SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૩૯૧ સં.૧૭૮૫માં રચાયેલી “અખેગીતા'ની મારા જોવામાં આવેલી જૂનામાં જૂની બે હસ્તપ્રતો ફાર્બસ ગુજરાતી વિદ્યાસભાની સં.૧૭૭૩ની હસ્તપ્રત (નં.૧૯૪) અને ગુજરાત વિદ્યાસભાની સં.૧૭૭૪ની હસ્તપ્રત (નં.૧૨૧૮) “બ્રહ્મનંદની' પાઠ આપે છે. એટલે શબ્દ “બ્રહ્માનંદ–ની નહીં પણ “બ્રહ્મ-નંદની' (બ્રહ્મની નંદિની આનંદદાત્રીદુહિતા, બ્રહ્મમાંથી પ્રસવેલી) છે. મધ્યકાળની કૃતિઓમાં આરંભે મંગલાચરણમાં સામાન્ય રીતે ગણપતિ, સરસ્વતી અને ગુરુનું, એ ક્રમે, વંદન કરવામાં આવે છે એ પ્રેમાનંદના સં. ૧૭૨૭માં રચાયેલા “ચંદ્રહાસાખ્યાન'ની પહેલી, બીજી અને ત્રીજી કડીમાં અનુક્રમે પ્રથમ સમરું ગણપતિ..” “સાય કરો માતા સરસ્વતી....” અને “નિજ ગુરુ કરું ધ્યાન ધરતાં...” જોવાથી જણાશે. અખો ‘અખેગીતા'ની પહેલી પંક્તિમાં “ઓમ નમો ત્રિગુણપતિ રાયજી' અને ત્રીજી કડીમાં “ગુરુ ગોલંદ, ગોલંદ ગુરુ, નામ યુગ્મ રૂપ એક' કહે છે. તે બે વચ્ચે બીજી કડી છે : ચર્ણ ચીતવી સ્તુતિ કરું ચિદશક્તિ બ્રહ્મનંદની, અણછતે અખો અધ્યારોપ કરે કથા નિજ આનંદની. જોઈ શકાશે કે અખો મંગલાચરણની પહેલી કડીમાં ગણપતિ, બીજીમાં સરસ્વતી અને ત્રીજીમાં ગુરુને સંભારવાના ઉપક્રમને અનુસરવા કરી રહ્યો છે. એની બીજી રચના “અનુભવબિંદુના મંગલચારણમાં યોગેન્દ્ર ત્રિપાઠી પાસેની પ્રત મંગલાચરણની એક કડીનો “ઓમ નિર્ગુણ ગુણપતિ ધામ” થી આરંભ કરી તેની છેલ્લી પંક્તિઓ નીચે પ્રમાણે આપે છે: સ્વર-વેણા ધરતિ થકી ચીદસક્તિ મહાસરસ્વતી, તેહ અખો જમલ જાણી સ્તવે સર્વાતીત સર્વનો પતિ. એટલે કે “અનુભવબિંદુના મંગલાચરણની કડીમાં પણ ગણપતિ અને સરસ્વતીનું સ્તવન છે, અને એમાંની ચીદસક્તિ મહાસરસ્વતી’ એ જ ‘અખેગીતા'માં ‘ચિદશક્તિ બ્રહ્મનંદની' છે, એટલે કે “અખેગીતાની બીજી કડીમાં “બ્રહ્મનંદનીથી સરસ્વતીના ઉલ્લેખને અવકાશ છે, “બ્રહ્માનંદના ઉલ્લેખને અવકાશ નથી. અદ્વૈતવાદી અખો “અનુભવબિંદુમાં ગણપતિ અને મહાસરસ્વતીના સ્પષ્ટ નામોલ્લેખ કરે છે. “ઓમ નિર્ગુણ ગુણપતિ ધામ' એમ ગણપતિના સ્મરણ પહેલાં જ નિર્ગુણને એણે આગળ ધર્યો છે અને ગણપતિને બદલે ગુણપતિ' રૂપ મૂકી ગુણપતિ અને નિર્ગુણની એકતા સૂચવી દીધી છે. ગણપતિ અને મહાસરસ્વતીનું
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy