SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૪૨૭ આવે છે અને છંદોલયમાં ઉપહાસનો ધીરો ઘોર ઊભો કરે છે. અખાનો પયગંબરી સિવાયનો કટાક્ષ અભિજાત નથી પણ રહેતો, છતાં એની દ્વારા પણ જરૂર,કવિ યેટ્સ મહાન કટાક્ષકાર સ્વિફ્ટની બાબતમાં કહે છે તેમ, “માનવની સ્વતંત્રતાની એ સેવા કરી ગયો છે.” બ્રેડલી કહે છે કે પુણ્યપ્રકોપ, નિરાશા અને મનોરુણતા દ્વારા મહત્તા સિદ્ધ કરનારા બાયરન કે શોપનહાવર માનવીય શક્યતાઓને માત્ર નકારાત્મક રીતે વ્યક્ત કરે છે, જ્યારે શેલીનો પયગંબરી સમુલ્લાસ તેમને વિધેયાત્મક રીતે વ્યક્ત કરે છે. અખામાં હાસ્યનો એક પ્રકાર છે જે વાત્સલ્યથી ધબકે છે : “હાથથી નાખીને દૂર લેવા ગયો, જાણે શું વસ્તુ નવ હોય આઘી.” પયગંબરી સમુલ્લાસના, એનો શબ્દ વાપરીએ તો “બ્રહ્મખુમારી'ના દાખલા પણ અખામાં ઘણા મળશે, “છીડું ખોળતાં લાધી પોળ,'“ઈશ્વરરૂપી જહાજે ચઢયો; પંચસહિત ઊતરિયો પાર, પગ ન બોળું જળસંસાર,’ ‘તે નોહે ખૂણેખાંચરે આ પ્રત્યક્ષ મુખેમુખ વાતો કરે.” “પાંચ ઇન્દ્રિયને વશ કરી, પછી છોગાં મેલીને ફરીએ રે’, ‘જ્ઞાનઘટા ચઢ આઈ, હે ચિદ્દઅર્ણવ અગાધ! હું ચીડી ચંચ ભરી કે કહ્યું, “અખા, બ્રહ્મચૈતન્ય ઘનમેં ભઈ અચાનક દામિની' (બ્રહ્મલીલા), ચિત ચમક્યું, તું તે ટળ્યું' (અખેગીતા). ૫. અક્ષયરસ અખાના હાસ્યવારા ખરા, આત્માની સભર ભરી મુદિતાનો ઉદ્રક તે તો એના શાંતમાં અનુભવાય છે. પદોમાં છપ્પામાં, “અનુભવબિંદુમાં અને ‘અખેગીતા'ના ભક્તના વર્ણન જેવા દાખલાઓમાં એ શાંત અચૂક વરતાય એવો છે. શાન્ત તે નિશાળમાંથી નીસરી” જેવાં સસ્તાં બોધવચનોનો નહીં પણ બધા રસો જેના વિવર્તી છે એવો સ્થાયી રસ. નર્મદ ભલે કહે કે “એની કવિતામાં હાસ્ય સિવાય બીજો રસ જ નથી”, અખાને મુખ્યત્વે હાસ્ય અભિપ્રેત નથી, અખાની મનઃસૃષ્ટિમાં શાંતના એક વિવર્તરૂપે જ હાસ્યનું પણ સ્થાન છે. કવિ, તત્ત્વજ્ઞ કવિ તો સવિશેષ, અન્ય રસોનો આસ્વાદ કરાવતી વખતે પણ આ શાંતનો અનુભવ કરવાની આપણી શક્તિને જ સંસ્કાર આપતો હોય છે. રસનું સ્વરૂપ જ એવું છે કે જ્યાં ભાવકની સ્વીકારપરિહાર-ઉપેક્ષાબુદ્ધિનું શમન થયું છે એવા શાન્તની છાયા હેઠળ જ એનો ઉદય થાય છે. કદાચ તેથી “સર્વરસન શાન્તપ્રાય અવાસ્વા:'- બધા રસોનો આસ્વાદ શાન્ત જેવો જ થાય છે – એમ આચાર્ય અભિનવગુપ્તપાદ કહે છે. એ શાંત એટલે સૌ લૌકિક કે અલૌકિક ચિત્તવૃત્તિઓનું ઉન્મેલન નહીં, ઊલટું એ સ્થાયી શાન્તના વ્યભિચારી ભાવરૂપે તે વૃત્તિઓની લીલા પ્રગટ રહે છે એમ એ નોંધે છે:
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy