SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ', પ્રીતમના પદ ‘હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને' જેવાં પદોની અર્ધી સફળતા એની ધ્રુવપદની પસંદગીમાં રહેલી છે. ટેકની પંક્તિ દરેક પદમાં હોવી જોઈએ એવો નિયમ નથી, પણ ટેકની પંક્તિ રે ધ્રુવપદવાળાં પદો અને ટેકની પંક્તિ કે ધ્રુવપદ વિનાનાં પદોમાં ફરક એ છે કે ધ્રુવપદ વિનાનાં પદોમાં પ્રાસ જળવાયા હોય છે. જ્યારે ટેકની પંક્તિવાળાં પદોમાં ટેકની પંક્તિ જ પ્રાસની રજૂઆત પૂરી કરે છે. તેમ છતાં ટેકની પંક્તિ પણ હોય અને પ્રાસ પણ જળવાયા હોય એવાં પદો પણ મળે છે : જેમ કે – રૂમઝૂમ નાદે ને નેપૂર બાજે, ઝાંઝરનો ઝમકાર રે તાલીતાલ મૃદંગ ધૂને નાચે, કરિકિંકણી રણકાર રે - રૂમઝૂમ, આમ નરસિંહના સમયથી દયારામના સમય સુધી (અને આજે પણ) પદનો પ્રવાહ અખંડ વહ્યો જાય છે. આ સમયગાળામાં અનેક નવાં કાવ્યસ્વરૂપો પ્રગટ્યાં અને વિકસ્યાં. પણ તેથી પદને કશી આંચ આવી નથી. કારણકે ભિન્નભિન્ન રુચિ અને સંપ્રદાયના લોકોને નિજ નિજ ભાવાભિવ્યક્તિને આલેખવાનો એમાં પૂરતો અવકાશ રહેતો. પદમાળા, કથનપ્રધાન ઊર્મિકાવ્યોમાં એક પદ કથન માટે ટૂંકું પડવાથી વસ્તુ એક પદમાંથી અનેક પદમાં વિસ્તરવા લાગ્યું. વળી સામાન્યજનને ભજનની એક ધૂન અથવા એક જ પદમાં આવતી હરિશ્ચન્દ્ર, નળ વગેરેની નામાવલિથી, કે એક નાના પદમાં સમાઈ શકે એવી કથાથી સંતોષ ન થાય, તેથી ભાગવત, અન્ય પુરાણો અને નરસિંહના જીવનમાંથી પ્રસંગો લઈને પદો દ્વારા કથા કહેવાની રીત અમલમાં આવી અને એ રીતે પદમાંથી પદમાળાનું સ્વરૂપ વિકસ્યું. નરસિંહે જ “સુદામાચરિત', હારમાળા’ જેવી પદમાળાઓ રચી છે અને કથાના નિરૂપણ માટે પદનું સ્વરૂપ ફાવતું હોવાથી એણે પૌરાણિક કથાના નિરૂપણ માટે પદોની શૃંખલા રચી અને પ્રસંગો બદલાતા જાય તે સાથે ઢાળ પણ બદલાતા જાય એવી યોજના કરી. એ રીતે પદમાળાનું સ્વરૂપ ઉદ્દભવ્યું, નરસિહ પછી આખ્યાનકવિ પ્રેમાનંદે ભ્રમરપચીશી' પદમાળા આ રીતે રચી છે. પ્રેમસખી પ્રેમાનંદ કૃત ‘તુલસીવિવાહ પણ આ સ્વરૂપનું કાવ્ય છે. પુરાણમાંથી કથાવસ્તુ લીધું હોય તો પણ કવિ એમાં ફેરફારો કરી શકતો. કથાના વસ્તુનિરૂપણની દ્રષ્ટિએ વિચારતાં કેટલાંકમાં પ્રત્યેક પદે વસ્તુનો વિકાસ થયો હોય છે. એથી કાવ્ય સુશૃંખલિત લાગે છે. જ્યારે અન્ય પ્રકારની પદમાળાઓમાં વસ્તુનો વણાટ ફીસો નજરે પડે છે. એમાંનાં ઘણાં પદોનો કથાના વિકાસમાં કશો
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy