SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ અખાના પુરોગામી જ્ઞાનમાર્ગી કવિઓ ૩૬૯ આત્મનિરીક્ષણની પ્રક્રિયામાં પ્રવેશે છે. આત્મનિરીક્ષણ કરતાં એને સંસ્કારજન્ય અનેક દોષો પોતામાં દેખાય છે. જે પિરબળોએ એનું ઘડતર કર્યું છે, એ કા૨ણે મનમાં વસ્તુઓ પરત્વે, વ્યવહાર પરત્વે કેટલાક પૂર્વગ્રહો-અભિગ્રહો બંધાયા છે, કેટલીક સ્વભાવગત ટેવો પડી છે. ઈંદ્રિયસંસ્કારો પર અંકુશ નથી, સ્વાર્થપ્રેરિત પ્રવૃત્તિઓ વિશેષ થાય છે, અભિમાન, દર્પ, લોભ, ઈર્ષા, દ્વેષ, શંકા, અશ્રદ્ધા, પ્રમાદ વગેરે વૃત્તિઓ સ્વેષ્ટમિલનની અભીપ્સાને મોળી બનાવે છે. પોતાની પ્રકૃતિનું આવું પૃથક્કરણ સાધક નરસિંહે એના શબ્દોમાં વ્યક્ત કર્યું છે. “બાપજી! પાપ મેં કવણ કીધાં હશે, નામ લેતાં તારું નિદ્રા આવે, ઊંઘ આલસ્ય, આહાર મેં આદર્યા, લાભ વિના લવ કરવી મન ભાવે...' દિન પુંઠે દિન તો વહી જાય છે, દુરમતીના મેં ભર્યાં રે ડાલા ભક્તિ ભૂતલ વિષે, નવી કરીઓ તાહરી, ખાંડ્યાં સંસારનાં થોથાં ઠાલાં.' ‘આશાનું ભવન આકાશ સૂધી રચ્યું, મૂઢ એ મૂળથી ભીંત કાચી. અલ્પ આયુષ્યમાં, કલ્પના મનુષ્યને, આજ કીધું વળી કાલ કરવું, શ્વાસનો શો વિશ્વાસ, નહિ નિમિષનો, આશ અધુરી અને એમ મરવું...' “મન કર્મ વચનથી આપ માની લહે, સત્ય છે એજ મન એમ સૂજે.’ અંતર્મુખી બનતાં સ્વદોષની આવી ઓળખ થાય છે. એ દોષોમાંથી છૂટવાનો હવે સભાન પુરુષાર્થ કરવો પડે છે. હૃદય અને મનને, આથી સાધક ટપારવા માંડે છે. નરસિંહે આવા જ ભાવથી ગાયું છે કે ‘હરિતણું હેત તને ક્યમ ગયું વીસરી, પશુ રે ફેડીને નરરૂપ કીધું, હાડને છેડ કિર, સહુ તને હાંકતું, આજ વધારીને માન દીધું.’ સર્વ પ્રાણીસૃષ્ટિમાં માનવચેતના શ્રેષ્ઠ છે. નરસિંહ એ સત્ય અહીં ધ્વનિત કરે છે. આ શ્રેષ્ઠત્વબુદ્ધિ જ, કદાચ, હિરનું નામ લેતાં લજ્જા અનુભવે છે. એવી લજ્જા પામવી એ તો ‘કર્મહીણા’નું લક્ષણ નરસિંહે ગણ્યું છે. હરિતણું’ ‘હેત’ વિસરવામાં કૃતઘ્નતા જ એણે જોઈ છે. એથી મન કે હૃદયને એ ‘કૃતઘ્ની’, ‘કર્મહીણા’ જેવા સંબોધનથી ચાખબા લગાવે છે. બુદ્ધિનો અહંકાર મિથ્યા છે, એ સમજાવવા માટે ગાડા નીચે ચાલતા કૂતરાનું દૃષ્ટાંત આપી મર્મ વેણ એણે સંભળાવ્યું છે. અને પછી ગંભીર મુદ્રાએ જાણે એમ પણ સમજાવે છે કે આપણો ચિંતવ્યો અર્થ કાંઈ નવ સરે' છતાંય માનવી મૂર્ખ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy