SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૪૨૧ તેમ વેદાન્તાભાસી અર્થ ઘટાવીને સ્વીકારાયે ગયા, એથી અખાએ ભાષા ઉપર ધ્યાન નથી આપ્યું, એની ભાષા કૂટ છે, એવી છાપ છપ્પા' માટે પણ પડવા પામી છે. જ્યમ વાયુ હીંડ વિના પરાગ (૬ ૧૫)નો સુગંધ વગર વાયુ જેમ ચાલે છે, એવો ગોટાળિયો અર્થ કરીને ચલાવી લેવાયું, વાયુ છે એટલે પરાગ સાથે જ એનો સંબંધ હોયને એમ માની લેવાયું. પણ શુદ્ધ પાઠ છે “વિના પર-પાગ'. વાયુ જેમ પીંછાં પાંખો કે પગ વગર ચાલે છે –એ અખાને ઉદ્દિષ્ટ છે. ફારસી શબ્દ પર અનુપ્રાસબળે આવતોકને ગોઠવાઈ ગયો છે. (આની મધ્યકાળમાં નવાઈ નથી. પ્રેમાનંદ તો દશમસ્કંધમાં ગોપે પર મસ્તક પર કીધાં' એ વર્ણનમાં પીંછાં માટે પર' યોજીને એ શબ્દ પર રમત કરે છે.) બીજી એક પંક્તિ “માયાના ગુણ જ્યાં નવ છબે, તેને અખા તે કોણ આલંબે?(૫૭) - નો શુદ્ધ પાઠ તેહ અખાને આવ્યું લબે’ છે. ફારસી શબ્દલબ હોઠ)ના અપરિચયને કારણે પંક્તિ બદલાઈ ગઈ. સંસ્કૃતમાં કવયિતા' (વયિતૃ ઉપરથી, અત્યારે આપણે કવયિત્રી' શબ્દ વાપરીએ છીએ). એટલે કવન કરનાર, કવિ. તેનું ગુજરાતીમાં તદ્દભવ રૂપ “કબિતા” “કવિતા”– થયું. એ શબ્દ અન્ય કવિઓમાં તેમ જ અખામાં (જુઓ ૨૨ ઉપરાંત ૧૬૬, ૨૬ ૬). યોજાયો છે. મારુગુર્જર ભાષાની છાયા નીચેના મૂળ પાઠ “જ્ઞાનીનિ કવિતા ન ગણેશ” (૨૨)માં નિ' પ્રત્યય તે અત્યારનો બને છે એ પણ ન સમજાતાં ફેરફાર થયોઃ જ્ઞાનીની કવિતા ન ગણીશ.” પછીની પ્રતોમાં “જ્ઞાનીને મળતાં “કવિતા” શબ્દ ન સમજાતાં ફેરફાર થયો : “જ્ઞાનીને કવિમાં ન ગણીશ'. તદ્દન સાદા શબ્દો હોય ત્યાં પણ અખાના આશય અંગે વેદાન્તાભાસી અર્થ કરી સંતોષ લેવાને બદલે એનું ચિત્રાંકન સમજીને એ નક્કી કરવો એ જરૂરી છે. “જ્યમ સકલ તેજનું આલે ભાન” (૩૮૦)માં “ભાન કરાવે' એવો અર્થ તરત સૂઝે, પણ પછી આવતા “રવિ રથ બેઠો જે નર ફરે એ ચિત્ર પર નજર ફેરવતાં બધા તેજનું “આલય' ભાન (ભાણ-ભાનુ) છે એ અર્થ સ્પષ્ટ થઈ જાય એવો છે. અખો વક્તવ્યની ચોકસાઈ માટે ઝીણી નજરથી મથનારો કવિ છે. જેમ તેમ એ શબ્દ યોજતો નથી. ‘ભાષાને શું વળગે, ભૂરા (વર્ણસગાઈ એને યોગ્ય સંબોધન ભૂર' સુઝાડે છે અને પંક્તિને ચિરંજીવી બનાવવામાં ઉપકારક નીવડે છે) – એ વચન ભાષા ગમે તેમ વાપરવાનો પરવાનો આપવાના અર્થમાં નહીં, પણ પછીની પંક્તિઓ (સંસ્કૃતમાં જ આત્મજ્ઞાન હોય એમ શા સારુ વિચારે છે, ગુજરાતી આદિ જનસામાન્યની ભાષાઓમાં તો એ ન જ હોય એમ શા માટે માની બેઠો છે? – એ) જોતાં કોઈ ભાષાને ઊંચીનીચી ન ગણવાના અર્થમાં છે. અર્થગોટાળો અખાને પાલવે નહીં. અખાનો શબ્દ એટલે ભરી બંદૂક, ઘા થવો જ જોઈએ, ખાલી બાર
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy