SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ અખો ૩૮૩ નિર્ગુણ થઈને સગુણમાં મળે, તો અખા જેમ દૂધમાં સાકર ભળે. ગોકુલનાથજીના પિતાના અધ્યાપક, “અદ્વૈતસિદ્ધિ કાર, પ્રખર શાંકરવેદાન્તી મધુસૂદન સરસ્વતી ||ત્િ પર મિપિ તત્ત્વમર્દ ને નાને' કૃષ્ણથી વધીને કશું નથી એવા અભિપ્રાય પર આવે છે એ અષ્ટછાપ કવિઓના સમયમાં ભક્તિરસની છોળોથી ભીંજવા ભાગ્યશાળી થનારા તત્ત્વદર્શી અંગે સમજી શકાય એવું છે. અખાને વચગાળામાં જામેલી સાંપ્રદાયિકતાએ એના નિજી વલણે એટલે સુધી જવા દીધો નથી. પણ અખો વચગાળાની ભક્તિચર્યામાં પ્રેમલક્ષણાનું તત્ત્વ પ્રકાર્યું હતું તેને જતું કરવા તૈયાર નથી, જેમ કબીર નાથપંથીઓના ધ્યાનયોગને પડતો મૂકી શકતા નથી. દૂધ મીઠું છે તો પણ તેમાં સાકર મેળવવાને લોભે નિર્ગુણોપાસનામાં આ પ્રેમલક્ષણાવાળી સગુણોપાસના એ ભેળવવા ચાહે છે. અખો આમ નિર્ગુણ ઉપર આવીને ઊભો રહે છે, તેમ છતાં પુરોગામી ધર્મચર્યામાંથી મહત્ત્વનાં તત્ત્વો ઉપાડી લઈ તેનો સમન્વય યોજે છે. આ તત્ત્વોમાં પ્રેમલક્ષણા ઉપરાંત બીજું તત્ત્વ એ સ્વીકારે છે તે છે પુષ્ટિ અથવા પોષણ, પરમાત્માનો અનુગ્રહ– પોષi તનુ : પરમાત્મા ઇચ્છે તેને પોતે પ્રાપ્ત થાય.- યમેવૈષ વૃyતે તેને મ્ય: ‘અખેગીતા'માં વર્ણવવાના વિષયોમાં જ્ઞાન વગેરે ઉપરાંત અને વળી પુણ્ય' એ ગણાવે છે. આમ, એક રીતે, સમન્વયદર્શી અખાએ નિર્ગુણોપાસના અને તત્કાલીન સગુણોપાસનાનો ઝઘડો શમાવ્યો છે. મધ્યકાળમાં અખાનું સમન્વયદર્શન એ લગભગ છેવટનું છે. ૨. અખાનો મૃત્યુસંદેશ? – કનૈયાલાલ મુનશીએ “અખાનો મૃત્યુસંદેશ' (‘અખા'ઝ ગોસ્પેલ ઓફ ડેથ') એવું વર્ણન કર્યું છે. તે યુગની જીવનપરિસ્થિતિ એવી હતી કે અખા જેવા પરલોકાભિમુખતા તરફ ધકેલાય-એવું એમનું નિરીક્ષણ છે. ઈ.૧૫૭૩માં અકબરે ગુજરાતને મુઘલ સામ્રાજ્યનો ભાગ બનાવ્યું તે પછી પ્રમાણમાં શાંતિ હતી. જીવન હતપ્રભ હતું તેથી પરલોકાભિમુખતા તરફ વળવાનું થયું એમ પણ નહીં કહી શકાય. રાજકીય પલટાઓથી પરલોક તરફનું વલણ વધી જતું નથી. અખાને સમાજની ખૂબ ટીકાઓ કરવી પડે છે. સમકાલીન પરિસ્થિતિથી એ અસંતુષ્ટ છે. એથી પ્રેરાઈને મુનશીએ આવું વધુ પડતું સરળ તારણ કાઢયું હોય. અખા જેવા જાગ્રત સાધકને કોઈ પણ જમાનામાં પૂરો સંતોષ ન થાય અને એનાં ટીકારશસ્ત્રો વણવપરાયેલાં રહેવા પામે નહીં પરલોકાભિમુખતા એ કાંઈક ખરાબ વસ્તુ છે એવા અણગમાભર્યા ખ્યાલથી પ્રેરાઈને આ જાતનું ચિત્ર મુનશીએ જોયું છે. પણ નરસિંહ કે અન્ય કૃષ્ણભક્તોના કવનમાં પરલોકાભિમુખતા હોવા છતાં કદાચ એવો અણગમો
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy