SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથ : ૨, ખંડ - ૧ આગઈ કવિ ગ્યા મોટા કવિ. (માંડણકૃત પ્રબોધબત્રીસી' : ૧) કવિતા ઘણા કવિ કવી ગયા. (અખાકૃત છપ્પા:૨૧) જાણે તિલ કોદ્રવમાં ભલ્યા, જેમ તલમાં કોદરા ભળ્યા તેહની ઘયસિ ન ઘાણી હોઈ.(બ. ૩) ઘેંસ ન થાય, ન થાય ઘાણી.(છ. ૬૨૫) સસરો અંધ નઈ વહુ સરઘટુ. (પ્ર.૧૪) આંધળો સસરો ને સરંગટ વહુ. (૭.૬ ૩૭) તાહરી માયા તૂહ જ લહઈ. (૨૦) તેની વાત તો તેહ જ લહે. (૬૦૫) બાંધી પહાણ જાણ કિમ તરઈ? (૧૩૭) કંઠે પહાણ શકે ક્યમ તરી? (૧૨) કમરિ કટારી ઢીક ઉપરિ કિશી? (૧૮૯) વઢે ઢીકે ને કટારી કચે. (૨૯૬) કોઈ ને કંઈ ઉતારઈ ભાર. (૨૨૯) એને સ્કંધ લઈ ઉતારું સખા. (૨૪૪) ખટદર્શન જૂજૂઆ ધણી. (૩૬ ૭), ખટદર્શનના જુજવા મતા. (૩) વિણ ઉખધ ગઈ વિરાધિ. (૫૬ ૬) ઔષધવણી જાય ત્યાધ્યા (૫) હવઈ મ પૂછીશ એ વલવલી (૫૭૦) અખા રખે કો પૂછો ફરી. (૮૦) ગુડિ મરિ તુ વિષ કાં દી?િ (૧૬) ગોળે મરે કાં શોધે વખ? (૩૧) કીધી વાત ગળી ચોપડી (૩૯૬) ગળી ચોપડી સઘળી વાત. (૫૮૦) કાદી ફરઈ હકમ ન ફરઈ. (૫૪૦) ફરે કાજી પણ ન ફરે કજા. (૩૦૬) દેહરી દેહસું આતમ લંગ. (૨૧૪) તન તીરથ, તું આતમ દેવ (૩૦૪) પૂજુ ગિરિ ગિરિગણ પાષાણ. (૨૬૪) પથ્થર એટલા પૂજે દેવ. (૬ ૨૮). બધાં જ સામ્યો ઉતારવાં જરૂરી નથી. આટલા નમૂનાઓથી એ પણ પ્રતીત થશે કે અખાએ છેડેલા વિષયો માંડણમાં પણ છે. તીર્થ, કથાવાર્તા, ભૂખ, ઊંચનીચભેદ, ગુરુ, વૈષ્ણવ, મૂર્તિપૂજા-એ બધા બાહ્યાચારના વિષયો પરની પ્રચલિત લોકોક્તિઓ માંડણે વીશીવાર ગોઠવી છે. એ સારી એવી ટીકાત્મક પણ છે. અખાની ટીકા તદ્દન નવી જ ફૂટી નીકળતી વસ્તુ નથી. અખાના છપ્પા'ની પીઠિકામાં માંડણની પ્રબોધબત્રીસી'ને જોતાં અખાની મૌલિકતાની નિદર્શક ત્રણ વસ્તુઓ-૧. કહેવત જેવી ઉક્તિઓ, ૨. છચરણી ચોપાઈના છપ્પા” છંદનો ઉપયોગ અને ૩. સમાજની ઉગ્ર ટીકા–અંગે એ માંડણનો ઋણી જણાય છે. સાહિત્યના ઇતિહાસોમાં કાલિદાસ પૂર્વે ભાસઅશ્વઘોષ, શેક્સપિયર પૂર્વે માર્લો, તુલસીદાસ પૂર્વે જાયસી, પ્રેમાનંદ પૂર્વે નાકરવિષ્ણુદાસ એવો ક્રમ સામાન્યતઃ મળી આવતો હોય છે. માંડણની એક અસર અખા ઉપર પડી હોય તો સારું. અપૂર્વ સ્થાપત્યબુદ્ધિથી માંડણે કહેવતોના અસ્તવ્યસ્ત વનમાંથી જાણે કે બત્રીસખંડીય એક મનોરમ અર્થ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy