SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ જાણજો મૂઈ સતભામાય, કરી મન વાળજો રે લોલ પાપી પિતા અમારો અંધ કે લંપટ લાવિયો રે લોલ. આમ ઈષ્ય, કટાક્ષ, રૂસણું એ બધાં દ્વારા કૃષ્ણ માટેનો એનો પ્રેમ વ્યક્ત થયો છે. જોકે આમ કરવા જતાં દેવી પાત્રોને સામાન્ય જેવાં દર્શાવતાં એમનું દેવત્વ જળવાતું નથી. ગરબાગરબીમાં શૃંગારકીડાનું સ્થાન પનઘટ હોય છે. રાધા તથા ગોપીઓ, પાણી ભરવા જાય, ત્યારે બેડું માથે ચઢાવવા કોઈની મદદ જોઈએ. એ સમયે કૃષ્ણ ત્યાં હાજર હોય, એને ગોપીઓ બેડું ચઢાવવા કહે ત્યારે કૃષ્ણ અટકચાળાં કરે અને એ રીતે શૃંગારલીલાની શરૂઆત થાય. એનાં થોકબંધ દ્રષ્ટાન્તો ગરબીમાં મળે છે. દયારામની ગરબી તથા લોકગીતમાં પનઘટલીલાનાં રમ્ય દ્રષ્ટાન્તો મળે છે. વલ્લભના “આંખમીંચામણાનો ગરબોમાં સંભોગશૃંગારનું પણ નિરૂપણ થયું ગરબાગરબીમાં વિપ્રલંભ શૃંગારનું નિરૂપણ કૃષ્ણ ગોકુળ છોડીને મથુરા ગયા, એથી રાધા અને ગોપી કેવાં ઝરે છે, તેના નિરૂપણ દ્વારા મળે છે. લોકસાહિત્યના ગરબામાં ગોકુળિયાનું આક્રંદ દર્શાવતાં સારથીને રથ પાછો વાળવા માટે કહ્યું છે – હાં રે ફેરો ગોકુળ રથવાળા હાં રે તમે નંદ જશોદાના લાલ ગાયું રે તલખે ને વાછરું રે તલખે તલખે ગોપ બિચારા અહીં સમગ્ર ગોકુળની કરણ દશા કવિએ તાદશ કરાવી છે. વલ્લભ ભટ્ટ એના “કજોડાંનો ગરબોમાં વૃદ્ધ સાથેના લગ્નને પરિણામે બાલિકાવધૂની કરુણદશા નાયિકા દ્વારા અસરકારક રીતે વર્ણવી છે. એ ગોરમાને પોતાની કરુણતા જણાવે છે. એટલે સામાજિક ગરબામાં પણ ભક્તિનું તત્ત્વ જળવાયું છે. અદ્દભુતરસ માત્ર ગરબામાં જ નિરૂપાયો છે. એમાં દેવીના ચમત્કારો, તથા કૃષ્ણના બાલ્યજીવનના ચમત્કારો નિરૂપાયા છે. “મહાકાળીનો ગરબો'માં પતાઈ રાવળ માતા પર કુદૃષ્ટિ કરી તેથી માતાએ આપેલા શાપનું વર્ણન છે. જો કે ચમત્કાર પોષે છે તો ભક્તિરસને. રણછોડના ચંડીપાઠમાં મહિષાસુર, શુંભ-નિશુંભ અને દેવી, એ ત્રણેયની માયાનું નિરૂપણ કર્યું છે. રાક્ષસોનાં લોહીનાં ટીપામાંથી બીજા રાક્ષસોની ઉત્પત્તિ, દેવીના કોપમાંથી અંબિકાનો જન્મ, મહિષાસુર કુંજર થયો, દેવીએ કુંજરને
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy