવાથી લાગણીનો ઉદ્રક જોવા મળતો નથી, છતાં, “અખેગીતા'માં અભિનવો આનંદ આજ માં છે તેમ પરબ્રહ્મ જોડેની એકતાના અનુભવનો આનંદ લાગણીસભર શબ્દોમાં વ્યકત થયો હોય છે. વીરકાવ્યો મધ્યકાળમાં બે ઐતિહાસિક વીરકાવ્યો મળે છે : શ્રીધરનું રણમલ્લ છંદ' અને પદ્મનાભનું ‘કાન્હડદે પ્રબંધ'. બન્ને કાવ્યોના નાયકો ઐતિહાસિક વ્યક્તિ છે, અને એમણે મુસ્લિમોના આક્રમણ સામે કરેલા યુદ્ધનું એમાં વર્ણન છે. “રણમલછંદને કેશવ હ. ધ્રુવે પીવાડો કહ્યો છે. પોવાડો ગેય કાવ્યનો પ્રકાર હોવાથી એમાં ગેયતાને
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy