SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો પદ્યસાહિત્ય) ૪૭ રાસાઓ છે જ્યારે “ભરતેશ્વર બાહુબલિરાસ, ‘સમરારા', સિરિથૂલિભદ્ રાસ' વગેરેમાં થોડેવત્તે અંશે કથાનું તત્ત્વ હતું. પણ તે પછીના રાસાઓમાં કથાની જોડે વર્ણનો પણ ભળ્યાં. આ વર્ણનોનાં એકાદ બે દ્રષ્ટાન્તો જોઈએ. ૧૬મી સદીમાં લાવણ્યસમયે રચેલા વચ્છરાજ દેવરાજરાસ'માંના વનવર્ણનની થોડી પંક્તિઓ વનગલ્ડર તે કહિયે કિસૂ, સૂરજ કિરણ ન ફૂટે ઈસુ. વાજે વાયુ, શીતળ વાય, સાવજ તણા યૂથ ગહગહે, ચંચલચપલ ન સહ્યા રહે વાઘસિંહ ગાજે ગડગડે, તિણ નાદે ધરતી ધડધડે. સત્તરમી સદીમાં ઉદયરત્નરચિત “લીલાવતીરાસમાં મહિયારીના વેષમાં લીલાવતીનું વર્ણન કવિ આ પ્રમાણે કરે છે – અજબ બની એ આહિરડી, મલપતી મોહન વેલ રૂપે રંભ હરાવતી, ગજપતિ આંબે ગેલ ધોલી ધાબલી પહિરણે, વિચવિચ રાતાતાર કોરે કાલા કાંગરા, ગલે ગુંજાનો હાર. નગરવર્ણનોમાં પ્રથમ જંબુદ્વીપ, પછી ભારત, પછી પ્રાંત, અને પછી નગર એ ક્રમ રહેતો. સ્ત્રીના અંગવર્ણનમાં પણ પરંપરાનું જ અનુસરણ થતું જેમ કે પોપટની ચાંચ જેવું નાક, દાડમની કળી જેવા દાંત, પરવાળાં જેવા હોઠ ઇત્યાદિ. રાસાનાં આ સામાન્ય લક્ષણો ઉપરાંત પંદરમી સદી પછીના રાસાઓમાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો છે. એમાં કથાતત્ત્વો તો હોય છે, અને એક મુખ્યકથાની જોડે અનેક અવાન્તર કથાઓની ગૂંથણી થઈ હોય છે. આ અવાન્તર કથાઓ મૂળ કથાનું પાત્ર પોતાના વક્તવ્યના સમર્થનમાં કહેતું. કેટલીકવાર પાત્રો એકબીજાને દ્રષ્ટાન્તકથા કહેતા. આ પ્રકારની ગૂંથણીથી કથામાં સળંગસૂત્રતા રહેતી નથી. ઘણીવાર એકની એક અવાન્તર કથા અનેક રાસાઓમાં જડે છે. એ અવાન્તરકથાઓમાં શૃંગાર તથા અદૂભુતરસ પ્રધાનપણે આલેખાતો. એમાં શૃંગાર એ હેતુથી નિરૂપાતો કે કથાનાયક કથાને અંતે દીક્ષા લે તે પૂર્વે એણે સંસારીરસનો પૂર્ણાશે, ઉપભોગ કર્યો હોય, જેથી સંસારમાં એની વાસના ન રહે. એથી નાયક અનેક સ્ત્રીઓને પરણે, અને સંભોગનું વિશેષ પ્રમાણમાં નિરૂપણ થતું. વાર્તાને રસપ્રદ બનાવવા એમાં મેલી વિદ્યાથી માણસનું પશુપક્ષીમાં ફેરવાવું, વૃક્ષોનું અધ્ધર ઊડવું, વગેરે અદ્ભુત પ્રસંગો પણ યોજાતા. રાસા માં સુભાષિતો, મુક્તકો તથા પ્રહેલિકાઓ પ્રચુર પ્રમાણમાં આવતાં. જોકે કથાવાર્તા
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy