SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ મીરાં ૩૬૩ applause as are some other's songs. There lies the secret of her lasting appeal'. મીરાંનાં પદ હંમેશા સુન્દર લાગે છે. એ બહુ હૃદયદ્રાવક છે કારણ કે એ સાચાં છે. મીરાંએ એનાથી ગાયા વિના નથી રહેવાયું એથી ગાયું છે. એનાં પદ સીધાં હૃદયમાંથી ફૂટે છે – ફુવારાની જેમ, અન્ય કેટલાંકનાં પદની જેમ એનાં પદ કીર્તિ માટે કે લોકપ્રિયતા માટે રચાયાં નથી. એમાં એની હંમેશની અપીલનું રહસ્ય છે’. બલવન્તરાયે ૧૯૨૮ માં નરસિંહનાં અને મીરાંના કોઈ કોઈ પદ વિશે કહ્યું હતું કે આપણે ગુજરાતીઓ એક અવાજે સ્વીકારીશું કે એ ત્રજા નેત્રની પ્રસાદી' છે. સુબ્બલક્ષ્મીએ ૧૯૬૬માં ન્યૂયોર્કમાં રાષ્ટ્રસંઘની સામાન્ય સભા સમક્ષ મીરાંનું હિર તુમ હરો જનકી ભીર' પદ ગાયું હતું. મીરાં સૂત જાયો નહીં, શિષ્ય ન મૂંડો કોઈ’–મીરાએ જીવનમાં કશું જ પોતાનું નથી, બધું જ પરમેશ્વરનું છે; મીરાંએ યત:તવીયા –સૌ. મનુષ્યો પરમેશ્વરનાં સંતાનો છે અને એથી ‘નાસ્તિ તેવુ ના તવિધા પલધનક્રિયાવિવ:’ જાતિ, વિદ્યા, રૂપ, ધન, ક્રિયા આદિના ભેદભાવ વિના સૌ સમાન છે એમ માન્યું અને માન્યું એવું જીવ્યું અને જીત્યું એવું ગાયું. એથી મીરાંએ કવિતામાં હિર તુમ હરો જનકી ભીર' –હે હિર, જનકી, સૌ મનુષ્યોની, મનુષ્ય માત્રની, સમગ્ર મનુષ્યજાતિની ભીર હરો, ભીડ ભાંગો એમ ગાયું. મીરાંના જીવનનો અને મીરાંની કવિતાનો આપણા યુગમાં કે કોઈપણ યુગમાં અનિવર્ચનીય અર્થ છે અને એનું મહાન મૂલ્ય છે. સંદર્ભનોંધ : આજ લગી મીરાંના જીવન અંગે ગુજરાતમાં જે ઇતિહાસ-સંશોધનનું કાર્ય થયું છે એમાં તનસુખરામ મનસુખરામ ત્રિપાઠી, નટવરલાલ રણછોડલાલ જંબુસરિયા અને શ્રી હરમાન ગ્યોત્સની સિદ્ધિ નોંધપાત્ર છે. આ લખનાર ઇતિહાસકાર કે સંશોધનકાર નથી. મીરાંનાં પદના વાચનના સંદર્ભમાં મીરાંની જે મૂર્તિ એના મન સમક્ષ પ્રગટ થાય છે તેની સાથે શ્રી હરમાન ગ્યોત્સના લેખમાંની મીરાંના જીવન અંગેના અનુમાનની એકેએક વિગત સુસંગત અને સુસંવાદી છે એથી એ અનુમાનને આધારે અહીં મીરાંનું જીવન આરંભે આપ્યું છે. ભવિષ્યમાં મીરાંના જીવન અંગે અને મીરાંનાં પદ અંગે વધુ સંશોધન અવશ્ય થશે, થવું જોઈએ. ત્યાં લગી શ્રી હરમાન ગ્યોત્સના અનુમાનમાં મીરાંનું જે જીવનચિરત્ર છે તે આ લખનારને આજ લગીનાં મીરાંનાં જીવનચરિત્રોમાં સૌથી વધુ સ્વીકાર્ય લાગ્યું છે, અન્ય વાચકોને પણ લાગશે. આ લખનાર શ્રી હરમાન ગ્યોત્સના લેખનો અત્યંત ઋણી છે. નારદનાં ભક્તિસૂત્રોમાંથી અનેક સૂત્રો અહીં અવતરણ રૂપે આપ્યાં છે. મીરાંનાં પદ
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy