SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ મીરાં ૩૪૭ ‘નહીં રે વિસારું હરિ, અંતરમાંથી નહીં રે વિસારું હરિ, આવતાં ને જાતાં મારગવચ્ચે અમૂલખ વસ્તુ જડી’ ‘તમે જાણી લ્યો સમુદ્ર સરીખડા મારા વીરા રે દિલ તો ખોલીને દીવો કરો રે આ રે કાયામાં છે વાડીઓ રે હોજી માંહે મોર કરે છે ઝીંગોરા રે. આ રે કાયામાં છે સરોવર રે હોજી માંહે હંસલો કરે છે કલ્લોલા રે મુજ અબળાને મોટી મિરાત બાઈ, શામળો ઘરેણું મારે સારું રે, વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિનો મારે હૈયે રે. ચિનમાળી ચતુર્ભુજ ચૂડલો, શીદ સોની ઘેર જઈએ રે? ઝાંઝરિયાં જગજીવન કેરાં, કૃષ્ણજી કલ્લા ને કાબી રે. વિછુવા ઘુઘરા રામનારાયણ, અણવટ અંતરજામી રે. પેટી ઘડાવું પુરુષોતમ કેરી, ત્રિકમ નામનું તાળું રે. કુંચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું ઘાલું રે. સાસરવાસો સજીને બેઠી હવે નથી કાંઈ કાચું રે. મીરાં કે પ્રભુ ગિરિધરનાગર, હરિ ને ચરણે જાચું રે.” ઘાયલની ગતિ ઘાયલ જાણે, પેલો નુગરો શું જાણે એના મનમાં રે અરજ કરે છે મીરાં રાંકડી, ઊભી ઊભી અરજ કરે છે મીરાં રાંકડી, મીરાં કે પ્રભુ ગિરિધર નાગર તમને જોતામાં ઠરે આંખડી.” પ્રભુ પાલવડો પકડીને રહી છું પ્રેમથી.’ જો પ્રભુ મારે મંદિર પધારો તો રાખીશ ગુલાબચમેલીમાં, તમ માટે હું તો ખપી ઘેલીમાં ‘ગણતાં ગણતાં ઘસ ગઈ જીભા, હારી આંગળીઓની રેખા ‘અમૃત પાઈ ઊછેર્યા વહાલા, વિષ ઘોળી શું ઘો છો રાજ?’ ‘સુખ તો વહાલા સરવર જેટલું, દુઃખ તો દરિયા સમાન, દુઃખડાં મારાં ડુંગર જેવાં સુખડાં છે મેરુ સમાન' ‘દુઃખડાની મારી, વહાલા, દૂબળી થઈ છું, પચી પચી થઈ છું પીઈ પીને ‘દવ તો લાગેલ ડુંગરમેં, કહોને ઓધાજી હવે કેમ કરીએ? કેમ તે કરીએ, અમે કેમ કરીએ, દવ તો લાગેલ ડુંગરમેં.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy