SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પર ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ:૨, ખંડ - ૧ - કવિએ સવારમાં વાંઝિયાનું મો જોવું એ અપશુકન ગણાય એવો વહેમ ઓખાહરણ'માં વણી લીધો. શુભશુકન વિષેની માન્યતા નળાખ્યાનમાં સાંકળી નળ દમયંતીના સ્વયંવર માટે જવા નીકળે છે ત્યારે, અતિ શી સાચરિયો રાય, શુકન મળી સુવાસી ગાય કુરંગકુરંગીને સાથ, આગળ ઊતર્યા જેમણે હાથ. ક્યારેક કવિને અંત ન્યાયયુક્ત ન લાગ્યો હોય ત્યારે એ ગાંઠનો પ્રસંગ ઉમેરી એને ન્યાયયુક્ત બનાવે છે. જેમકે નળાખ્યાનમાં લગ્નલોલુપ તુપર્ણ હોંશે હોંશે વિદર્ભ જાય અને હતાશ થઈને પાછો ફરે, એ પ્રેમાનંદને સુખદ અંત ન લાગ્યો, તેથી કવિએ એને દમયંતીની ભાણેજ જોડે પરણાવ્યો અને સર્વ રીતે મધુરેણ સમાપયેતનો સિદ્ધાંત જાળવ્યો. આખ્યાનકારોની દૃષ્ટિ કથા કહેતી વખતે હંમેશાં શ્રોતાઓ પર સ્થિર થતી. એટલે એ શ્રોતાઓને સુપરિચિત એવી, અને આત્મીય લાગે એવી સૃષ્ટિનું નિર્માણ કરતા. આમ દૈવી પાત્રોનું પણ માનવીકરણ અથવા ગુજરાતીકરણ થતું. જેથી એ પાત્રો શ્રોતાઓને પોતીકાં લાગે. પ્રેમાનંદના હૂિંડીમાંના શામળશા શેઠ કે મામેરુંમાં દામોદર દોશી બનાવીને જ કૃષ્ણને કવિ લઈ આવે છે. પૌરાણિક પાત્રોનાં લગ્નમાં પણ ગુજરાતની જ લગ્નવિધિ થાય છે અને એ સમયમાં પ્રચલિત ગુજરાતી લગ્નગીતો ગવાય છે. મામેરુમાં કુંવરબાઈની સાસુસહિત સમગ્ર નાગરસ્ત્રીસમાજ રજૂ થયો છે. ‘સુદામાચરિતમાં કૃષ્ણ સામાન્ય માણસની જેમ સુદામાની મજાક કરતાં પૂછે છે, “ભાભી અમારાં વઢકણાં તે શું લોહીડું શોષે? ‘નળાખ્યાન'માં દમયંતીના સ્વયંવરમાં આવેલા દેવો એકબીજાની ઈર્ષા કરતા દર્શાવાયા. એ રીતે પૌરાણિક પાત્રોનું શ્રોતાઓ જેમનાથી સુપરિચિત હોય એવું માનવીકરણ કરાતું, એક રીતે કહીએ તો ગુજરાતીકરણ કરાતું. મુરારી કૃત “ઈશ્વરવિવાહમાં પાર્વતીની સખીઓનાં કમળાદે દેવળદે જેવાં નામો હોય, આખ્યાનમાં દરેક લગ્નમાં પીઠી ચોળાતી હોય, વરરાજા ઘોડે ચડીને પરણવા જતા હોય, સાસુ જમાઈને પોંખતી હોય, નાક ખેંચતી હોય એવી બધી લગ્નની વિગતો હોય ત્યારે શ્રોતાઓને પોતાની આસપાસની સૃષ્ટિ જ આખ્યાનોમાં પ્રતિબિંબિત થતી લાગે. વસ્તુગૂંથણીની દૃષ્ટિએ પૌરાણિક આખ્યાનોમાં મંગળાચરણ પછી પહેલા કડવામાં પ્રસંગાનુકૂળ ભૂમિકા રચાતી, અર્થાત્ કાવ્યના મુખ્ય પ્રસંગો પૂર્વેની ઘટનાઓ સંક્ષેપમાં રજૂ થતી. જેમકે પ્રેમાનંદના “રણયજ્ઞમાં કાવ્યનો મુખ્ય પ્રસંગ રામરાવણના યુદ્ધથી શરૂ થાય છે. તેથી આરંભમાં યુદ્ધકાંડની પૂર્વેના પ્રસંગો સંક્ષેપમાં રજૂ કર્યા છે જેથી કાવ્યના મુખ્ય પ્રસંગને શ્રોતાઓ સહેલાઈથી સમજી શકે.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy