SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૪૨૫ યોજેલા જ્યમ પંખી ઓછાયો પડિયો જાળ, પણ પોતે ઊડે નિલગ નિરાળ’ ના જેવાં દૃષ્ટાંતોમાં મળે છે. નરસિંહરાવ અખામાં કવચિત્ શબ્દ-ભાંગફોડ હોય છે તેને લક્ષ્ય કરી હાથમાં હથોડાવાળા સર્જકને તાદશ કરવા પ્રેરાયા, પણ એ વખતે અનેકવિધ ઉપમા-રૂપકદૃષ્ટાંત આદિ અલંકારો-અને કેટલાક તો હંમેશ મનમાં રમી રહે એવા–વડે ગુજરાતી ગિરાનો શણગાર નિર્ભી જનાર સુવર્ણકાર એમની દૃષ્ટિ બહાર રહી ગયો લાગે છે. ૪. હસતો કવિ " અખો આપણો હસતો કવિ છે. અખાનું ખડખડાટ હાસ્ય એ ગુજરાતી સાહિત્યનું મહામૂલું ધન છે. સરળ સચોટ વાણીમાં હાસ્યજનક ચિત્રો દોરીને એણે જેવો હાસ્યરસ જમાવ્યો છે તેવો ગુજરાતી સાહિત્યમાં બહુ ઓછા લેખકોએ સિદ્ધ કર્યો છે. કોઈ વાર અખો અટ્ટહાસ કરે છે, તો કોઈવાર ટાઢો ટમકો મૂકીને ખસી જાય છે. હમણાં એને દાંત કચકચાવીને બોલતો આપણે સાંભળીએ છીએ, તો ઘડીક વાર પછી મૂછમાં આછું આછું હસતો ઠેકડી કરતો એને જોઈએ છીએ. એક વખતે હાથમાં ચણાના ખારમાં પાયેલો કરડો કોરડો લઈને ઊભેલી એની રુદ્રમૂર્તિ નજરે પડે છે, બીજી વખતે જીવનની બે પરસ્પર કશા સંબંધ વગરની ચીજોને જોડાજોડ મૂકીને અણધારી રીતે આપણને હસવાની ફરજ પાડતા ટીખળી જેવો એ લાગે છે. જાદુગરની પેઠે આસાનીથી ગમે ત્યાંથી એ હાસ્ય બહાર લાવે છે. કઢંગાપણા (the ludirous) નો એનો ખ્યાલ “સાગર આગળ શું કૂદે કૂપ' જેવાં દૃષ્ટાંતો દ્વારા પ્રગટ થાય છે. અખાના પૂર્વજીવનની રચનાઓ એકલી ધાર્મિક જ નહીં પણ સમગ્ર સામાજિક સંસ્થાઓના દંભો સામે પ્રહારાત્મક ટીકારૂપે યોજાઈ લાગે છે. એટલે એવી કૃતિઓમાં ઉપહાસ અને કટાક્ષ રૂપે જ હાસ્ય આપણને મળે છે. આત્માનુભવની સભરતા અનુભવ્યા પછી એના હાસ્યનું રૂપ પણ કુદરતી રીતે બદલાઈ જાય છે. અખો લોકપ્રિય છે તે પ્રથમ પ્રકારના હાસ્યને લીધે, પણ એની મોટાઈ તો બીજા પ્રકારને લીધે છે એમ કહેવું જોઈએ. પ્રથમ પ્રકાર કટાક્ષનો, મર્મપ્રહારનો, અટ્ટહાસ્યપૂર્વકના ઉપહાસનો છે. એના‘તિલક કરતાં ત્રેપન થયાં', “એક મૂરખને એવી ટેવ' આદિ નમૂના કયા ગુજરાતી બાળકને કંઠે નથી? એક હસ્તપ્રતમાં જોવા મળેલી (ઉપર આડો લીટો કરીને છેકેલી) કડીની પંક્તિઓ “કરવો ભેરવજાપ તાહારે ન કરિયે ઘસતી અને કહે અખો એ બે ન
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy