SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૪૨૯ ૧૧. મહેતા, નર્મદાશંકર દે, ‘અખાકૃત કાવ્યો'-૧, પૃ. ૪૬. ૧૨. જોશી, ઉમાશંકર, “અખો-એક અધ્યયન', ૧૯૭૩, પૃ. ૬૫. ૧૩. એ જ, પૃ. ૬૧-૬ ૨. ૧૪. એ જ, પૃ. ૬૩. ૧૫. અખાની કૃતિઓ માટે જુઓ “બૃહત્ કાવ્યદોહન' ના ભાગો; “અખાની વાણી', પ્ર. સતું સાહિત્યવર્ધક કાર્યાલય, અમદાવાદ; ‘અખાકૃત કાવ્યો-૧' સં. નર્મદાશંકર દેવશંકર મહેતા, પ્ર.ગુજરાત વિદ્યાસભા; “અપ્રસિદ્ધ અક્ષયવાણી સંગ્રહકાર ભગવાનજી મહારાજ, કહાનવા, સંશોધક તથા ટીકાકાર “સાગર'-જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી. પ્ર. ગુજરાત વિદ્યાસભા. ૧૯૩૨; “શ્રી અખાજીની સાખીઓ', સંગ્રાહક અને પ્રકાશક ભગવાનજી મહારાજ, કહાનવા, સંશોધક, થકાકારતથી પ્રકાશક કેશવલાલ અંબાલાલ ઠાકર, ભરૂચ, ૧૯૫૨. ‘અખેગીતા'ની, હસ્તપ્રતો ઉપરથી શાસ્ત્રીય રીતે સંશોધિત કરેલી, વિવરણ અને મહત્ત્વના શબ્દોના કોશ સાથેની વાચના ગુજરાત યુનિવર્સિટીએ ૧૯૬ ૭માં પ્રગટ કરી છે. સં. ઉમાશંકર જોશી, રમણલાલ જોશી. “અખાકૃત કાવ્યો-૧' માંના ન. કે. મહેતાના પાઠમાં અને ભૂપેન્દ્ર ત્રિવેદી સંપાદિત પાઠમાં હસ્તપ્રતોની મદદ લેવાઈ છે. “અનુભવબિંદુની વાચના હસ્તપ્રતોના આધારે કેશવલાલ હર્ષદરાય ધ્રુવે તૈયાર કરી છે. પણ તેઓ હસ્તપ્રતોનો આધાર છોડી પ્રાસસાંકળી સાચવવા અને અન્ય કારણે કલ્પિત પાઠ મૂકતાં ખચકાયા નથી. એવા પાઠ આપવાની એમની પાત્રતા અત્યંત ઉચ્ચ કોટિની હોવા છતાં બીજી જ કડીમાં હસ્તપ્રતના “ગુણનું આલે' ને બદલે “ગુણને આલે' એવો પાઠ એ કહ્યું છે ત્યાં ‘આ’ ને એ ક્રિયાપદ તરીકે જોવાને માર્ગે વળી ગયા લાગે છે. હકીકતમાં એ છે નામ‘ગુણનો આલય.' ભૂપેન્દ્ર ત્રિવેદી એમની ‘અખેગીતા'ની આવૃત્તિની જેમ આની આવૃત્તિમાં પણ કેવળ હસ્તપ્રતો લઈ શાસ્ત્રીય રીતે પાઠાન્તરો નોંધતા નથી. પણ એમના પાઠમાં હસ્તપ્રતોની સામગ્રી વધુ હોઈ એ જોવી ઘટે. હરિવલ્લભ ભાયાણીએ “ગ્રંથ'– મે ૧૯૬૫)માં અવલોકનમાં કહ્યું છે તેમ ‘અનુભવબિંદુનો પ્રમાણભૂત પાઠ નિર્મીત કરવા માટે ફરી કોઈએ વ્યવસ્થિત પ્રયત્ન કરવાનો રહેશે. છપ્પાની જૂના સમયની છપાયેલી પ્રતોના ઉલ્લેખ માટે જુઓ “અખો–એક અધ્યયન' ૧૯૭૩. આઠ હસ્તપ્રતો ઉપરથી શાસ્ત્રીય સંશોધનપૂર્વકની વાચના મેં ૧૯૫૩૫ાં આપી હતી તેની સુધારેલી આવૃત્તિ ૧૯૬ માં પ્રગટ થઈ છે. તેમાં અંતે શબ્દસૂચિ આપવા ઉપરાંત છપ્પામાં આવતા વિષયોની ઠીકઠીક વિગતવાર વિષયસૂચિ આરંભમાં આપી છે. અંગોમાં સામાન્ય રીતે વિષયનું દઢ બંધન ન હોઈ કઈ પંક્તિ કયાં હશે એ શોધવું મારા જેવા જેણે અક્ષરશ: સેંકડોવાર છપ્પા ઉથલાવ્યા છે તેને માટે પણ હંમેશાં સહેલું નથી. ક્યારેક પંકિતસૂચિ સાથેની એક એવી આવૃત્તિ આપવાનો ખ્યાલ છે, જેમાં ચાલુ આવૃત્તિમાં દરેક છપ્પાની અતિ ટૂંકી શબ્દાર્થટીકા આપી છે તેને બદલે, દરેક છપ્પાનો અખાના કુલ વિચારઠાઠના સંદર્ભમાં સરળ ગદ્યાર્થ પણ આપવામાં આવ્યો હોય. બીજી કૃતિઓની પણ હસ્તપ્રતોની મદદથી શાસ્ત્રીય સંશોધનપૂર્વક વાચનાઓ વહેલામાં વહેલી તકે પ્રગટ થવી જોઈએ. સાખીદુહાની એવી વાચના તૈયાર થાય તો તેનો વિચારસંદર્ભ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy