SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ જય હરિહરા, વિભુ જય હરિહા વૈકુંઠે વસે વિશ્વભર, શિવજી કૈલાસે કમળનયન કેશવને, શિવજીને ત્રિનયના કૌસ્તુભમણિ કેશવને, શિવજીને રૂંઢમાળા પદ નાનું કાવ્યસ્વરૂપ હોવા છતાં એમાં કથાઓ પણ કહેવાતી. એવી કથાઓમાં કાં તો એક જ ઘટનાનું નિરૂપણ હોય અથવા ઘટના પરંપરા ક્રમિક રીતે નિરૂપી હોય. એક જ ઘટનાનું કથન હોય એવાં પદોમાં નરસિંહ મહેતાની હૂંડી, કૃષ્ણની બાળલીલા, ઇત્યાદિ આવતાં. ક્યારેક પૌરાણિક કથાઓમાં કવિ પોતાનું ઉમેરણ કરતો. જેમ કે હરગોવનની કૃષ્ણલીલામાં કૃષ્ણ સાજાસમાં રહે તે માટે જશોદાએ અંબાજીની બાધા રાખેલી. તેથી બાધા ઉતરાવવા એ કૃષ્ણને અંબાજી લઈ જઈને ત્યાં વાળ ઉતરાવે છે, તેનું નિરૂપણ કર્યું છે. જૈન સાયોમાં પણ કથાઓ આવતી. જેમાં કોઈ ત્યાગી પુરુષ કે મુનિના જીવનપ્રસંગનું આલેખન થયું. જેમકે, લબ્ધવિજયજીની ઈલાયચી પુત્રની સજ્જયમાં ઇલાયચજીએ કેવા સંજોગોમાં વૈરાગ્ય ઉપજવાથી દીક્ષા લીધી તે દર્શાવાયું છે. એવી સંખ્યાબંધ કથાપ્રધાન સર્જાયો મળે છે. ક્યારેક કથાપ્રધાન સર્જાયોમાં સંવાદશૈલી અપનાવાઈ હોય છે. જેમ કે ભોજલના “કાચબાકાચબીના ભજનમાં કાચબાની ઉક્તિથી આરંભ થયો છે – કળકળમાં કાચબી કૂડી, રામૈયાની રીત છે રૂડી. આખું પદ કાચબાકાચબી'ના સંવાદના રૂપમાં છે. મધ્યકાલીન સાહિત્યમાં આવા અનેક સંવાદનાં પદો મળે છે. નરસિંહના લોકપ્રચલિત “નાગદમન'ના પદમાં પણ નાગિણ અને કૃષ્ણનો સંવાદ જ આદિથી અંત સુધી છે. સંવાદની જેમ બીજી રીતિ આત્મકથનની હતી. દયારામનું ઘણું જાણીતું પદશ્યામ રંગ સમીપે ન જાવું મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું - એમ ગોપીના આત્મકથનથી શરૂ થાય છે. આખું પદ એનું આત્મકથન જ છે. લોકસાહિત્યમાં પણ સંવાદ અને સ્વગતોક્તિશૈલીનાં પદો મળે છે. નીચેના લોકગીતમાં એક સંતાનવિહીન સ્ત્રી, સંતાનવાળા ઘરનાં રમણીય ચિત્રો એક પછી
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy