SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ મીચં ૩૫૩ સમજયા વિના નોખું નોખું તાણે.” પ્રેમની વાત છે ન્યારી ઓધવજી પ્રેમની વાતછે ન્યારી, પ્રેમની વાતમાં, ઓધા, તમે શું જાણો? બીજા શું જાણે સંસારી? તમારો રંગ, ઓધા, રંગ છે પતંગનો, અમારો રંગ છે કરારી.” પિયા કારણ પીળી ભઈ રે, લોક જાણે ઘટરોગ; નાડીવૈદ્ય તેડાવિયા રે, પકડી ધંધોળી મારી બાંહ એ રે પીડા પરખે નહીં, મારે કરક કાળજડાની માંહે ગંગા જમના ઘરને આંગણે અડસઠ તીરથ સંતોને ચરણે કોટિ કાશી ને કોટિ ગંગ’ અડસઠ તીરથ મારા સંતોને ચરણે કોટિક કાશી ને કોટિક ગંગ’ કોઈને ભાવ ભવાની ઉપર, કોઈને વહાલા પીર; ગંગા રે કોઈને ને જમના રે કોઈને, કોઈને અડસઠ તીર’ ‘અડસઠ તીરથ સંતોને ચરણે, નિત્ય ત્રિવેણીમાં હાઉં, એકાદશી વ્રત કોણ કરે? હું તો ત્રણે યણાં ખાઉં, મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરિરસ પીઉં ને પાઉં.’ જપતપ તીરથ મારે ચારે પદારથ, એ તો સૌ આપના ચરણમાં; પ્રેમ કરીને હૃદયમંદિર પધારો, વહાલા, ન જોશો જાત કો વરણમાં?” જપતપ તીરથ કાંઈયે ન જાણું, ફરત મેં ઉદાસી રે; મંત્ર ને જંત્ર કાંઈયે ન જાણું, વેદ પઢયો ન ગઈ કાશી રે હાં રે હરિ વસે હરિના જનમાં રે, હાં રે તમે શું કરશો જઈ વનમાં રે? ભેખ ધરી તમે શીદ ભટકો છો? પ્રભુ નથી વનમાં કે અરણ્યમાં રે, કાશી જાઓ ને ગંગાજી ન્હાઓ, પ્રભુ નથી પાણી પવનમાં રે, જોગ કરો ને ભલે જગન કરાવો, પ્રભુ નથી હોમ હવનમાં રે. બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હરિ વસે છે હરિના જનમાં રે.” ભક્તિરસની કવિતાનો ફુવારો ભારતવર્ષમાં વેદ-ઉપનિષદકાળથી, જ્ઞાન, કર્મ અને ભક્તિનો મહિમા છે. ભગવદ્ગીતામાં એના સંપૂર્ણ સમન્વયનું ભવ્ય સુન્દર દર્શન છે. રામાયણ-મહાભારત-પુરાણકાળથી વિષ્ણુ, રામ અને કૃષ્ણ-ભક્તિ તથા શિવભક્તિનો વિકાસ થતો રહ્યો છે. દક્ષિણ ભારતમાં શંકર અને બાર આલવાર સંતો અને ત્યાર પછી રામાનુજ, મધ્ય અને નિમ્બાર્ક અને ત્યાર પછી ઉત્તર ભારતમાં રામાનંદ, વલ્લભ અને ચૈતન્ય આદિને
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy