SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓ ૩૭૧ શિરોહીના બંધારા માંડણે ષટ્રપદી ચોપાઈના બંધમાં વીસ કડીની એક એવી બત્રીસ વીશીઓમાં પ્રબોધબત્રીશી' રચી છે. આ કૃતિ પણ ઉપદેશપ્રધાન છે. કવિ ભીમની જેમ માંડણ પણ સાધક કવિ નથી. એમ છતાં સમાજના નૈતિક ઉત્થાન માટે એ મચ્યો દેખાય છે. એટલે સાધકને બદલે એ સુધારક માનસનો વિશેષ પ્રતીત થાય છે. જો કે સાધકે પણ આખરે તો સુધારણા જ કરવાની છે. પરંતુ તે છે આત્મસુધારણા. માંડણે આત્મસુધારાની જ નૈતિક દૃષ્ટિએ ચર્ચા કરી છે. પ્રબોધબત્રીસી' અંતર્ગત ભક્તિવીશી', “વૈરાગ્યવીશી', ‘સજ્જનવીશી', “સંતોષવીશી', “હૃદયવીશીમાં માંડણની મુદ્રા સમાજ-સુધારક તરીકેની ઊપસે છે. સમાજના ધાર્મિક દંભ અને માણસના બુદ્ધિજાગ્રનો એ માર્મિક ટીકાકાર છે. “ભક્તિવીશીમાં એણે લખ્યું છે કે – ‘ખિણ સાંભળવા શ્રોતા મિલ્યા, જાણે તિલ કોદ્રવમાં ભલ્યા! તેહની ઘયસિ ન ઘાણી હોઈ, વાંચિ વ્યાસ ન બુઝઈ કોઈ, ઈમ કરતાં તે નવિ ટિઈ, સેવંતરાં ડાંગિ કુટીઈ.' જ્ઞાનાશ્રયી ધારાના પ્રમુખ કવિ અખાના સમર્થ પુરોગામી તરીકેની માંડણને પ્રતિષ્ઠા “પ્રબોધબત્રીસીએ જ અપાવી છે. નરસિંહની જેમ માંડણે પણ રામનામનો જાપ એ જ જીવનનું સત્ય છે. એવું સમજાવ્યું છે. અલબત્ત નરસિંહની જેમ અભિનિવેશપૂર્વક વિધેયાત્મક વાત એ કરતો નથી. એનો રાહ ઉપદેશકનો હોવાથી, એ વાત એણે આમ મૂકી છે : ‘રસના રામ વિના મોકલી, ચક્ષુ ચતુર્ભુજ વિણ બહુ ચલી, પગ પીતાંબર વિણ બહુ પલ્યા, કર કેશવ વિણ વિધિ વલ્યા. કૂડિધા મશિ કાયા ખઈ, જાં જીવઈ તાં સીવઈ સઈ....૧૨ સાધનાના બાહ્યાચારને એણે નિંદ્યો છે. અપરોક્ષાનુભૂતિ માટે તપ, તીર્થ કે માળા, ટીલાની અનિવાર્યતા જ્ઞાનમાર્ગી અનુભવિયા કવિઓએ જોઈ નથી. માંડણ બંધારો આ સાધકોની વાતમાં પોતાનો સૂર પુરાવે છે. એ કહે છે. “બહુતિરથ કહિનાં કહિ તણાં? ઘણા ઘરના યમ પરુહણા.૧૩ મનુષ્યનો જન્મ મહામૂલો અવતાર છે. વિષ્ણુભક્તિ' દ્વારા અપરોક્ષાનુભૂતિ કરવા માટનો દેહ આધાર છે, એવી એની સમજ છે.૧૪ એથી ઉદાત આચારનો એ પક્ષકર્તા જ નહિ, પ્રબોધક બન્યો છે. સંતપ્રણાલીને અનુસરી સાધ્યની પ્રાપ્તિ માટે શરણાગતિને એણે ઉત્તમ સાધન ગયું છે. મેલ્હી સર્વ સ્વામી શરણિ રહિ, તું તુસઈ મોક્ષપદ લહઈ.૧૫ પરમતત્ત્વ શબ્દાતીત છે. એથી એ તો હૃદયમાં અનુભવવાનો છે, એવો એનો નિશ્ચય એના સાધક માનસનો યતકિચિત્ પરિચય આપી જાય છે." તત્ત્વાનુભવની વાતને લોકોક્તિ-સંદર્ભથી સચોટ અભિવ્યક્તિ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy